ભારતને સુરક્ષિત દેશોની શ્રેણીમાં સામેલ કરવાથી ભારત અને બ્રિટન વચ્ચે ગેરકાયદેસર રીતે પ્રવાસ કરતા ભારતીયોના પરત આવવાની પ્રક્રિયા ઝડપી થશે
બ્રિટનમાં વધતી જતી ઈમિગ્રન્ટ્સની સંખ્યાને ધ્યાનમાં રાખીને ત્યાંની સરકારે ઘણા નવા નિયમો અને નિર્ણયો લઈ રહી છે. જેથી કરીને ત્યાં ઈમિગ્રન્ટ્સની વધતી સંખ્યાને રોકી શકાય. યુકે સરકારને પણ ઇમિગ્રન્ટ્સને તેમના દેશમાં પાછા મોકલવા ઘણા કાયદાકીય નિયમોનો સામનો કરવો પડે છે. જેનો સામનો કરવા માટે ત્યાંની સરકાર ઘણા પગલાં લઈ રહી છે જેમાં ભારતને સુરક્ષિત દેશોની શ્રેણીમાં સામેલ કરવાનો પ્રસ્તાવનો પગલો લેવામાં આવ્યો છે.
- Advertisement -
ગેરકાયદેસર ઘૂષણખોરી
ભારતને સુરક્ષિત દેશોની શ્રેણીમાં સામેલ કરવાથી ભારત અને બ્રિટન વચ્ચે ગેરકાયદેસર રીતે પ્રવાસ કરતા ભારતીયોના પરત આવવાની પ્રક્રિયા ઝડપી થશે અને તેમની બ્રિટનમાં આશ્રય મેળવવાની શક્યતાઓ ખતમ થઈ જશે. બુધવારે હાઉસ ઓફ કોમન્સમાં રજુ કરાયેલા કાયદાકીય પ્રક્રિયા ભારત અને જ્યોર્જિયાને યાદીમાં ઉમેરવામાં આવનાર દેશો તરીકે સામેલ કરવામાં આવ્યા છે.
ઈમિગ્રેશન સિસ્ટમને મજબૂત કરવાનો હેતુ
બ્રિટનના ગૃહ કાર્યલાય કહ્યું કે, આ પગલાનો હેતુ દેશની ઈમિગ્રેશન સિસ્ટમને મજબૂત કરવાનો છે અને સુરક્ષાને લગતા પાયાવિહોણા દાવા કરનારા લોકોને સિસ્ટમનો દુરુપયોગ કરતા રોકવાનો છે. દેશના ગૃહમંત્રી સુએલા બ્રેવરમેને કહ્યું કે, આપણે સુરક્ષિત દેશોના લોકોને બ્રિટનમાં ખતરનાક અને ગેરકાયદેસર પ્રવાસ કરતા અટકાવવા જોઈએ. તેમણે કહ્યું કે, આ સ્પષ્ટ સંદેશ છે કે જો તમે અહીં ગેરકાયદેસર રીતે આવો છો તો તમે રહી શકશો નહીં. અમે અમારા સ્થળાંતર કાયદામાં એવા પગલાં લાવવા માટે પ્રતિબદ્ધ છીએ જે ગેરકાયદેસર સ્થળાંતર સામેની લડાઈમાં ભૂમિકા ભજવશે.
પરપ્રાંતીયોની બોટોને રોકાશે
જોખમી પ્રવાસ કર્યા બાદ દેશના દરિયાકાંઠે ગેરકાયદેસર રીતે ઉતરી રહેલી પરપ્રાંતીયોની બોટોને રોકવાના બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકના સંકલ્પને પૂર્ણ કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. યુકે ગૃહ કાર્યાલયએ જણાવ્યું હતું કે, તાજેતરના વર્ષોમાં ભારતીય અને જ્યોર્જિયન બોટનું આગમન વધ્યું છે જ્યારે આ દેશોની વ્યક્તિઓ પર સતાવણીનો કોઈ સ્પષ્ટ ખતરો નથી. તેમાં કહેવામાં આવ્યું છે આ દેશોને સલામત તરીકે ઓળખવાનો અર્થ એ થશે કે જો કોઈ આમાંથી કોઈ એક દેશમાંથી ગેરકાયદેસર રીતે આવે છે તો અમે બ્રિટિશ આશ્રય પ્રણાલીમાં તેમનો દાવો સ્વીકારીશું નહીં.