ડૉક્ટરની બેદરકારીથી મૃત્યુ થયાના આક્ષેપ સાથે પરિવારનો હોબાળો
એક પુત્ર અને એક પુત્રીએ માતાનું છત્ર ગુમાવતાં પરિવારમાં શોક
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાની થાનગઢ સરકારી હોસ્પિટલમાં કુટુંબ નિયોજનના ઓપરેશન દરમિયાન મહિલાનું મોત થતા પરિવારજનોએ હોબાળો કર્યો હતો પરિવારજનોએ મહિલાનું મોત ડોક્ટરની બેદરકારીથી થયું હોવાનો આક્ષેપ કર્યો છે ઘટનાની જાણ થતા પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહ રાજકોટ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લાની થાનગઢમાં રહેતા કંચનબેન ભગવાનજીભાઈ પરમાર ઉ.28 થાનની સરકારી હોસ્પિટલમાં નસબંધીનું ઓપરેશન માટે આવેલી મહિલાનું મોત નીપજતા ભારે હોબાળો થઈ જવા પામ્યો હતો અને ડોક્ટર સામે અનેક પ્રકારના આક્ષેપો પણ થયા હોવાનું સામે આવ્યું છે હોસ્પિટલમાં મૃતકના સંબંધીઓના ટોળેટોળા પણ ઉમટી પડ્યા હતા મોડી રાત્રે હોબાળો મચાવ્યો હતો ત્યારે નસબંધીનું ઓપરેશન દરમિયાન સાજી સારી આવેલી મહિલાનું અચાનક જ આ રીતે મોત નીપજતા પરિવારમાં પણ ભારે શોખનો માહોલ થવા જેવા પામ્યો હતો પેટના ભાગે કાપો મૂક્યા બાદ મોત થયું હતું ત્યારે સરકારી હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટરની બેદરકારી સામે આવતા તેની તપાસના ચક્રો પણ ગતિમાન કરવામાં આવ્યા હતા કાયદો વ્યવસ્થા કથડે નહીં અને કંઈ અનિચીય બનાવ ન બને તે માટે ડીવાયએસપી અને પોલીસ સ્ટાફને પણ બોલાવી લેવામાં આવ્યો હતો થાનગઢની સરકારી હોસ્પિટલના તબીબોની બેદરકારીથી મૃત્યુ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો તે પછી મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પીએમ અર્થે મૃતદેહ રાજકોટ ખસેડવામાં આવ્યો છે બનાવની કરુણતા એ છે કે કંચનબેનના લગ્ન દસ વર્ષ પૂર્વે થયા હતા મહિલાના મોતથી 8 વર્ષના પુત્રએ અને 1 વર્ષની પુત્રીએ માતાનું છત્ર ગુમાવ્યું છે.