ખેતમજૂર પરિવારનું બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત; અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડાયું
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ઘાર કેરાળા ગામે એક વર્ષના બાળક પર જંગલી શિયાળ દ્વારા હુમલો કરવાની ઘટના સામે આવી છે. સીમ વિસ્તારમાં પરપ્રાંતીય ખેતમજૂર પરિવાર ખેતીકામ કરી રહ્યો હતો, તે દરમિયાન તેમનું એક વર્ષનું બાળક નજીકમાં રમી રહ્યું હતું. અચાનક એક જંગલી શિયાળ આવ્યું અને બાળકને પકડીને ઢસડી જવાનો પ્રયાસ કર્યો હતો.
- Advertisement -
પરિવારની નજર પડતાં તેઓ તાત્કાલિક દોડી ગયા હતા. જોકે, શિયાળે બાળકના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બાળકને તાત્કાલિક સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે. અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડાના હુમલા બાદ હવે જંગલી શિયાળના હુમલાની ઘટનાએ ચિંતા જગાવી છે.