જૂનાગઢ શહેરમાં અનેકવાર શહેરની ભાગોળે સિંહ, દીપડા જેવા હિંસક પ્રાણીના આંટાફેરા મારતા હોવાના વિડીયો વાયરલ થયા છે. ત્યારે હવે ગિરનાર જંગલ છોડીને જૂનાગઢ શહેરમાં સાબર આવી ચડયું હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જૂનાગઢ શહેરનાં આઝાદ ચોક અને એમજી રોડ પર સાબરે મોડી રાત્રે લટાર મારતા લોકોમાં કુતુહલ સર્જાયુ હતુ. છેલ્લા ચાર દિવસથી ગિરનાર જંગલમાં અતિશય ઠંડી પડતા વન્યપ્રાણીઓ ઠંડીથી બચવા શહેર તરફ દોટ મુકી હોય તેવું દ્રશ્ય જોવા મળ્યુ હતુ. જેમાં શહેરનાં એમજી રોડ, જયશ્રી ટોકીઝ રોડ અને આઝાદ ચોક સહિતના વિસ્તારોમાં તૃણાહારી પ્રાણી સાબર મોડી રાત્રે લટાર મારતા જોવા મળ્યુ હતુ. ત્યારે મોડી રાત્રે નિકળેલ વાહન ચાલકોમાં કુતુહલ સર્જાયુ હતુ અને રસ્તા પર લટાર મારતુ સાબરનો વિડીયો મોબાઇલ કેમેરામાં કેદ કર્યો હતો.
જૂનાગઢની મુખ્ય બજારોમાં વન્યપ્રાણી સાબરની લટાર
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/01/9-23.jpg)
Follow US
Find US on Social Medias