કોઈ મહિલા મા બને તો સાથે પુરુષ પણ પિતા બને છે તો ખાલી મહિલાનું જીવન જ કેમ બદલી જશે એવી વાતો ચાલી રહી છે.’ – આલિયા
આલિયાની પ્રેગ્નન્સીના સમાચારની પુષ્ટિ થયા પછી, મીડિયામાં વિવિધ પ્રકારના સમાચાર આવવા લાગ્યા જેમાંથી એક મીડિયા હાઉસે લખ્યું હતું કે એ બસ પ્રમોશન માટેનો એક પબલિત સ્ટંટ છે તો બીજા મીડિયા હાઉસે લખ્યું હતું હવે આલિયાના હોલીવુડ ફિલ્મની શૂટિંગ અટકી જશે તો ત્રીજા એ લખ્યું હતું રણબીર આલિયાને લેવા માટે યુકે જશે, જ્યાં આલિયા હોલીવુડ પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. આ વાંચીને જ આલિયાને એ સમયે પણ ઘણો ગુસ્સો આવ્યો હતો અને તેને તુરંત બધાની બોલતી બંધ કરાવતા એક પોસ્ટ શેર કરી હતી.
- Advertisement -
હાલ આલિયા ફરી એ પોસ્ટને લઈને ચર્ચા કરીને અનેક વાત અને તથ્યોનો ખુલાસો કરતાં નજર આવી હતી. તેને કહ્યું હતું કે, ‘ સચ્ચાઈ લખવાની આડમાં ઘણા લોકો કઈ પણ ઊલટું-સીધું લખી નાખે છે. વાતમાં વાતમાં કહે છે કે કે આલિયા હાલ ફિલ્મોમાં કામ નહીં કરે, તેનું જીવન બદલાઈ જશે આમ અને તેમ. પણ એવું નથી હોતું. કોઈ મહિલા મા બને તો સાથે પુરુષ પણ પિતા બને છે તો ખાલી મહિલાનું જીવન જ કેમ બદલી જશે એવી વાતો ચાલી રહી છે.’
View this post on Instagram- Advertisement -
‘ગર્ભાવસ્થાની શરૂઆતથી જ મહિલાને કહેવા લાગે છે કે તમારું જીવન બદલાઈ જશે તો ખાલી મહિલાનું જ કેમ? પુરુષનું જીવન પણ બદલાય છે એ વિશે કોઈ નહીં વાત કરે,એના વિશે પણ વાત કરોને ખાલી મહિલાઓ પર જ કેમ ટિપ્પણી કરો છો.’
આલિયાના વરકફ્રન્ટની વાત કરી તો હાલ આલિયાની ફિલ્મ ‘ડાર્લિંગસ’ ઓટીટી પ્લેટફોર્મ પર રિલિજ કરવામાં આવી છે જેમાં તેની સાથે શેફાલી શાહ પણ બજર આવી રહી છે. લોકોને આલિયાની એ ફિલ્મ ઘણી પસંદ આવી રહી છે. આવનાર પ્રોજેક્ટ વિશે વાત કરી તો ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ 9 સપ્ટેમ્બરે પાંચ ભાષાઓ (હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ)માં થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં રણબીર અને આલિયા ઉપરાંત અમિતાભ બચ્ચન, મૌની રોય અને નાગાર્જુન જેવા અનેક કલાકારો જોવા મળશે. આ સિવાય રોકી ઓર રાની કી લવ સ્ટોરી, જી લે જરામાં જોવા મળશે, જેનું શૂટિંગ હજુ ચાલી રહ્યું છે.