શરીરના દરેક ભાગમાં લાકડા, ધોકા,ચાકુ સહિતના હથિયારથી ઇજાઓ પહોંચાડી નિર્દય રીતે હત્યા કરવામાં આવી
ખાસ-ખબર ન્યૂઝપોરબંદર, તા.9
- Advertisement -
પોરબંદરના કર્લી નજીક ઝૂંપડ પટ્ટીમાં રહેતી મહિલાને મલ્ટીપલ ફેક્ચર કરી ક્રુરતા પૂર્વક હત્યા નીપજાવાની ઘટના સામે આવી છે. આ મહિલા તેના પતિને છોડીને પ્રેમી સાથે હારતોરા કરી પ્રેમી સાથે રહેતી હતી. હત્યા છુપાવવા ગેરકાનૂની પતિએ મૃતક પત્નીની લાશની અંતિમ વિધિ માટે સ્મશાને લઈ જતો હતો ત્યારે કાનૂની પતિ જોઈ જતા અને તેને ફોન 52 બાતમી મળતા કાનૂની પતિએ પોલીસને જાણ કરી દેતા પોલીસ પહોંચી હતી અને હત્યાનો ભાંડો ફૂટ્યો હતો. આ મહિલાને પગના તળિયા તથા પ્રાઇવેટ પાર્ટ્સ છોડી શરીરના દરેક ભાગમાં લાકડા, ધોકા, ચાકુ સહિતના હથિયારથી ઈજાઓ પહોંચાડી નિર્દય રીતે હત્યા કરી નાખવામાં આવી છે. કાનૂની પતિની ફરિયાદ મુજબ પોલીસે મહિલાના ગેરકાનૂની પતિ અને સાસુને હસ્તગત કરી તપાસ હાથ ધરી છે.
અમદાવાદ ખાતે અંદાજિત 12 વર્ષ પહેલા રાકેશ ઉર્ફે રાજુ સોમનાથ ગાયકવાડ અને સંગીતા તુકારામ માંગ નામની યુવતીએ હારતોરા કરી લગ્ન કર્યા હતા અને થોડા વખત પછી બન્ને દંપતી પોરબંદર રહેવા આવ્યા. હતા. ત્યારે અંદાજે 10 વર્ષ પહેલા સંગીતાને સાજન કાલુભાઇ ડાભી સાથે આંખ મળી જતા સંગીતાએ પતિ રાજુને મૂકીને સાજન સાથે હારતોરા કરી પતિ માની લીધો હતો. અને સાજણ સાથે સંગીતા કર્લીના પુલ પાસે ઝુપડ પટ્ટી વિસ્તારમાં રહેવા લાગી હતી. આ દરમ્યાન સંગીતા અને સાજનને સંતાનમાં 1 પુત્રનો જન્મ થયો હતો. ગઈ કાલે વહેલી સવારે સંગીતા મૃત્યુ પામી હતી અને વાહન મારફત સાજન, તેની માતા, બહેન રેખા અને બનેવી લખન ીતાની અંતિમ વિધિ માટે સ્મશાન તરફથી નીકળ્યા હતા
ત્યારે ચોપાટી નજીક ફૂટપાથ પર રહેતો કાનૂની પતિ રાજુ તેને જોઈ ગયો હતો અને તે દરમ્યાન રાજુને કર્લી ઝૂંપડ પટ્ટીમાં રહેતો રાજુનો સબંધી મંગલભાઈનો ફોન આવ્યો હતો અને સંગીતાની હત્યા થઈ છે, અને હત્યા તેના પતિ અને સાસુએ કરી હોવાનું જણાવ્યું હતું જેથી રાજુએ તાકીદે આ અંગે પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે ચોપાટી નજીકથી ટ્રેકટરને આંતરીને મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યા તપાસ દરમ્યાન સંગીતાની હત્યા થઈ હોવાનો ભાંડો ફૂટ્યો હતો.સંગીતાને શરીરમાં મલ્ટીપલ ફેક્ચર કરવામાં આવ્યા હતા. સંગીતના માથામાં, મોઢા પર, છાતીમાં, સાથળ, બન્ને પગ, બન્ને હાથમાં લાકડા, ધોકા, ચાકુ, લોખંડ વડે ક્રૂરતા પૂર્વક માર મારી ઈજા પહોંચાડી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. આ અંગે સંગીતાનો કાનૂની પતિ રાજુ ગાયકવાડે પોલીસમાં ફરિયાદી બની હત્યા કરનાર સાજન અને તેની માતા ફુલીયાબેન સામે ફરિયાદ નોંધાવતા પોલીસે સાજન અને તેની માતા ફુલીયાબેનને હસ્તગત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.