હર્ષ સંઘવીએ પણ વિડીયો પોતાના સોશિયલ હેન્ડલમાં પોસ્ટ કર્યો છે અને એસટી વિભાગના કર્મચારીઓની સેવાને બિરદાવી
ખાસ-ખબર સંવાદદાતા
આજથી દિવાળીના તહેવારોની શરૂઆત થઇ છે. શાળા અને કોલેજોમાં દિવાળી વેકેશન થઇ ગયું છે. પોતાના ગામથી દૂર રહેતા લોકો તહેવાર પોતાના ગામમાં મનાવતા આવતા હોય છે. દિવાળી સહિતના તહેવાર દરમિયાન ગુજરાતના એસટી વિભાગની નાગરિકો માટેની પ્રતિબદ્ધતાને દર્શાવતો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં શેર થઇ રહ્યો છે, રાજ્યના ગૃહમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ પણ વીડિયો પોતાના સોશિયલ હેન્ડલમાં પોસ્ટ કર્યો છે અને એસટી વિભાગના કર્મચારીઓની સેવાને બિરદાવી છે.
ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા એક વીડિયો બનાવવામાં આવ્યો છે. દિવાળી સ્પેશિયલ બસ સુવિધા અંગે જણાવવામાં આવ્યું છે. જેમાં એક પરિવાર બસ પોર્ટ પર બેસેલું હોય છે અને પોતાના વતન જઇ રહ્યું હોય છે.
એસટી બસની રાહ જોઇ રહ્યાં હોય છે. ત્યારે મહિલા કહે છે કે આના કરતા આપણે ખાનગી બસમાં જતા રહ્યાં હોત તો વહેલા પહોંચી જાત ત્યારે હાજર મહિલના પતિ દ્વારા કહેવામાં આવે છેકે ખાનગી બસ ક્યાં આપણા ગામ સુધી જાય છે.
- Advertisement -
प्रिय गुजरात वासियों,
जब दीपावली पर अपने घर जाओ,
तब ड्राइवर और कंडक्टर को भी शुभकामनाएं देते जाना..
क्योंकि उनका परिवार आप ही हो!#SabkiDiwali 🪔 #GujaratPariwaar #EkWishToBantaHai pic.twitter.com/TOPIbmq6aF
- Advertisement -
— Harsh Sanghavi (@sanghaviharsh) November 10, 2023
આ વીડિયોમાં નુત્તન શરુ કરવામાં આવેલી યુપીઆઇ સિસ્ટમનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેથી બસમાં મુસાફરી કરતા મુસાફરોમાં છુટ્ટા પૈસાને લઇને મુશ્કેલી ન પડે. બસમાં મુસાફરી દરમિયાન એક બાળક દ્વારા તેના માતાને પૂછવામાં આવે છે કે આપણે દિવાળીમાં ગામ કેમ જઇ રહ્યાં છીએ. ત્યારે તેની માતા તેને કહે છે કે દિવાળી ખુશીઓનો તહેવાર છે. અને ખુશીઓ પરિવાર સાથે મનાવવી પડે છે. ત્યારે માસુમ બાળક કહે છેકે આ ક્ધડક્ટર અંકલ પણ ગામ જઇ રહ્યાં છે. એ સમયે ક્ધડક્ટરને ભાવુક થયેલા દર્શાવવામાં આવે છે. બાદમાં બસમાંથી ઉતરેલું બાળક ફરી બસમાં આવે છે અને ક્ધડક્ટરને મીઠાઇનું બોક્સ આપે છે અને દિવાળીની શુભકામનાઓ પાઠવે છે.
એક મીનિટના આ વીડિયો થકી ગુજરાત એસટી વિભાગ દ્વારા છેવાડાના ગામ સુધી બસ સેવા અને તહેવારો દરમિયાન એસટી વિભાગના કર્મચારીઓ, ડ્રાઈવર અને ક્ધડક્ટર પરિવાર સાથે તહેવાર માનવવાના બદલે નાગરિકોની સેવામાં ફરજ પર હાજર હોય છે તે દર્શાવવામાં આવ્યું છે. આ વીડિયો પોસ્ટ કરતી વખતે હર્ષ સંઘવીએ લખ્યું હતું કે, બસના ડ્રાઇવર અને ક્ધડક્ટરને પણ દિવાળીની શુભકામનાઓ પાઠવજો કારણ કે તેમનો પરિવાર તમે છો.આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને ડ્રાઇવર-ક્ધડક્ટરને સમર્પિત કરવામાં આવી રહ્યો છે.