ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે 64 માં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરાશે. તા. 2 ઓકટોબર 2022 થી તા. 8 બોકટોબર 2022 સુધી વિવિધ સ્પર્ધા તેમજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. 68 માં વન્ય પ્રાણી સપ્તાહ દરમિયાન પ્રાણી સંગ્રહાલના મુલાકાતીઓને પગપાળા મુલાકાત માટે વિનામૂલ્ય પ્રવેશ પણ આપવામાં આવશે.તા. 2 ઓક્ટોબરના રોજ સવારે 9:30 કલાકથી કાર્યક્રમનો પ્રારંભ થશે. સવારે 10 કલાકે કીપર ટોક,ઝૂને જાણીએ કાર્યક્રમ યોજાશે.તા. 3 ઓક્ટોબર ના રોજ સવારે 9-30 થી વિભાગ -1 માં ધોરણ 5 થી 9 (મને ગમતું વન્ય પ્રાણી,પક્ષી) વિભાગ – 2 માં ધોરણ 10 થી 12 (મારી નજરે પ્રાણીસંગ્રહાલય, વાયુ – જળ- જમીન પ્રદૂષણ) વિભાગ 3 (ઓપન) (પ્રકૃતિ, ક્લાયમેટ ચેન્જ,જૈવ વિવિધતા, વન્યપ્રાણી અને માનવ વચ્ચે ઘર્ષણ સંઘર્ષ), તા. 4 ઓક્ટોબરના રોજ ઝૂ દ્વારા જૂનાગઢ શહેરની શાળા કોલેજોમાં સેમિનાર યોજાશે.તા. 5 ઓક્ટોબરના રોજ સવારે 8 કલાકથી વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી સ્પર્ધા યોજાશે.તા. 6 ના રોજ સવારે 9-30 કલાકે ધોરણ 5 થી 9ના વિદ્યાર્થીઓ માટે ક્વિઝ સ્પર્ધા યોજાશે.તા. 7 ઓક્ટોબરના રોજ સવારે 9 કલાક થી પ્રાણીસંગ્રહાલયની વિશેષ મુલાકાત અને તા. 8 ઓક્ટોબરના રોજ ઇનામ વિતરણ સપ્તાહ સમાપન યોજાશે.