અફઘાન સત્તાવાળાઓ કેટલીકવાર સુરક્ષા કારણોસર, સામાન્ય રીતે ધાર્મિક તહેવારો દરમિયાન, વિસ્ફોટક ઉપકરણોના વિસ્ફોટને રોકવા માટે મોબાઇલ ફોન નેટવર્કને સ્થગિત કરે છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસને એક મોટો નિર્ણય લીધો છે. તાલિબાનના સર્વોચ્ચ નેતા હિબતુલ્લાહ અખુન્દઝાદાના આદેશ પર ઉત્તરી બલ્ખ પ્રાંતમાં ફાઇબર ઓપ્ટિક ઇન્ટરનેટ (Wi-Fi) પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ પ્રતિબંધ ‘અનૈતિકતાને રોકવા’ ના ઉદ્દેશ્યથી લાગુ કરવામાં આવ્યો છે. ઓગસ્ટ 2021 માં તાલિબાને સત્તામાં આવ્યા બાદ પહેલી વાર આ પ્રકારનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે, ઉત્તરી બલ્ખ પ્રાંતમાં સરકારી કચેરીઓ, ખાનગી ક્ષેત્રો, જાહેર સંસ્થાઓ અને ઘરો વાઇ-ફાઇ ઇન્ટરનેટથી વંચિત રહી ગયા છે.
- Advertisement -
ફાઇબર ઓપ્ટિક ઇન્ટરનેટ પર પ્રતિબંધ
વહીવટીતંત્રના એક પ્રવક્તાએ મંગળવારે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, તાલિબાન નેતાએ ‘અનૈતિકતાને રોકવા’ માટે અફઘાન પ્રાંતમાં ફાઇબર ઓપ્ટિક ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવ્યો છે. જોકે, મોબાઈલ ઇન્ટરનેટ હજુ પણ સક્રિય છે. પ્રાંતીય સરકારના પ્રવક્તા હાજી અતાઉલ્લાહ ઝૈદે જણાવ્યું હતું કે, નેતા હિબતુલ્લાહ અખુન્દઝાદાના ‘સંપૂર્ણ પ્રતિબંધ’ના આદેશને કારણે બલ્ખમાં હવે કેબલ ઇન્ટરનેટ ઉપલબ્ધ નથી.
વૈકલ્પિક વ્યવસ્થા કરાશે
- Advertisement -
સરકારના પ્રવક્તા હાજી અતાઉલ્લાહ ઝૈદે વધુમાં વાત કરતાં કહ્યું કે, અનૈતિકતાને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે, અને જરૂરિયાતોને પહોંચી વળવા માટે દેશમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે આ અંગે કોઈ માહિતી નથી આપી કે, બલ્ખમાં કેમ પ્રતિબંધ લગાવવામાં આવ્યો તેમજ આ પ્રતિબંધ અન્ય પ્રાંતોમાં પણ લાગુ પડશે. અફઘાનના અધિકારીઓ ક્યારેક સુરક્ષા કારણોસર, વિશેષ કરીને ધાર્મિક તહેવારો દરમિયાન, વિસ્ફોટક ઉપકરણોના વિસ્ફોટને રોકવા માટે મોબાઇલ ફોન નેટવર્ક સ્થગિત કરે છે.