દેશમાં કન્સ્ટ્રકશન અને રિયલ સેક્ટરમાં ફક્ત 70 લાખ મહિલા
ખાસ-ખબર સંવાદદાતા
નિર્માણ તેમજરિયલ એસ્ટટ ક્ષેત્રમાં અસંગઠિત મહિલા કામદારોનેપુરુષ શ્રમિકોની સરખામણીએ 30-40 ટકા સુધી ઓછી મજૂરી મળે છે. આ ક્ષેત્રમાં મહિલા તેમજ પુરુષ અસમાનતાપર જાહેર એક રિપોર્ટમાં આ સર્વે કરવામાં આવ્યો છે.
સલાહકાર ફાર્મ પ્રાઈમસ પાર્ટનર્સ અને વર્લ્ડ ટ્રેડ સેન્ટર તરફથી જાહેર એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઘરેલુ નિર્માણ તેમજ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરનાર કુલ 5.7 કરોડ લોકોમાં ફક્ત 70 લાખ મહિલાઓ છે કુલ સંખ્યાના ફક્ત 12 ટકા છે. કુલ કામગારોમાંમહિલાઓનું પ્રતિનિધિત્વ પ્રમાણસર રીતે ઓછું હોવાની સાથે જ તેને પારિશ્રમિકઅથવા મજૂરી પણ તુલનાત્મક રૂપે ઓછી મળે છે. તેને પરિશ્રમિકઅથવા મજૂરી પણ તુલનાત્મક રીતે ઓછી મળે છે.
જયાંસુઘીપ્રબંધન સ્તરના પદો પર મહિલાઓની ભાગીદારીનો સવાલ છે તો નિર્માણ ક્ષેત્રની કમ્પનીઓમાંફક્ત 2 ટકા મહિલાઓ જ પ્રબંધન સ્તર પર રહેલીછે.
રિપોર્ટના જણાવ્યા મુજબ મહિલાઓને આગળ વધવાની રાહમાંઆવતા અવરોધો આ ક્ષેત્રમાં તેન માટે અવરોધક તરીકે કામ કરે છે.નિર્માણ તેમજ રિયલ એસ્ટેટ ક્ષેત્રની કંપનીઓનાશીર્ષ પ્રબંધન સ્તર પર મહિલાઓની ભાગીદારી એક-બે ટકા સુધી મર્યાદિત છે.
રિપોર્ટ કહે છે કે પુરુષ કામદારોની સરખામણીએ મહિલા કામદારોને30 ટકા થી 40 ટકા સુધી મજૂરીમળે છે. આ આંકડો નિર્માણ તેમજ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં હાજર લૈંગિક અસમાનતાને દર્શાવે છે. નિર્માણ ક્ષેત્રમાં કાર્યરત મહિલા કામદારોનેઅંદાજે પારિશ્રમિક 26.15 રૂપિયા પ્રતિ કલાક છે. જયારે પુરુષોનેપ્રતિ કલાકે39.95 રૂપિયા મળે છે.