તમામ 430 જેટલા સ્પર્ધકોનેક્ષ 27 ગ્રુપ વચ્ચે રાસ ગરબા સ્પર્ધામાં 12 વર્ષની બાળાથી લઈને 70 વર્ષ સુધીની મહિલા સ્પર્ધકો
ખાસ-ખબર સંવાદદાતા
સિદસરના આંગણે આદ્યશક્તિ મા ઉમિયાના 1ર5માં પ્રગટય દિને મા ના ચરણોમાં શિશ ઝુકાવી માતાજીની પૂજન આરતી માટે કડવા પાટીદાર ભાઈઓ બહેનો વિશાળ સંખ્યમાં ઉમિયાધામ સિદસર પહોંચ્યા હતા. સૌરાષ્ટ્રભરમાંથી પદયાત્રીકોના સંઘ સિદસર પહોંચી 11 કુંડી મહાયજ્ઞનો હાવો લીધો હતો. મહોત્સવના પ્રથમ દિવસે સિદસરમાં ભાવીકોનો પ્રવાહ ઉમટી પડયો હતો.
સિદસરમાં આયોજીત આ ત્રિદિવસીય મહોત્સવમાં બીજા દિવસે તા.30 ને શનિવારના રોજ વિશાળ મહિલા સંમેલન યોજાયુ હતુ. જેમાં તાલુકા-જીલ્લા ગ્રામ્ય કક્ષાની ઉમિયા મહિલા સંગઠન સમિતિની બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. આ સંમેલનમાં સવારે 8 થી 1ર દરમ્યાન યોજાયેલા કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના વિવિધ તાલુકાઓ શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તાર ઉમિયા મહિલા સંગઠન સમિતિના ગરબા મંડળો વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી. સૌરાષ્ટ્ર ઝોનમાંથી 14 અને ગુજરાત ઝોનમાંથી 4 ગરબા ગ્રુપ મળી કુલ 18 રાસ ગરબા પ્રદર્શન વચ્ચે સ્પર્ધા યોજાઇ હતી.
સિદસરમાં યોજાનાર મહિલા સંમેલનમાં આયોજીત રાસગરબા સ્પર્ધામાં પાટીદાર સમાજની 1ર વર્ષની દિકરી થી લઈને 70 વર્ષની પીઢ મહિલાઓ સુધીના સ્પર્ધકો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મહિલા સંગઠન સમીતી દ્વારા 18 ગરબા મંડળો અને પાટીદાર સમાજની વિવિધ શૈક્ષણીક સંકુલોની બાળાઓની 9 ટીમ એમ કુલ ર7 ટીમો ના આશરે 430 બહેનો એ આ રાસ ગરબા સ્પર્ધામાં ભાગ લઈ ઉત્કૃષ્ટ રાસ ગરબા પ્રદર્શન રજુ ર્ક્યુ હતુ.
રાસ ગરબા સ્પર્ધામાં ર7 ટીમો વચ્ચે વિજેતા ગ્રુપને ઈનામ આપી સન્માનીત કરવામાં આવી તેમજ ભાગ લેનાર તમામ ટીમ ને સોનલબેન ઉકાણી તથા જીવનભાઈ ગોવાણી પરિવારના ભુપેશભાઈ ગોવાણી, ગીરીશભાઈ ગોવાણી તથા દિપકભાઈ ગોવાણી તરફથી 11 હજાર રૂપીયા ભેટ સ્વરૂપે અપાયા હતા. ઉમિયાધામના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી તરફથી તમામ 430 જેટલા સ્પર્ધકોને રૂા. 1100 ની કિંમતીની કિટ ભેટ આપવામાં આવી હતી. બિલ્વપત્ર મહોત્સવમાં યોજાનાર રાસગરબા સ્પર્ધાનું ઉમા ભવન ક્ધયા છાત્રાલય-ટંકારાની બાળાઓ દ્વારા ગણેશ સ્તૃતી કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આમંત્રીત મહેમાનો દ્વારા દિપ પ્રાગટય કરવામાં આવ્યુ હતુ. ઉમિયા મહિલા સંગઠન સમિતિ ગુજરાત ઝોનના પ્રમુખ જયશ્રીબેન ટીલવા એ સ્વાગત પ્રવચન ર્ક્યુ હતુ. તેમજ ઉમિયા માતાજી મંદિર સિદસરના મહામંત્રી કાજલબેન સીતાપરાએ આભાર દર્શન ર્ક્યુ હતુ. ઉમિયા મહિલા સંગઠન સમિતિના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ સરોજબેન મારડીયાએ પ્રાસંગીક ઉદબોધન ર્ક્યુ હતુ.
ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયાએ ઉપસ્થિત મહાનુભાવો, રાસ ગરબા સ્પર્ધકો, દર્શકો, તથા મહિલા સંગઠન સમિતિના બહેનોએ પ્રોત્સાહીત ર્ક્યા હતા. આ મહિલા સંગઠનમાં મહિલા અતીથી તરીકે વિશ્ર્વ ઉમિયાધામના રૂપલબેન પટેલ, ઉંઝા થી જાગૃતિબેન પટેલ, ગાંઠીલાથી રસીલાબેન કાલરીયા ઉપસ્થિત
રહયા હતા.
સિદસરના ચેરમેન મૌલેશભાઈ ઉકાણીએ પોતાના પ્રાસંગીક ઉદબોધનમાં નારી શક્તિને બિરદાવી હતી. ઘરને ઘર બનાવવા માટે તેઓએ સ્ત્રીની ભૂમીકાને સરાહના કરી હતી. તેઓએ જણાવ્યુ હતુ કે આ સમયમાં જેમની પાસે પરિવાર છે તેમની પાસે બધુ જ છે. ઉમિયા સંગઠન સમિતિ સિદસરના અધ્યક્ષ કૌશીકભાઈ રાબડીયાએ સિદસરના આંગણે માતૃશક્તિના આ અવસરની સરાહના કરી હતી.
- Advertisement -
મૌલેશભાઈ ઉકાણી તરફથી 1100ની કિંમતની કીટ ભેટ સ્વરૂપે
‘સ્વચ્છતા એ જ સેવા’નો સંદેશ આપતા પરસોતમ રૂપાલા
સિદસરનાં આંગણે આયોજીત ત્રિદિવસીય બિલ્વપત્ર મહોત્સવના અંતિમ દિવસે તા.1 ઓકટોબરને રવિવારે યોજાયેલા સામાજીક સંમેલનમાં કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સિદસર ગામની મુલાકાત દરમિયાન દેશમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત કહ્યું હતું કે, સ્વચ્છતા એ જ સેવા છે. આ મંત્ર સાથે આપણે શ્રમદાન કરવું જોઇએ.