ઘણી વખત જ્યારે કોઈ વ્યક્તિ કામ માટે નીકળે છે, ત્યારે તે પરફ્યુમ લગાવે છે, પરંતુ હવાઈ મુસાફરી દરમિયાન તમે ક્યારેય પાઇલોટ અથવા એર હોસ્ટેસ પાસેથી પરફ્યુમની સુગંધ આવી નહીં હોય આવું શા માટે ?
તમે વિમાનમાં મુસાફરી કરતી વખતે ઘણી વાર ખાસ સુગંધનો અનુભવ કર્યો હશે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પાઇલોટ અથવા ફ્લાઇટ એટેન્ડન્ટ્સ પરફ્યુમ કેમ નથી લગાવતાં ? તેની પાછળ એક મહત્વપૂર્ણ કારણ છુપાયેલું છે. વાસ્તવમાં, હવાઈ મુસાફરી દરમિયાન, સલામતી સર્વોચ્ચ હોય છે અને પાયલોટને દરેક ક્ષણે સંપૂર્ણ રીતે સતર્ક રહેવું પડે છે. ખૂબ જ સુગંધિત પરફ્યુમ તેમને વિચલિત કરી શકે છે, જે હવાઈ મુસાફરી માટે જોખમ ઊભું કરી શકે છે.
- Advertisement -
હવાઈ મુસાફરી પહેલાં પાઇલોટ્સનું આલ્કોહોલ માટે પરીક્ષણ કરવામાં આવે છે અને પરફ્યુમમાં હાજર આલ્કોહોલ આ પરીક્ષણના પરિણામોને અસર કરી શકે છે. જો પરિણામ ખોટું આવે તો પાઈલટને બિનજરૂરી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ઉપરાંત, કેટલાક લોકોને સુગંધથી એલર્જી હોય શકે છે અને જો પાઈલટ અથવા અન્ય ક્રૂ મેમ્બર સુગંધિત પરફ્યુમ લગાવે છે, તો તે અન્ય ક્રૂ સભ્યો અથવા મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ ઊભી કરી શકે છે.
પરફ્યુમ ઉપરાંત, પાઇલોટ્સ અને ક્રૂ મેમ્બર્સને ફ્લાઇટ દરમિયાન માઉથવોશ, ટૂથપેસ્ટ અને અન્ય સુગંધિત પદાર્થોનો ઉપયોગ કરવાની પણ મનાઈ હોય છે. આ તમામ ઉત્પાદનોમાં આલ્કોહોલ હોઈ શકે છે અને શ્વાસ પરીક્ષણને અસર કરી શકે છે. ભારતીય નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયએ પાઇલોટ અને ક્રૂ મેમ્બર માટે પરફ્યુમના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રસ્તાવ હેઠળ પાઈલટ અને ક્રૂ મેમ્બર્સ ફ્લાઈટ દરમિયાન આલ્કોહોલ ધરાવતી કોઈપણ પ્રોડક્ટનો ઉપયોગ કરી શકશે નહીં. આ નિયમ માત્ર ફ્લાઇટની સલામતી સુનિશ્ચિત કરવામાં મદદરૂપ નથી, પરંતુ મુસાફરોને મુસાફરીનો સુખદ અનુભવ પણ આપે છે.