નિયમો ભંગ કરનારા 43,447 વાહન ચાલકને ઇ-ચલણ ઈશ્યુ કરાયા
ખાસ-ખબર સંવાદદાતા
સોમનાથ વેરાવળના રોડ એન્ટ્રી પોઈન્ટ નમસ્તે સર્કલ થી છેક સફારી સર્કલ સુધી તેમજ વેરાવળ પાટણ ટાવર ચોક સોમનાથ મંદિર સુધીના મુખ્ય માર્ગો ઉપર નાઇટ વીઝન હાઇ ડેફીનેશન નેત્રમ સીસીટીવી કેમેરાઓ ગોઠવાયેલા છે.180 જેટલા કેમેરાઓ 170 ફીલ્ડમા 38 જંકશન ઉપર સતત સ્થિર મુવીંગ અને બાજ નજર રાખતા રહે છે.જેના કેદ થયેલા ચિત્રો પોલીસ ભવન ઈણાજ ખાતેની ક્ધટ્રોલ કચેરીમાંના વિશાળ સ્ક્રીન ઉપર જુદા જુદા વિસ્તારોમાં ફ્રેમ ઉપર ટાઇમ નોંધ સાથે ઝીલાંત રહે છે.આ સીસીટીવી કેમેરાને કારણે 11 માર્ચ 2020 થી 12 ઓગસ્ટ 2022 સુધી 43,447 વાહન નિયમો ભંગ કરનારાઓને ઇ -ચલણ ઈસ્યુ કરાયા છે. તેમજ 55 જેટલા ગુન્હાએ ડીટેક્ટ કરાયા છે.ગુમ થયેલા વ્યક્તિ શોધવા, સોમનાથ મંદિરે આવતા વી.વી.આઇ.પી પોલીસ બંદોબસ્તને લગતી બાબતો શોધવા, ગુન્હાઓ ઉકેલવામાં આ કેમેરા ખુબ જ ઉપયોગી બન્યા છે.
- Advertisement -
અત્યારે સુધી 20,100 ઈ – ચલણ ભરાયાં છે અને જેની રકમ રૂપિયા 46,22,500 થવા જાય છે.પોલીસ ક્ધટ્રોલ ભવન ખાતે ટેકનીકલ વર્ક તેમજ પોલીસ મોનીટરીંગ માટે 8 ઈન્જીનીયર 17 પોલીસ કેમેરા ઉપર નજર અને કાર્યવાહી કરવા તથા 2 ઈન્જીનીયર કેમેરા મેન્ટેનન્સ માટે 24 કલાક કાર્યરત રહે છે.