શારજાહથી આવેલી મહિલાને શંકાના આધારે રોકી તપાસ કરતા શરીરમાંથી કેપ્સુલો મળી
ખાસ-ખબર સંવાદદાતા
શાહજહાથી એક મહિલા માદક પદાર્થની 81 કેપ્સુલ ગળીને ભારત આવી હતી. જેને કોઇમ્બતૂર એરપોર્ટ પર ગુપ્તચર વિભાગની ટીમે ઝડપી લીધી હતી. આ અંગેની વિગત મુજબ શાહજહાથી એક મહિલા માદક પદાર્થની 81 જેટલી કેપ્સુલ ગળીને ભારત આવી હતી. તમિલનાડુના કોઇમ્બતૂર એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ અધિકારીઓએ આ મહિલા યાત્રીને રોકી અને ચકાસણી કરતા તેના શરીરમાં ઉપરોક્ત કેપ્સુલોનો જથ્થો મળી આવ્યો હતો. આ મહિલા 6 મેએ યુએઇના શાહજહાથી કોઇમ્બતૂર પહોંચી હતી. શંકા થતા ગુપ્તચર ટીમે મહિલાની પૂછપરછ કરી હતી અને તપાસ કરતા તેના શરીરમાં કેપ્સુલોનો જથ્થો નજરે પડ્યો હતો. બાદમાં ડોક્ટરોની મદદથી તેના શરીરમાંથી 81 કેપ્સુલ જપ્ત કરાઇ હતી. આ કેપ્સુલ મેથેમ્ફટામાઇમ માદક પદાર્થની હતી.
કોઇમ્બતૂર એરપોર્ટ પર પેટમાં નશીલી કેપ્સ્યુલના જથ્થા સાથે મહિલા પકડાઈ



