આજથી 28 નવેમ્બર સુધી દક્ષિણ ભારત અને પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
દેશભરમાં હાલ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ઠંડીએ સમગ્ર દેશમાં પોતાની જમાવટ શરૂ કરી છે. ઉત્તર ભારતમાં ધુમ્મસમાં લપેટાઈ ગયું છે. ત્યારે દક્ષિણ ભારત અને પૂર્વોત્તર ભારતમાં વાવાઝોડા સાથે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આ અઠવાડિયે એક ચક્રવાતી તોફાન આવવાની સંભાવના વ્યક્ત કરી છે. ત્રણેય પહાડી રાજ્યોમાં બરફ પડી રહ્યો છે, જેનાથી દેશભરમાં હવા ઠંડી થઈ રહી છે. ડિસેમ્બર-જાન્યુઆરીના મહિનામાં લા નીના વાવાઝોડાના પ્રભાવથી ઉત્તર ભારતમાં સામાન્યથી વધારે ઠંડી પડવાની સંભાવના વૈશ્ર્વિક હવામાન સંસ્થા (ઠખઘ)એ જણાવી છે. ભારતીય હવામાન વિભાગે 28 નવેમ્બર સુધીની અપડેટ આપી છે.
હવામાન વિભાગના અહેવાલ અનુસાર, આજથી 28 નવેમ્બર સુધી દક્ષિણ ભારત અને પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસશે. અમુક જગ્યાએ ગાજવીજ સાથે પણ વરસાદ વરસી શકે છે. કેરળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, અંદમાન-નિકોબાર લક્ષદ્વીપ સમૂહ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વરસાદની સંભાવના છે. યનમ, માહે, કરાઈકલમાં પણ કેટલીક જગ્યાએ વરસાદ વરસી શકે છે.
આ વાવાઝોડાની અસરથી 35 કિલોમીટર પ્રતિ કલાકથી માંડી 45 કિલોમીટર પ્રતિ કલાક અને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. માછીમારોને અપીલ કરવામાં આવી છે કે, કોમોરિન વિસ્તાર અને મન્નારની ખાડી, દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી, દક્ષિણ અંદમાન સાગર, ઉત્તર અંદમાન સાગર, દક્ષિણ પશ્ર્ચિમ બંગાળની ખાડી, શ્રીલંકાનો દરિયાકાંઠો અને તમિલનાડુના દરિયાકાંઠે જવાનું ટાળવું.
- Advertisement -
હવામાન વિભાગના અહેવાલ મુજબ, 30 નવેમ્બર સુધી ઉત્તર ભારતમાં હવામાન શુષ્ક રહેશે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશમાં સવાર-સાંજ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળશે. દિવસે તડકો દેખાશે, પરંતુ તાપમાનમાં ઘટાડો થતાં જ ઠંડીનો અનુભવ થશે. દિલ્હી-ગઈછમાં વાયુ પ્રદૂષણ ઓછું થા લાગ્યું છે અને સવાર-સાંજ હળવું ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દિવસે તડકો નીકળતા જ રાહત મળે છે, પરંતુ સવાર-સાંજ તાપમાન ગગડતા જ ઠંડી અને ધુમ્મસનું વાતાવરણ દેખાવા લાગે છે. જોકે, વાવાઝોડા દરમિયાન હવામાન વિભાગે ધુમ્મસનું પ્રમાણ વધવાની આશંકા વ્યક્ત કરી છે.
ક્યારે આવશે વાવાઝોડું?
હવામાન વિભાગના અહેવાલ અનુસાર, અપર એર સાઇક્લોન પૂર્વી વિષુવવૃત્તીય હિન્દ મહાસાગર અને તેને અડીને આવેલા દક્ષિણ અંદમાન પર સક્રિય છે. જે સમુદ્રના મધ્ય ક્ષોભમંડળ સુધી ફેલાયેલું છે અને 23 નવેમ્બરે પશ્ર્ચિમ-ઉત્તર-પશ્ર્ચિમ તરફ દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી તરફ આગળ વધવાની શક્યતા છે. આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં દબાણનું ક્ષેત્ર બનશે. પૂર્વી વિષુવવૃત્તીય હિન્દ મહાસાગર અને તેને અડીને આવેલા દક્ષિણમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનની એક ટ્રફ રેખા રચાઈ રહી છે. અંદમાન સાગરથી મન્નારની ખાડી સુધી નીચાણવાળા અને મધ્ય ઉષ્ણકટિબંધીય સ્તરમાં ઉંચાઈ સાથે દક્ષિણની તરફ હવાનો ઝુકાવ હોવાથી એક પશ્ર્ચિમી વિક્ષેપ સક્રિય બન્યો છે. જેની અસરથી દરિયાકાંઠાના રાજ્યોમાં તોફાની હવા સાથે ભારે વરસાદની પણ ચેતવણી આપવામાં આવી છે.
ઉત્તરાખંડ-હિમાચલમાં બરફવર્ષાની સંભાવના, કાશ્મીરમાં શૂન્યથી નીચે તાપમાન
મળતી માહિતી મુજબ, આ અઠવાડિયે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારમાં બરફ પડવાની સંભાવના છે. જેનાથી મેદાની રાજ્યોમાં ઠંડી વધશે. વળી જમ્મુ-કાશ્મીરમાં બરફ પડવાના કારણે ઠંડીનો પ્રકોપ વધી ગયો છે. કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે ગગડી ગયું છે. શુક્રવારે શ્રીનગરમાં તાપમાન 0.4 ડિગ્રી રેકોર્ડ હતું. હવામાન વિભાગ અનુસાર, આવનાર 2-3 દિવસમાં જમ્મુ-કાશ્મીરમાં ઘણી જગ્યાએ ગાજવીજ સાથે હળવો વરસાદ તેમજ અનેક જગ્યાએ છૂટાછવાયેલા છાંટા જોવા મળશે. કાશ્મીરના ઉંચાણવાળા વિસ્તારોમાં હળવો બરફ પડવાની સંભાવના છે.