જૂનાગઢ જિલ્લા પંચાયત કચેરી ખાતેનો બનાવ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ જિલ્લાના રૂપાવટી ગામના સરપંચ જીગ્નેશ હિરપરા અને તેના પત્ની સરોજ હિરપરા અને માતા પ્રભાબેન હોરપરાએ આજ રોજ જિલ્લા પંચાયત કચેરી ખાતે બંને મહિલાએ ઝેરી દવા પી ને આપઘાતનો પ્રયાસ કરતા બંને મહિલાને 108 દ્વારા જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખાસડેવામાં આવેલ છે.આ બનાવની જાણ થતા પોલીસે પણ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
સમગ્ર બનાવ મામલે રૂપાવટી ગ્રામ પંચાયતના સરપંચે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, રૂપાવટી ગ્રામ પંચાયતમાં તાલુકા કક્ષાની ગ્રાન્ટમાં થયેલ ઉચાપત મુદ્દે આજે ડીડીઓ પાસે રજૂઆત કરવા ગયા હતા પણ કોઈ નિરાકરણ નહિ આવતા આજે મારા પત્ની સરોજબેન અને મારા માતા પ્રભાબેને ઝેરી દવા પી ને ઉચાપત કરનાર સામે પોલીસ કાર્યવાહી અને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.વધુ માં સરપંચ જીગ્નેશે કહ્યું હતું કે, તાલુકા કક્ષાની ગ્રાન્ટમાં રૂ.1.50 લાખમાં સરપંચની ખોટી સહી કરી ઉચાપત બાબતે આપઘાત કર્યો છે તેમજ ઉપ સરપંચ હાસમ સાંઢ અને મંત્રી ચના વકાતરએ ઉચાપત કરેલનો સરપંચનો આક્ષેપ કર્યો છે.ત્યારે ડીડીઓ સમક્ષ રજૂઆત કરવા છતા યોગ્ય નિરાકરણ ન આવતા સરપંચ પત્નિ અને માતાએ આપઘાતનો આજે કર્યો પ્રયાસ કરતા બંને હાલ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા છે.બે મહિલા ઝેરી દવા પી લેતા સમગ્ર મામલે પોલીસ પણ દોડતી થઇ છે અને વધુ તપાસ શરુ કરી છે.