ટીવીની ચર્ચિત એક્ટ્રેસ અદિતિ શર્મા પોતાના સીક્રેટ લગ્ન અને ડિવોર્સને લઈને ચર્ચામાં છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કો-એક્ટર સાથે વધતી નિકટતાના કારણે એક્ટ્રેસ પોતાના પતિથી અલગ થઈ રહી છે. હવે આ વચ્ચે કો-એક્ટર સાથે તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
પતિએ લગાવ્યો અફેરનો આરોપ
ટીવી શો ‘યે જાદુ હૈ જિન્ન કા’ ફેસ એક્ટ્રેસ અદિતિ શર્માની લાઈફમાં ઉથલ-પાથલ મચી ગઈ છે. એક્ટ્રેસના 4 મહિના પહેલા સીક્રેટ લગ્ન અને છૂટાછેડાની ખબર આગની જેમ ફેલાઈ રહી છે. અહેવાલ પ્રમાણે અદિતિના પતિ અભિનીત કૌશિકે થોડા સમય પહેલા જ તેને કો-એક્ટર સાથે રંગે હાથ પકડી પાડી હતી. ત્યારબાદ બંને વચ્ચે દરાર આવી ગઈ. બીજી તરફ હવે અદિતિ અને તેના કો-એક્ટરની કેટલીક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
- Advertisement -
કો-એક્ટર સમર્થ ગુપ્તા સાથે અદિતિ શર્માનું બોન્ડિંગ ખૂબ સારું
તમને જણાવી દઈએ કે, તસવીરમાં અદિતિ શર્મા સાથે દેખાઈ રહેલ આ શખ્સનું નામ સમર્થ ગુપ્તા છે. સમર્થ અને અદિતિ હાલમાં અપોલિના નામના શોમાં કામ કરી રહ્યા છે. આ તસવીર પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે, કો-એક્ટર સમર્થ ગુપ્તા સાથે અદિતિ શર્માનું બોન્ડિંગ ખૂબ સારું છે. તમને જણાવી દઈએ કે, આ તસવીરો તેમના ટીવી શો ના સેટ પરથી જ લેવામાં આવી છે.
અપોલિના શો માં અદિતિ અને સમર્થની કેમેસ્ટ્રી ખૂબ સારી છે. ચાહકો તેમની જોડીને ખૂબ પસ્દ કરી રહ્યા છે. અદિતિ શર્મા અને સમર્થ ગુપ્તા શૂટિંગની વચ્ચે આવી જ મસ્તીનો સમય વિતાવે છે. એક્ટ્રેસે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની અને સમર્થની આવી અનેક તસવીરો શેર કરી છે.
- Advertisement -
અદિતિ શર્માના પતિએ તેને રંગે હાથ પકડી
એક રિપોર્ટસમાં આ વાત સામે આવી છે કે, અદિતિ શર્માના પતિ અભિનીત કૌશિકે પોતાના લીગલ કન્સલ્ટન્ટને એ વાત સ્પષ્ટ કહી છે કે, મેં મારી પત્નીને તેના કો-એક્ટર સાથે રંગે હાથ પકડી છે.
અનેક લોકોના મનમાં સૌથી પહેલા તો એ જ સવાલ આવે છે કે, આખરે અદિતિ શર્માએ પોતાના લગ્નનની વાત કેમ છુપાવી? એક્ટ્રેસના પતિએ એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે, પોતાના કરિયરમાં કોઈ પરેશાની નહોતી લાવવા માગતી તેથી તેણે ચોરીછૂપે લગ્ન કર્યા હતા.