વિવિધ ક્ષેત્રોમાં નેતૃત્વ કરતી મહિલાઓનું મોમેન્ટો આપી સન્માન કરાયું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.6
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં “નારી વંદન ઉત્સવ” સપ્તાહ અન્વયે મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા વઢવાણ તાલુકા પંચાયત ખાતે “મહિલા નેતૃત્વ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારી દ્વારા કાર્યક્રમની પ્રાસંગિક રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. ખેતીવાડી વિભાગના પ્રતિનિધી(ડ્રોન દીદી) અંકિતાબેન માલવણીયા દ્વારા તેમણે મેળવેલ વિશિષ્ટ સિદ્ધિઓ અને ખેતી વિશે માહિતગાર કરી મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
WASMO દ્વારા વઢવાણ તાલુકાના વાઘેલા અને ખોલડીયાદ ગામની પાણી સમિતિના સભ્યોને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. મહિલાઓને રક્ષણ આપતી 181 ટીમ દ્વારા 181 મહિલા અભયમ મોબાઈલ એપ્લીકેશન અને તેમની કામગીરી વિશે, ટીમ દ્વારા મહિલાલક્ષી યોજનાકીય માહિતી આપવામાં આવી હતી. આ તરફ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆતમાં કરવામાં આવી હતી. દહેજ પ્રતિબંધક અધિકારી ભરતભાઈ ડાભી દ્વારા આભારવિધી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું પંચાયત, ગ્રામ, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, કૃષિ અને પશુપાલન વિભાગ, શિક્ષણ વિભાગ તથા મહિલા અને બાળ અધિકારીની કચેરીનાં સ્ટાફ દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે વિવિધ ક્ષેત્રોમાં નેતૃત્વ કરતી મહિલાઓને મોમેંટો આપી સન્માનિત કર્યા હતા.