ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
એન. એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ્સ ગર્વથી ‘ઉર્જા’ના લોંચની ઘોષણા કરે છે જે એક અત્યાધુનિક લિનેક (લિનિયર એક્સિલરેટર) છે. જે રાજકોટ અને આસપાસના સૌરાષ્ટ્ર પ્રદેશ, જેમાં જૂનાગઢ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર અને જામનગરનો સમાવેશ થાય છે ત્યાંના લોકો માટે અત્યાધુનિક રેડિયેશન થેરાપી અને કોમ્પિહેન્સિવ કેન્સર કેર લાવે છે. ‘ઉર્જા’ અત્યાધુનિક લિનેક ટેકનોલોજી બ્રેસ્ટ, બ્રેઈન, કરોડરજ્જુ, માથા, ગરદન, ફેફસાં, સ્ત્રીરોગ, ત્વચા, ગુદામાર્ગ, લીવર અને પ્રોસ્ટેટ કેન્સર સહિત વિવિધ પ્રકારના કેન્સર સામે લડતા દર્દીઓને રેડિયેશન થેરાપી પૂરી પાડશે.
વોકહાર્ટ હૉસ્પિટલ્સ દ્વારા કેન્સર સારવાર માટે ‘ઉર્જા’ અત્યાધુનિક લિનેક ટેકનોલોજીનો પ્રારંભ



