આરોગ્યમંત્રી પાંચ દિવસ સૌરાષ્ટ્રમાં હોય રોજ રાત્રી રોકાણ સર્કિટ હાઉસ ખાતે કરાશે ત્યારે તાત્કાલિક ધોરણે રાજકોટ સિવિલ હોસ્પિટલ, જનાના તથા પદ્મકુંવરબા હોસ્પિટલમાં યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં તમામ ડસ્ટબીનને ચોખ્ખી કરાઇ હતી.
- Advertisement -
ઘણા મહિનાઓથી જામેલી લીલ, કચરાઓની પણ સફાઇ કરવામાં આવી હતી. ત્યારે પદ્મકુંવરબા હોસ્પિટલમાં પણ ઘણા સમયથી સફાઇ કરવામાં આવી ન હોય તેમ આજે રજા હોવા છતાં પણ સફાઇ માટે બોલાવતા સફાઇ સ્ટાફ તમામ કામ પડતાં મૂકીને હોસ્પિટલને ચોખ્ખી ચણક કરવાની કામગીરીમાં લાગી ગયા હતા.