ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ સીટી પોલીસ એસ.એમ.ઈશરાણી નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ વેરાવળ સીટી વિસ્તારમાં વુમન પોલીસ કોન્સટેબલ સુરૈયાબેન સલીમભાઇ બ્લોચતથા કોન્સ્ટેબલ કાજલબેન રાજશીભાઇ સોલંકી પો.કોન્સ અજીતભાઇ જેસીંગભાઇ મોહનભાઇ નથુભાઇ એ રીતેના સભ્યો પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન રામ ભરોસા ચોકથી રેલ્વેસ્ટેશન જતા રોડ ઉપર સામેથી એક અજાણી માનસિક અસ્વસ્થ વૃધ્ધ મહિલા નજરે પડેલ હોય અને થોડા સમય પહેલા ગીર-સોમનાથ પોલીસ ગૃપમાં એક વૃધ્ધ મહિલા પોતાના સ્વજનોથી વિખુટી પડેલ નો વ્હોટસએપ મેસેજ આવેલ જેમાં વૃધ્ધ મહિલાનો ફોટો જોઈ વેરીફાઇ કરતા સદર ફોટો આ વૃધ્ધ મહિલાનો હોય જેથી સદરહુ વૃધ્ધ મહિલાને વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે લાવી વૃધ્ધ મહિલા સાથે લાગણીપુર્વક સબંધ કેળવી કાઉંસેલીંગ કરેલ.અને પોતેપોતાનુ નામ બેનાબેન જણાવેલ અને પોતે પોતાની દિકરી ને ત્યાં કડોદરા ગામે રહેતા હોવાનુ જણાવેલ અને પોતે કોઈને કહ્યા વગર કડોદરા ગામથી વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે દવા લેવા માટે આવેલ હતા અને પોતે પોતાના પરિવાર થી વિખુટા પડી ગયેલ હતા.આમ કડોદરા ગામે તેમના તેના વાલી વારસની તપાસ કરતા સદર વૃધ્ધ મહિલાના દિકરી ગીતાબેન દીપુભાઇ પરમાર ઉ.વ.34 રહે-ગામ કડોદરા તા.કોડીનાર જી-ગીર સોમનાથ નો સંપર્ક કરી તેમને રૂબરૂ વેરાવળ પોલીસ સ્ટેશન બોલાવી સદરહુ વૃધ્ધ મહિલાની ઓળખ- બેનાબેન હીરાભાઇ સોસા વાળા હોવાનુ અને છેલ્લા થોડાક સમયથી માનસિક સ્વસ્થતા ગુમાવી દેતા ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયેલ હોવનુ હકીકત જણાવતા હોય સદર ઈસમ ગીતાબહેન ની માતા થતા હોય જેથી તેમની દિકરીને સોંપી માતા દિકરીનું સુખદ મિલન કરાવી આપેલ.અને માનવતાની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ ગણાય તેવી પ્રશસનીય કામગીરી કરેલ છે .
વૃધ્ધ મહિલાને તેમના પરિવાર સાથે મિલન કરાવતી મહિલા પોલીસ
