જૂનાગઢ નજીકનાં કોયલી ગામનાં આત્મનિર્ભર ભાવનાબેન ત્રાંબડીયાની ‘ખાસ-ખબર’ સાથે વિશેષ મુલાકાત
ગાયનાં છાણમાંથી 50 હજાર કરતા વધુ કોડીયા બનાવ્યાં: 40 ગાય રાખી ગાય આધરિત કરે છે ખેતી
- Advertisement -
ગાયનાં છાણમાંથી 50 હજાર કરતા વધુ કોડીયા બનાવ્યાં: 40 ગાય રાખી ગાય આધરિત કરે છે ખેતી
કહેવાય છે કે મહેનતનો કોઇ વિકલ્પ નથી. આ વાકયને જૂનાગઢ નજીકનાં કોયલી ગામનાં ભાવનાબેન વલ્લભભાઇ ત્રાંબડીયાએ સાર્થક કરી બતાવ્યું છે. પોતે આત્મનિર્ભર બનાવ્યા છે અને સાથે અનેક બહેનોને પણ આત્મનિર્ભર બનાવની રાહ ચિંધી છે. ભાવનાબેન પોતાનાં ઘરે પંચગવ્યની જુદીજુદી 60 પ્રકારની વસ્તુઓ બનાવી રહ્યાં છે અને તેનું વેંચાણ કરી રહ્યાં છે. માત્ર ગુજરાત જ નહી પરંતુ દેશ અને વિદેશમાં વસ્તુ મોકલી રહ્યાં છે. તાજેતરમાં જ વિદેશમાં રૂપિયા 882 ડોલરનો ઓર્ડર મળ્યો હતો. ભાવનાબેન અન્ય બહેનો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યાં છે અને અન્ય બહેનોને માર્ગદર્શન આપી તેમને પણ આત્મનિર્ભર બનાવી રહ્યાં છે.આત્મનિર્ભર હોવનું તેને તે ગૌરવ માને છે. કોયલી ગામનાં આત્મનિર્ભર ભાવનાબેન ત્રાંબડીયાની ખાસ ખબર સાથે વિશેષ મુલાકાત…
એક એવા મહિલા કે જે માત્ર રસોડું કે ઘર સંભાળી ખુશ નથી.પોતાનાં પરિવાર,પોતનું ગામ અને દેશ માટે એક મિશન પર નિકળ્યાં છે. આ મહિલા એટલે કોયલી ગામનાં ભાવનાબેન વલ્લભભાઇ ત્રાંબડીયા. કોયલીનાં ભાવનાબેન ત્રાંબડીયાનો જન્મ 1 જૂન 1972માં ગીર ખોરાસામાં સામાન્ય પરિવારમાં થયો હતો. પિતા અને પરિવાર ખેતી સાથે જોડાયેલો હતો. ભાવનાબેને ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો. બાદ ભાવનાબેનનાં લગ્ન 1990માં જૂનાગઢ નજીકનાં કોયલી ગામે વલ્લભભાઇ ત્રાંબડીયા સાથે થયા. વલ્લભભાઇ ખેતી સાથે જોડયેલા હતા અને ટુંકી જમીનમાં ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતાં. ભાવનાબેન ખેતીનાં કામમાં પારંગત હતાં. ભાવનાબેન ત્રાંબડીયાએ જણાવ્યું હતું કે, 1990માં લગ્ન કરીને આવી ત્યારે સયુંક્ત પરિવારમાં રહેતા હતાં. લગ્ન બાદ આઠ વર્ષ સુધી સયુંક્ત પરિવારમાં રહ્યાં. બાદ અમે પરિવારથી અલગ થયા. ટુંકી જમીન હતી. ખુબ મહેનત કરતા હતાં. ઓછા મજુર રાખી હું અને મારા પતિ વધુ કામ કરતા હતાં. 18 કલાક કામ કરતા હતાં. બે સંતાન થયા. તેમનાં અભ્યાસ માટે ફીની પણ મુશ્કેલી હતી.ત્યારે આર્થીક સ્થિતી ખરાબ હતી. ખેતીની આવક થતી તે ઘર ખર્ચ અને અન્ય ખર્ચમાં વપરાઇ જતી હતી.
- Advertisement -
કાળી મહેનત કરનાર ભાવનાબેન બહેનોને આપી રહ્યાં છે રોજગારી: ખાતર પણ ઘરે બનાવે છે
ઘેર પંચગવ્યની 60થી વધુ પ્રોડકટ બનાવી વિદેશ સુધી મોકલે છે: 882 ડોલરની કમાણી કરી
સંતાનનાં અભ્યાસ માટે ઉમીયા પરિવારે લોન આપી હતી. ત્યારે એક જ મકાન હતું. તે સમયે હું અને મારા પતિ 90 ટકા ખેતીનું કામ હાથે કરતા અને 10 ટકા મજુર પાસે કરાવતા હતાં. આ દિવસોમાં વંથલીમાં આરએસએસની મિટીંગ હતી અને મિટીંગમાં અમે બે જ બહેનો ગયા હતાં. અને સ્વદેશી વસ્તુ અને સ્વદેશી પ્રોડકટ બનાવવા પર ચર્ચા અને માર્ગદર્શન આપ્યું હતું. બાદ આત્મ પ્રોજેકટમાં જોડાઇ. પરંતુ આત્મ પ્રોજેકટમાં તાલીમ માટે 60 બહેનો હોવા જરૂરી હતાં. હું ઘેર ઘેર જઇ બહેનોને સમજાવ્યાં અને તાલીમમાં લઇ ગઇ. અહીંથી મારા જીવનનો ટર્નિગ પોઇન્ટ આવ્યો. ઘરે પંચગવ્યની વસ્તુ બનાવવાનું શરૂ કર્યું. લોન મળી હતી,તેમાથી વસ્તુ બનાવવાનાં સાધનો વસાવ્યાં. શરૂઆતમાં એકલા હતાં. બાદ અન્ય બહેનોને પણ તેમા જોડ્યાં. બાદ 3 વર્ષ પહેલા ગોપી મંગળ જુથની રચના કરી અને ગોપી મંગળ જુથની બહેનો દ્વારા જુદીજુદી વસ્તુ બનાવવાનું શરૂઆત કરી. પરંતુ તેના વેંચાણનો પ્રશ્ર્ન હતો. ત્યારે મારા બન્ને પુત્ર કે જેમે ઉચ્ચઅભ્યાસ પ્રાપ્ત કરી નોકરી કરતા હતાં. તે નોકરી છોડી મારી સાથે જોડાયા. વસ્તુનું પેકીંગ અને માર્કેટીંગ કરવા લાગ્યાં. વસ્તુનો માંગ વધવા લાગી. વધુ લોકોની કામમાં જરૂર પડવા લાગી. આજે ચાર બહેનો મારે ત્યાં કાયમી નોકરી કરે છે અને અન્ય 20 બહેનો પોતાનાં ઘેર બેસી કામ કરી રહ્યાં છે. પંચગવ્યની 60 વધુ વસ્તુઓ બનાવીએ છીએ.જેમાં અગરબતી,તેલ,ફીનાઇલ, કોડીયા,ફેસપેક, અર્જૂન ચા, ગુલાબજળ સહિતની વસ્તુ બનાવીએ છીએ અને જુદાજુદા મેળામાં વેંચાણ માટે જઇએ છીઅ.તેમજ તાજેતરમાં ડીડીઓ મિરાંત પરિખ સાહેબનાં માર્ગદર્શનમાં ઓનલાઇન વેંચાણ માટે એમઓયુ કરવામાં આવ્યાં છે. જેના કારણે વિદેશમાંથી પણ ઓડર મળી રહી છે. 882 ડોલરનો વિદેશમાંથી ઓડર મળ્યો છે. ભાવનાબેન ત્રાંબડીયાએ કહ્યું હતું કે, મહિલાઓને ગામમાં તો રોજગારી આપી રહ્યાં છીએ. પરંતુ શાપુર,વાડલા,નાકરાણા સહિતનાં ગામનાં 20 જેટલા બહેનોને માર્ગદર્શન આપી આત્મનિર્ભર બનાવવામાં મદદ કરી છે. સામાન્ય રીતે મહિલા પ્રત્યે મહિલામાં ઇર્ષાભાવ હોય છે. પરંતુ મહિલા જ મહિલાની મદદ કરે તો જ મહિલા આત્મનિર્ભર બની શકે. તેમજ 10 વીધા જમીનમાં ગાય આધારાતી ખેતી કરીએ છીએ. પહેલા ચાર ગાય હતી.આજે 40 ગાય છે. ઘરની 10 વીધા જમીન ઉપરાંત અન્ય 10 વીઘા જમીન ભાડે રાખી છે. ઓર્ગેનીક ખેતી કરી ઓર્ગેનીક વસ્તુનું વેચાણ કરીએ છીએ. તેમજ પંચગવ્ય આધારીત ખાતર પણ બનાવીએ છીએ. તમામ વસ્તુ પ્રાકૃતિક છે. પ્રકૃતિને બચાવવામાં ગાય જ મહત્વની છે. પંચગવ્ય વસ્તુનો લોકોએ વધુમાં વધુ ઉપયોગ કરવો જોઇએ. દિવાળીનાં પર્વમાં 50 હજાર કરતા વધુ કોડીયા બનાવ્યાં છે. ગણેશ મહોત્સવમાં ગાયનાં છાણમાંથી ગણેશજી પ્રતિમા બનાવી હતી. તેમજ રક્ષાબંધનમાં રાખડી પણ બનાવી હતી.
1.50 લાખનું મહિને ટર્નઓવર: 8 જેટલાં એવોર્ડ
ભાવનાબેન ત્રાબડીયાએ કહ્યું હતું કે, મહિને 1.50 લાખનું ટર્નઓવર છે. નફો 40 ટકા જેટલો છે. પ્રથમ વખત મેળામાં વસ્તુ વેંચવા મુકી હતી, ત્યારે 60 હજારનો નફો થયો હતો. ગુજરાતમાં થતા સરકારી મેળામાં વેંચાણ માટે જઇ છીએ. તેમજ આજ સુધીમાં સરકાર દ્વારા આઠ જેટલા એવોર્ડ મળ્યાં છે. જેમાં પુશપાલીન એવોર્ડ, આત્મા પ્રોજેકટ, શ્ર્વેતક્રાંતનો સહિતનાં એવોર્ડ મળ્યાં છે.
નરેન્દ્રભાઇ મોદીને મળવું અને કોયલીને નંબર વન બનાવવું છે
ભાવનાબેન ત્રાબડીયાએ કહ્યું હતું કે, ઙખ નરેન્દ્રભાઇ મોદીએ આત્મનિર્ભર મિશન ઉપાડયું છે. લોકોને આત્મનિર્ભર બનાવી રહ્યાં છે. ત્યારે એક વખત ઙખ મોદીને મળવાની ઇચ્છા છે. તેમજ ગુજરાતમાં કોયલી ગામને નંબર વન બનાવવું છે. લોકોને કેમિકલ યુક્ત ખોરાકમાંથી મુક્તિ આપવવી છે. સવારે ઉઠીએ ત્યાંથી કેમિકલ વાળી વસ્તુનો વપરાશ શરૂ થાય છે. તે ઓછો થાય તેવી ઇચ્છા છે અને લોકો પ્રાકૃતિક ખેતી અને ગાય આધારીત બને તેવી ઇચ્છા છે.
સસરા મારા ગુરૂ, પરિવારનો પુરતો સહકાર
ભાવનાબેને જણાવ્યું હતું કે,મને વાવણી કરતા પણ આવડે છે. મારા સસરા ખુબ જ હોશિયાર હતાં. તેમની પાસેથી ઘણું શિખવા મળ્યું. મારા સસરા જ મારા ગુરૂ છે. તેમજ પરિવારમાં મારા પતિ અને બન્ને પુત્રનો પુરતો સહકાર મળે છે. આજે યુવાનો ખેતી છોડીની નોકરી કરવા જાય છે.ત્યારે મારા સંતાનો નોકરી છોડી ઓર્ગેનિક ખેતી કરી રહ્યાં છે અને અમારી પ્રોજેકટનું માર્કેટીંગ કરી રહ્યાં છે. ઇશ્ર્વરમાં ખુબ જ શ્રધ્ધા છે. ગાયમાં ઇશ્ર્વરનો નિવાસ છે. ગાય પર્યાવરણ અને સૃષ્ટિને બચાવી શકશે.