અમેરિકાને કહો ગેરકાનૂની ભારતીયોને સામાન્ય ફ્લાઇટમાં મોકલે : કેદીઓ જેવો વ્યવહાર ન કરે : શશી થરૂર
અમેરિકાથી ડીપોર્ટ કરાયેલા ભારતીયો સાથેનું અમેરિકી હવાઇ દળના વિમાનને દિલ્હીના બદલે શા માટે અમૃતસર લેન્ડ કરવાની મંજુરી અપાઇ તે મુદ્દે પણ પંજાબમાં શિખ સંગઠનોએ પ્રશ્ન ઉઠાવ્યા છે અને શિખ સમુદાયને શરમજનક સ્થિતિમાં મુકવા માટે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા.ડીપોર્ટમાં પંજાબ સાથે અન્ય રાજ્યોના નાગરિકો હતા અને તેમ છતાં ફ્લાઇટને સીધી અમૃતસર લઇ જવાઇ અને કોંગ્રેસના નેતા પરગટસિંહએ કહ્યું કે, સરકારે ઇરાદાપૂર્વક જ ફ્લાઇટને અમૃતસર ઉતારી છે.
- Advertisement -
ગુજરાત મોડેલનો પ્રચાર થાય છે પરંતુ આ ડીપોર્ટીમાં ગુજરાતીઓની સંખ્યા મોટી હતી. જો વિમાનને દિલ્હી ઉતારાયું હોત તો મોદી સરકાર માટે શરમજનક સ્થિતિ બની હોત અને અમેરિકા સાથેના સંબંધોને આડે રાખીને વિમાનને અમૃતસર ઉતારાયું. તો કોંગ્રેસના સાંસદ શશી થરુરે જણાવ્યું કે સરકારે અમેરિકા સાથે તાકિદે આ મુદ્દો ઉઠાવવો જોઇએ.ગેરકાયદેસર અમેરિકામાં રહેલા ભારતીયોને પરત મોકલવાનો તેનો અધિકાર છે પણ તેને હાથકડી કે સાંકળ બાંધીને લાવવા જોઇએ નહીં અને સૈન્ય વિમાનમાં પણ મોકલવા જોઇએ નહીં. તેમને રેગ્યુલર ફ્લાઇટથી પરત કરવા જોઇએ.