ક્યાં સૂતા છે મહિલા સંગઠનો, વિદ્યાર્થી નેતાઓ??
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
પોરબંદરની પવિત્ર ધરતી પર વૃંદાવન પાર્ટી પ્લોટમાં જે નકામું, નબળું અને નિર્લજ્જ કૃત્ય બન્યું – એ કોઈ પાપ નહીં, નરાધમતા નહીં, પણ માનવતા સામેનું એક લાજવન્તું કાપ છે. એક સગીરા સાથે થયેલ ગેંગરેપનો કિસ્સો માત્ર એક વ્યક્તિ કે પરિવાર માટે દુ:ખદ નથી, પણ આખા પોરબંદર, આખા ગુજરાત અને આખા સમાજ માટે કલંકરૂપ છે. આપણે કેમ ચૂપ છીએ?
જયારે દિલ્હી કે મુંબઇમાં આવી ઘટના બને ત્યારે આપણે ધિક્કારના સ્લોગન લગાવીએ, આક્રોશની મશાલો લહેરાવીએ.
તો આજે આ પોરબંદરની દીકરી સાથે એવું ન બનવા લાયક બન્યું છે ત્યારે આપણી ભાષા સુક્કી કેમ થઈ ગઈ છે? આ ઘટનાની કલ્પનાએ જ લોહી ઉકળવું જોઈએ. પરંતુ અહીં તો મહિલા મંડળો, યુવા સંગઠનો, નાગરિક સંગઠનો – બધું જાણે કોઈ કાલ્પનિક સૂતાના ઘરમાં શરમજનક નિદ્રામાં છે. શું આપણી જવાબદારી હવે ફક્ત ઠવફતિંઆા સ્ટેટસ સુધી જ સીમિત રહી ગઈ છે?
મુખ્ય આરોપી વિદેશ પલાયન થઈ ગયો હોવાની શહેરભરમાં ચર્ચા જાગી છે.
જો આ સાચું છે તો એ પોરબંદરના કાયદાકીય તંત્ર માટે મોટો પડકાર બનશે.
આવી ગંભીર ઘટના બન્યા છતાં આરોપીઓ ના રિમાન્ડ ન મળે, એક આરોપી જેને ફરિયાદ દાખલ થયા પહેલાં રાઉન્ડઅપ કરી લેવામાં આવ્યો હતો તેનું નામ “અજાણ્યા” તરીકે દાખલ થાય, અને ગુનામાં વપરાયેલી બીજી ગાડી હજુ સુધી કબ્જામાં ન હોય – તો એ કઇ પ્રકારની તપાસ કહેવાય? મહત્વનું એ પણ છે કે જે પાર્ટી પ્લોટમાં આ નરાધમ ઘટના બની, તે હજુ સુધી કેમ યથાવત છે?
જ્યારે એવો પ્લોટ મનુષ્યતા વિરુદ્ધ અંજામના કૃત્યો માટે ઉપયોગમાં લેવાય છે, ત્યારે તેની તમામ મંજૂરી તાત્કાલિક રદ થવી જોઈએ. એ સ્થાન કોઈ ઉજવણીનું નહીં, અંધકારનું કેન્દ્ર બની ગયું છે. આ ઘટના એ બીજું નિમિત્ત છે – એક પથ્થર જે સમાજના મૌનની કાચની દીવાલ પર ફેંકાય છે.
હવે સમય આવી ગયો છે કે દરેક પિતા, દરેક માતા, દરેક નાગરિક પોતાની આંખો ખોલે – શું તમે રાહ જોઈ રહ્યા છો કે આવું તમારા ઘરમાં બને ત્યારે જ લોહી ઉકળશે ? આપણું મૌન, આપણું ઢીલુ પાત્ર અને તમારું ‘મારું શું?’ વલણ પણ નવા ગુનેગાર બનાવે છે.
આપડે શું માંગ કરવી જોઈએ?
- Advertisement -
પાર્ટી પ્લોટની તમામ મંજૂરી તાત્કાલિક રદ થાય તેવી માંગ કરવી જોઈએ.
મહિલા સંગઠનો અને યુવા સંગઠનો તેમજ નાગરિકો માર્ગ પર ઊતરશે – તો જ બદલાવ આવશે.
કેસની તાત્કાલિક અને કડક તપાસ થાય.
જ્યા સુધી બધાને ઝડપી લેવામાં ના આવે અને ફાસ્ટટ્રેક કોર્ટે ન્યાય ના આપે, ત્યાં સુધી લડત ચાલુ રહેવી જોઈએ.
જાગો પોરબંદર..હવે પણ નહીં જાગો તો ઈતિહાસ પણ શરમાય તેવું થશે…મૌન તોડો. બહાર નીકળો. ન્યાયની માંગ કરો. આજે નહીં તો કાલે એ દુ:ખ તમારું પણ બની શકે છે.



