- પરિષદની જુની વ્યવસ્થામાં ભારતની ફેરફારની માંગ
ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા, પરિષદની હાલની વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રમાં કાયમી પ્રતિનિધિ રુચિરા કંબોજે સવાલ ઉઠાવતા કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ રશિયા-યુક્રેન યુધ્ધને રોકવામાં કેમ નિષ્ફળ રહ્યું?
ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની જૂની વ્યવસ્થામાં ફેરફારની માંગણી કરી હતી. યુએન જનરલ એસેમ્બલી પ્લેનરીની બેઠક યોજાઇ હતી. જેમાં રુચિરા કમ્બોજે ઉપરોક્ત પ્રશ્નો ઉઠાવ્યા હતાં.
- Advertisement -
રુચિરાએ કહ્યું હતું કે, રશિયા-યુક્રેનના યુદ્ધને બે વર્ષ વીતી ગયા, શું નજીકના ભવિષ્યમાં આ સંકટનું સમાધાન થઇ શકે છે? જો ન થઇ શકે તો પછી સુરક્ષા પરિષદ શા માટે છે? હાલના સંઘર્ષોને નિવારવામાં તે અસર વગરનું સાબિત થયું છે.