ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
સતત પ્રજાલક્ષી અને પદયાત્રીઓની સેવામાં કાર્યરત એવું વિસાવદરના બૌદ્ધિક અને વેપારી વર્ગના યુવાન 16 મિત્રોનું ગ્રુપ જે સેવારત્ત્ રહે છે તેમના સહકાર થી વિસાવદરના 89 ભાઈઓ અને બહેનોના અવસાન બાદ મુક્તિધામ (સ્મશાન)ખાતે અસ્થિ પૂજનનો કાર્યક્રમ વિદ્વાન શાસ્ત્રી એવા ભુપત દાદા મહેતાના મંત્રોચાર સાથે દરેક સ્વજનોના હસ્તે પૂજન કરીને અસ્થિ કુંભમાં પધરામણી કરાવેલ હતી. ત્યાર બાદ તુરંત વ્યવસ્થા મુજબ હરિદ્વાર ખાતે રવાના કરવામાં આવેલ હતા, આ સમગ્ર કાર્યક્રમમાં એડવોકેટ નયનભાઈ જોશી એ કહ્યું કે આ તકે અમે ભવિષ્યમાં વિસાવદર સ્મશાન ભૂમિને સરકાર નગરપાલિકા અને નગરજોના સહકારથી આધુનિક બનાવવા માટે પ્રયત્નશીલ છીએ અને રહેશું , અસ્થિ બેંક ગિરનારી ગ્રુપને સર્વ પ્રકારનો સહકાર આપીશું તેમ જ શાસ્ત્રી જસ્મીનભાઇ જાનીએ વેદમાં અસ્થિ વિસર્જનનું મહત્વ અને અગત્યતા વિશે વિસ્તૃત સમજણ આપેલ હતી. રમણીકભાઈ દુધાત્રાએ અસ્થિ બેંકની અવિરત સેવાને બિરદાવેલ હતી વિશેષ તો ગિરનારી ગ્રુપના સંયોજકો પૈકી જીતુ પરી ભોલેનાથ બાપુએ ગ્રુપની સાથે જોડાયેલા તમામ સભ્યોનો પરિચય અને કાર્ય કરવા માટેની પદ્ધતિ અને જવાબદારી જે સ્વીકારેલ છે.
વિસાવદર અસ્થિ બેંક ગિરનારી ગ્રુપના સહકારથી મૃતાત્માઓના મોક્ષાર્થે અસ્થિ વિસર્જન કરાયું
