શું કહે છે આજની હવામાનની આગાહી?
ભારત અને પાકિસ્તાનના તણાવભર્યા સંજોગોમાં IPLમાં બ્રેક આવ્યો હતો. આજે, 17મેથી તેને ફરી શરુ કરવામાં આવશે. સૌ ચાહકો ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હતા. પરંતુ તેમના આ ઉત્સાહ પર પાણી ફરી જાય તેવી શક્યતાઓ સસામે આવી છે. આજે RCB અને KKR ટિમ વચ્ચે ટક્કર જામશે. પણ બેંગલુરુમાં ખરાબ હવામાન હોવાની આગાહી થયેલ છે, જે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને કોલકાતા નાઈટ રાઈડર્સની મેચને બગાડી શકે છે.
- Advertisement -
બેંગલુરુ અને કર્ણાટકના અન્ય ભાગોમાં તાજેતરના દિવસોમાં ભારે વરસાદ પડી ચૂક્યો છે, શહેરમાં પૂરની પણ સ્થિતિ છે. બેંગલુરુમાં પહેલેથી જ વરસાદી અઠવાડિયું રહ્યું છે, અને બેંગલુરુમાં વરસાદના અપડેટ જોઈએ તો શનિવાર સાંજની રમત સુધી વરસાદ ચાલુ રહેવાની પ્રબળ શક્યતા છે.
ટોસના સમયે વરસાદની 71% શક્યતા
એક્યુવેધરની શનિવારની આગાહી મુજબ, બેંગલુરુમાં વરસાદની શક્યતા બપોરે વધવા લાગી છે, અને એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટોસ થવાના સમયે વરસાદની સંભાવના બરાબર ટોચ પર પહોંચે છે. બપોરે ૧ વાગ્યે વરસાદની ૨૫% શક્યતા છે, પરંતુ તે વઘીને સાંજે ૫ વાગ્યે ૫૮% સુધી પહોંચે છે. બપોર પછી થોડા થોડા સમયે વરસાદ આવી શકે છે, પરંતુ જેમ જેમ દિવસ ઠંડો થાય થશે તેમ સાંજના સમયે બેંગલુરુમાં રમતમાં વિલંબ થવાની સંભાવનાઓ છે.
- Advertisement -
ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં અસાધારણ ગ્રાઉન્ડ ક્રૂ અને દેશની સૌથી અદ્યતન ડ્રેનેજ સિસ્ટમ છે. તેને સક્રિય કરવાની જરૂર પડશે કારણ કે ટોસ થવાના સમયે સાંજે ૭ વાગ્યે ૭૧% વરસાદની આગાહી કરવામાં આવી છે.
IPL ૨૦૨૫માં KKR પહેલાથી જ વરસાદનો ભોગ બન્યું છે
સદભાગ્યે, બેંગલુરુમાં હવામાન રાત્રે મોડેથી સુધરવાની તૈયારી છે. જ્યારે આનો અર્થ એ છે કે રાત્રે ૯ વાગ્યે ૪૯% અને ત્યારબાદ ૩૪% વરસાદની શક્યતા છે. IPL ચાહકો આશા રાખશે કે હવામાન દેવતાઓ સાથ આપે અને IPLની વાપસીને વરસાદથી વધાવી લેતા રમત બગાડશે નહીં. KKR આ ટુર્નામેન્ટમાં પહેલાથી જ સંપૂર્ણ વરસાદનો સામનો કરી ચૂક્યું છે, ઇડન ગાર્ડન્સ ખાતે પંજાબ કિંગ્સ સાથે તેમના રન-ચેઝનો માત્ર એક ઓવર રમાયા બાદ વરસાદને કારણે મેચ રદ કરવામાં આવી હતી, જેના કારણે તેમને પોઈન્ટ વહેંચી દીધા હતા.
RCB ચાહકો આ આગાહીથી ખૂબ ખુશ નહીં હોય, સ્ટેન્ડમાં વિરાટ કોહલીની ટેસ્ટ કારકિર્દીને મોટા પાયે સન્માન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સૌ વ્હાઇટ ટીશર્ટમાં જોવા મળશે. વધુમાં, ટીમ આજે સાંજે જીત સાથે સત્તાવાર રીતે પ્લેઓફ માટે ક્વોલિફાય થશે.