અગાઉની મોડસ ઓપરેન્ડીથી વધુ એક પ્રાંતિજના શખ્સ સાથે છેતરપિંડી આચરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.20
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે એક મહિનામાં બીજી વખત ડોલર આપવાના બહાને છેતરપિંડી આચરવાનું સામે આવ્યું છે. જેમાં આગાઉ અમદાવાદના યુવાનને વિશ્વાસમાં લઈ ડોલર આપવાના બહાને દશ લાખની છેતરપિંડી આચરી હતી જે અંગેની ગુન્હો પણ લીંબડી પોલીસ મથકે નોંધાયો છે ત્યારે વધુ એક આ પ્રકારનો કિસ્સો લીંબડી ખાતે સામે આવ્યો હતો જેમાં સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકા ખાતે રહેતા નવનિતભાઈ ભાઈલાલભાઈ પટેલ તારીખ 7 સપ્ટેમ્બરના રોજ પોતાની દુકાને હાજર હોય ત્યારે મુકેશભાઈ નામના ઇશામનો ફોન આવેલ અને તેઓ દ્વારા અગાઉ સગાઈની વાત કરી હોવાથી યુવાનને પિતાની ઓળખ આપી ભંગારના સેલમાંથી ડોલર નીકળ્યા હોવાનું જણાવતા સસ્તા ભાવે ડોલર આપવાનું જણાવ્યું હતું જેથી આ અંગે યુવાને પોતાના મિત્ર અમિતભાઇને વાત કરી હતી જેથી અમિતભાઈ ડોલર લેવા માટે તૈયારી દર્શાવતા બંને મિત્રો ડોલર લેવા માટે મુકેશભાઈના સંપર્ક કરતા તેઓએ જીતુભાઈ નામના ઇશમનો સંપર્ક કરાવી ડોલરનું સેમ્પલ લીંબડી ખાતે આવીને લઈ જવા જણાવ્યું હતું જેથી બંને મિત્રો લીંબડી આવી એક ડોલર સેમ્પલ માટે લઈ જઈ વિશ્વાસમાં આવી જતા ફરીથી 8571 ડોલર લેવા માટે 6.20 લાખ રૂપિયા લઈ લીંબડી ખાતે આવતા જીતુભાઈ દ્વારા એક અજાણ્યા માણસને લીંબડી બસ સ્ટેન્ડ ખાતે મોકલી બંને મિત્રોને થેલીમાં ડોલર દેખાડી બાદમાં ચતુરાઈથી થી બદલી નાખી હતી જ્યારે બંને મિત્રો કરણ ઘર તરફ પરત જતા હતા ત્યારે અમિતભાઇ દ્વારા થેલીમાં તપાસ કરતા માત્ર 175 ડોલર નીકળતા વારંવાર ફોન કરવા છતાં મુકેશભાઈ તથા જીતુભાઈ દ્વારા ફોન નહીં ઉઠાવતા અંતે છેતરાયા હોવાની જાણ થતા નવનીતભાઈ પટેલ દ્વારા મુકેશભાઈ જીતુભાઈ તથા એક અજાણ્યા ઇશમ વિરુધ લીંબડી પોલીસ મથકે ગુન્હો નોંધાવી કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
સુરેન્દ્રનગર LCB દ્વારા છેતરપિંડી આચરનાર એક શખ્સને ઝડપી લીધો
લીંબડી પોલીસ મથક ખાતે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના યુવાનને સસ્તાભાવે ડોલર આપવાનું કહી લીંબડી ખાતે બોલાવી સેમ્પલ તરીકે એક ડોલર આપી વિશ્વાસ બાંધતા યુવાનને વધુ ડોલર લેવા માટે જણાવતા 6.20 લાખ રૂપિયા લઈ નાશી ગયા હતા જે અંગે લીંબડી પોલીસ મથકે ત્રણ વિરુધ ગુન્હો નોંધાયો હતો આ ફરિયાદના આધારે સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના ટીમ દ્વારા તપાસ હાથ ધરી ભાવનગરના અજય હિંમતભાઈ ચુડાસમાને ઝડપી લઇ તેની પાસેથી 2.90 લાખ રૂપિયા રોકડ, એક બાઈક કિંમત 50 હજાર તથા એક મોબાઇલ કિંમત 500 રૂપિયા એમ કુલ 3,40,500 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી લીંબડીના ડોલર છેતરપિંડી ગુન્હાનો ભેદ ઉકેલી એક શખ્સને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.



