15મી ઓગસ્ટના રોજ ટ્રાન્સજેન્ડર સહિત અન્ય કેદીઓની સજા માફ કરશે
ખાસ-ખબર સંવાદદાતા
આઝાદીએ આપણા સ્વતંત્ર સેનાનીઓએ આપેલી અમૂલ્ય ભેટ છે. દેશના સ્વતંત્ર સંગ્રામમાં શહીદ થયેલા સ્વતંત્ર સેનાનીઓ દેશ માટે આઝાદીની લડતમાં આપણને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી આપાવી હતી.જેના ભાગરુપે સમગ્ર દેશમાં 75માં ગણતંત્ર નિમિત્તે ‘આઝાદી કા અમૃત મહોત્સવની’ ઉજવણી કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર મહિલાઓ અનેકિન્નર કેદીઓને મોટી ભેટ આપશે. દેશની જુદી જુદી જેલમાં સજા ભોગવી રહેલ મહિલાઓ સાથે કિન્નર કેદીઓને લઈને સારા સમાચાર આવ્યા છે. 75મા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ નિમિત્તે કેન્દ્ર સરકાર આ કેદીઓેને જેલમાંથી મુક્તિ આપશે. કેન્દ્રએ દરેક રાજ્ય સહિત કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને કેદીઓને છોડવા માટે જાણ કરી દીધી છે. સરકાર તેમની બાકી રહેલી સજા માફ કરવા જઈ રહી છે.
- Advertisement -
કેન્દ્ર સરકાર આઝાદીના 75મી વર્ષગાંઠના નિમિતે ત્રણ ફેઝમાં મહિલા ટ્રાન્સજેન્ડરોને જેલમાંથી મુક્તિ મળશે. આ આગામી 15મી ઓગસ્ટના દિવસે ફેઝ 1માં અમુક જ કેદીઓને છોડવામાં આવશે ત્યારબાદ ફેઝ 2માં 26મી જાન્યુઆરીના 2023ના રોજ બીજા કેદીઓની સજા માફ કરાશે અને ત્રીજા ચરણની શરુઆત 15મી ઓગસ્ટ 2023ના રોજ બાકી રહેલા કેદીઓની ઘરવાપસી થશે.
કયા કેદીઓનો સમાવેશ
કેન્દ્ર સરકાર દ્વારા 50 વર્ષથી વધુ વયની કિન્નર અને મહિલાઓ સહિત 60 વર્ષથી વધુ વયના પુરુષ અને દિવ્યાંગ કેદીઓ જે અડઘી સજા ભોગવી ચૂક્યા છે. એવા કેદીઓને જેલમાંથી છોડવામાં આવશે.
ગરીબ વર્ગના કેદીઓ જેમણે સજા ભોગવી લીધી છે પરંતુ દંડની રકમ નહિ ભરવાને કારણે જે કેદીઓ સજા ભોગવી રહ્યા છે એવા કેદીઓની સજા માફ કરાશે. 18 થી 21 વર્ષના યુવાન વયના જે આરોપી સજા ભોગવી રહ્યા છે. તેમના છેલ્લા ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન તેમના વર્તનના આધારે સજા માફી પર પરામર્શ કરાશે. કેન્દ્રએ વધુમાં જણાવ્યુ હતું કે, કેદીઓનો છેલ્લા ત્રણ વર્ષમાં વર્તન કેવું રહયું છે, આતંકવાદી ગતિવિધીઓમાં સામેલ, રેપનો આરોપી, દહેજ માટે હત્યા, મની લોન્ડરિંગ, જેવા અનેક ગુનામાં સજા ભોગવી રહેલા કેદીઓને મુક્તિ મળશે નહિં.