થોડા દિવસ અગાઉ માત્ર 100 ગ્રામ વજનના કારણે ડિસ્કોલીફાય કરાયેલ વિનેશ ફોગાટના કેસનો આજે ફેંસલો કરવામાં આવશે, જાણો તમામ વિગત.
વિનેશ ફોગાટની કોર્ટ ઓફ ઓબ્રિટ્રેશન ફોર સ્પોર્ટ્સ કેસ એડહોક ડિવીઝનમાં અપીલની સુનવાઇ પૂર્ણ થઇ ગઇ છે. આ સુનવાઇ પૂરા 3 કલાક ચાલી હતી. ભારતીય રેસલર વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાં ફાઇનલ પહેલા ડિસ્કોલીફાય કરવામાં આવી હતી. જેને આ બાબતની અપીલ કરી હતી. ફાઇનલ પહેલા તેમનું વજન 50 કિલો કરતા 100 ગ્રામ વધારે હતુ. જેને લઇ તેમને ડિસ્કોલીફાય કરવામાં આવ્યા હતા.
- Advertisement -
ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ને આશા છે કે નિર્ણય વિનેશના પક્ષમાં આવશે. IOAએ એક નિવેદનમાં કહ્યું કે, ‘ભારતીય ઓલિમ્પિક એસોસિએશનને આશા છે કે વિનેશ ફોગાટની અપીલનો સકારાત્મક ઉકેલ આવશે.’ વિનેશની જગ્યાએ ફાઈનલ.
ઘટના વિચારવા જેવી છે
વિનેશે તેની અપીલમાં લોપેઝ સાથે જોઇન્ટ સિલ્વર મેડલ આપવાની માંગ કરી છે. વિનેશનું કહેવું છે કે મંગળવારે થયેલ મેચમાં તેમનું વજન 50 કિલોની અંદર હતુ. વિનેશનો પક્ષ સિનિયર વકીલ હરીશ સાલ્વે અને વિદુષ્પત સિંધાનિયાએ રાખ્યો હતો. IOA જણાવ્યુ કે આ ઘટના વિચારવા જેવી છે. જેને લઇ IOA એટલું કહી શકે કે આબ્રિટ્રેટર ડોક્ટર અનાબેલ બેનેટ એસી એસીએ તમામ પક્ષોને સાંભળ્યા હતા. સુનવાઇ ત્રણ કલાક ચાલી હતી. આ દરમિયાન વિનેશ ફોગાટ, યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ, ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમીટી અને IOA પક્ષ રાખ્યો.
- Advertisement -
એફિડેવિટ રજૂ કરવાની તક આપવામાં આવી
સુનાવણી પહેલા તમામ સંબંધિત પક્ષોને એફિડેવિટ રજૂ કરવાની તક આપવામાં આવી હતી. જે બાદ મૌખિક દલીલબાજી થઈ હતી. IOAએ કહ્યું આર્બિટ્રેટર ડૉ. અન્નાબેલ બેનેટે સંકેત આપ્યો કે ઓર્ડરનો એક્ઝિક્યુટિવ ભાગ ટૂંક સમયમાં આવશે. વિગતવાર નિર્ણય હવે પછી જાહેર કરવામાં આવશે.
તેની સિદ્ધિઓ પર ગર્વ છે
IOA પ્રમુખ પીટી ઉષાએ કહ્યું, ‘IOA માને છે કે વિનેશને સમર્થન આપવું તેની ફરજ છે. કેસનું પરિણામ ગમે તે આવે, અમે તેમની સાથે ઊભા છીએ. અમને તેની સિદ્ધિઓ પર ગર્વ છે.’ આ મામલે નિર્ણય રવિવારે પેરિસ ઓલિમ્પિકના સમાપન પહેલા આવી શકે છે.
પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટે મહિલા રેસલિંગની 50 કિલોની કેટેગરીમાં ભાગ લીધો હતો. તેણે ક્વાર્ટર ફાઈનલ મેચમાં વર્લ્ડ નંબર 1 પહેલવાન યુઇ સુસાકીને હરાવતા મોટો ઉલટફેર કર્યા બાદ સેમિફાઈનલમાં પણ જોરદાર પ્રદર્શન કરી ફાઈનલમાં એન્ટ્રી કરી હતી. જોકે ફાઈનલ મેચથી ઠીક પહેલા તેનું વજન 100 ગ્રામ વધુ જણાતા તેને અયોગ્ય જાહેર કરી દેવામાં આવી. પછી આ મામલે વિનેશ ફોગાટે CAS (Court of Arbitration for Sports) માં અપીલ કરી જ્યાં તેણે પેરિસ ઓલિમ્પિકની પોલ ખોલી નાખી.
વિનેશે કર્યો મોટો દાવો!
વિનેશે CAS સામે ઘટસ્ફોટ કર્યો કે શા માટે મહત્ત્વપૂર્ણ ફાઈનલ મેચ પહેલાં તેનું વજન વધી ગયું અને તે ઘટાડી ના શકી. વિનેશે જણાવ્યું કે રેસલિંગ વેન્યૂ અને એથલીટ વિલેજ વચ્ચેનું અંતર તેનું મોટું કારણ હતું. આ ઉપરાંત મેચનું શેડ્યૂલ પણ અતિ વ્યસ્ત રખાયું હતું જેના લીધે તે પોતાનું વજન ઘટાડી ના શકી.
આજે ચુકાદો આવવાની શક્યતા
ઉલ્લેખનીય છે કે ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) અને વિનેશ ફોગાટ તરફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કોર્ટમાં દલીલો રજૂ કરી હતી. તેમણે વિનેશને ન્યાય અપાવવા માટે દરેક પ્રકારની કાનૂની દલીલો કરી અને તર્ક રજૂ કર્યા હતા. આ મામલે 9 ઓગસ્ટે આશરે 3 કલાક સુધી સુનાવણી પણ થઈ હતી. એનાબેલે બેનેટ આ મામલે સુનાવણી હાથ ધરી હતી અને આજે તેઓ ચુકાદો સંભળાવે તેવી શક્યતા છે. IOAને આશા છે કે નિર્ણય વિનેશની તરફેણમાં આવશે.