ભારે પવનના કારણે છેલ્લાં 4 દિવસથી રોપ-વે બંધ હતો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.02
જૂનાગઢ ગીરનાર પર્વત પર આવેલ સૌથી ઊંચો અને લાંબો રોપ-વે છેલ્લા ચાર દિવસથી ભારે પવનના લીધે બંધ રાખવાનો નિર્ણિય લેવામાં આવ્યો હતો જોકે આજે પ્રતિકૂળ વાતાવરણ જોવા મળ્યું હતું અને પવનની ગતિ ધીમી થતા આજે ફરી ગિરનાર રોપ-વે શરુ કરવામાં આવ્યો હતો અને ગીરનાર દર્શન કરવા યાત્રિકોએ રોપ-વેની સફર માણી હતી. ગીરનાર પર્વત પર છેલ્લા ચાર દિવસથી પ્રતિ કલાક 60 થી 65 કિમિની ઝડપે પવન ફુંકાતા રોપ-વે સેવા બંધ રખાઈ હતી
- Advertisement -
ત્યારે રોપ-વે દ્વારા ગીરનાર પર્વત પર આવેલ ધાર્મિક સ્થાનોના દર્શન કરવા આવતા યાત્રિકો પરત ફરી રહ્યા હતા જેમાં છેલ્લા ચાર દિવસમાં અંદાજે 4000 હજાર યાત્રિકો પરત ફર્યા હતા જોકે ઘણા યાત્રિકોએ ગીરનાર સીડી ચડીને ગીરનારની યાત્રા કરીને દેવ સ્થાનો દર્શન કર્યા હતા હવે આજથી પવન ગતિ ધીમી પડતા રોપ-વે આજથી ફરી રાબેતા મુજબ શરૂ કરતા ભાવિકો રોપ-વેની સફર માણીને અંબાજી મંદિર પોહચ્યાં હતા.