પ્રમુખ સ્વામી પ્રેરિત પુસ્તક ‘સહજાનંદ ચરિત્ર’ના પૃષ્ઠ 116-117 માંથી…
મહારાજે કહ્યું, ‘તો એમ કહો. કોઈ અમારે લાયક રૂપે, ગુણે અને વયમાં યોગ્ય ક્ધયા શોધી કાઢો. અમારેય પરણવું છે, ફુલેકે ફરવું છે.’
- Advertisement -
લાડુડી ટકલા મહારાજનાં પરચા
‘એમ ! અમારેય ઘોડે ચડી ફુલેકામાં ફરવું છે,’ મહારાજે કહ્યું.
‘મહારાજ ! એ તો કોઈ સારી ક્ધયા સાથે તમારું સગપણ થાય, લગ્ન લેવાય, પછી પરણવા જતી વખતે ઘોડે ચડી ફલેકું નીકળે.’ એમ હરિભક્તો બોલ્યા.
આ સાંભળી મહારાજે કહ્યું, ‘તો એમ કહો. કોઈ અમારે લાયક રૂપે, ગુણે અને વયમાં યોગ્ય ક્ધયા શોધી કાઢો. અમારેય પરણવું છે. ફુલેકે ફરવું છે.’
સુરાખાચરે ખૂબ વિચાર કર્યો. ઘણી ક્ધયાઓ જોઈ પણ મહારાજને યોગ્ય એકે ભાળી નહિ. પછી તેમણે ઝીણાભાઈને તેમનાં બહેન અદીબાને મહારાજ સાથે પરણાવવા માટે પુછ્યું. ઝીણાભાઈ ઊંડા ઊતરી ગયા.
તેમણે કાંઈ જવાબ આપ્યો નહિ. આથી સુરાખાચરે સીધા જ અદીબાને જઈને પૂછ્યું, ‘મહારાજને પરણવું છે. તો તમે તેમની સાથે પરણવા તૈયાર છો ?’
આ સાંભળી અદીબા તો રાજીના રેડ થઈ ગયાં, તેમણે તરત જ ‘હા’ પાડી કહ્યું, ‘મારાં એવાં ભાગ્ય ક્યાંથી કે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ મારા ધણી થાય ! હું તો અબઘડીએ તૈયાર છું.’
- Advertisement -
‘મને દરેક ચીજમાં સ્ત્રીની ગંધ આવે છે… માટે જેને સ્ત્રીનો હાથ ન લાગ્યો હોય, જેમાં સ્ત્રીની ગંધ ન હોય, તેવી વસ્તુ લઈ આવો’
સુરાખાચર મનમાં ખુશ થતાં થતાં મહારાજ પાસે ગયા. તેમણે મહારાજને કહ્યું, ‘સારામાં સારી ક્ધયા જોઈ રાખી છે. ક્ધયાએ હા પણ પાડી છે. કહો તો આપને જોવા માટે અહીં બોલાવું ?’
મહારાજે કહ્યું, ‘હા, બોલાવો.’
થોડી વારે અદીબાને સારાં વસ્ત્રોમાં સજીને મહારાજ પાસે લાવવામાં આવ્યાં. ત્યાં તો મહારાજ ‘કાઢો, કાઢો! ગંધાય છે, ગંધાય છે ! આ વિષ્ટાનો ઢગલો આઘો કાઢો !’ કહેતા ઊભા થઈ ગયા. મહારાજ ઊબકા ખાતા અંદર ચાલ્યા ગયા. મહારાજને ઝાડા-ઊલટીઓ થવા લાગી. કોઈ રીતે શમે જ નહિ. લગ્ન મોકુફ રહ્યાં. મહારાજને પેટમાં કાંઈ અન્ન કે પાણી ટકે નહીં તેવી સ્થિતિ થઈ. કોઈ ઔષધિ કામ આવી નહિ. મહારાજને દરેક ચીજમાં સ્ત્રીની ગંધ આવતી. આથી હરીભક્તો મહારાજને મેનામાં બેસારીને ગઢડા લઈ આવ્યા.
ગઢડામાં ઘણા ઉપચાર કર્યા પણ ફાયદો થયો નહિ. પછી સૌએ કહ્યું, ‘મહારાજ ! આપને પેટમાં કાંઈ ટકતું નથી. આપ કંઈ લેતા નથી. આમ કેમ રહેવાય ? આ લોકની દવાય કામ આવતી નથી. આપના રોગની દવા આપ જ કહી શકો તેમ છો.’
પછી મહારાજે કહ્યું, ‘મને દરેક ચીજમાં સ્ત્રીની ગંધ આવે છે. માટે જેને સ્ત્રીનો હાથ ન લાગ્યો હોય, જેમાં સ્ત્રીની ગંધ ન હોય, તેવી વસ્તુ લઈ આવો.’
મકુંદવર્ણીએ તપાસ આદરી. સ્ત્રીને ન અડી હોય, સ્ત્રીના ગંધ વગરની વસ્તુ ક્યાંથી અને કેવી રીતે મેળવવી.
એવામાં કોઈએ કહ્યું, ‘ઉગામેડીને પેલે પાદર સીમમાં બાવો રહે છે. તે જાતે જ બધું પકવીને બનાવીને ખાય છે. તે સ્ત્રીના પ્રસંગવાળું કાંઈ લેતો નથી.’
આ સાંભળી વર્ણી બાવાજી પાસે ગયા. બાવાને બધી વાત કરી. ત્યારે બાવો કહે, ‘આ રહ્યો મારા હાથનો પકવેલો બાજરો. મારા જ ઘંટલામાં દળી લ્યો અને મારા વાડામાંથી રીંગણાં લેતા જાઓ અને ચોખ્ખું પાણી લેજો, નહિ તો એનો હાથ લાગેલો હશે તો ફરી ઊલટી કરાવશે.’
ત્યારે બ્રહ્મચારી બોલ્યા, ‘ફકર કરશો નહિ બાવાજી. હું તો જાતે વીરડીમાંથી પાણી લઈશ.’
બાવોજી તાડ્યો, ‘એમાંથી નહિ લેતા. જુઓ, આ કાંઠા પર મારો. ગાળેલો વીરડો છે. તેમાંથી પાણી લેજો.’
બ્રહ્મચારી સમજી ગયા, ‘વીરડો’ નરજાતિનો શબ્દ કહેવાય, ને ‘વીરડી’ નારીજાતિનો શબ્દ કહેવાય. બ્રહ્મચારીને બાવાનો આગ્રહ જોઈ સંતોષ થયો.
ઉતાવળા ચાલીને કોઈને અડ્યા વગર બ્રહ્મચારી ઉતારે આવ્યા. ચલો ચેતાવી રોટલા ઘડ્યા. રીંગણાંનું શાક કર્યું. પછી મહારાજને જમાડ્યા. પાણી પાયું. મહારાજને ઘણે દિવસે ટાઢક થઈ. પેટમાં અન્ન રહેવા લાગ્યું. મહારાજે ફરીથી પ્રથમની પ્રકૃતિ ગ્રહણ કરી લીધી. સૌની પ્રાર્થનાથી ફરીથી બાઈ-ભાઈ સૌની સેવા સ્વીકારવા લાગ્યા. હરિભક્તોમાં આનંદ વ્યાપી ગયો.
મહારાજે કહ્યું, ‘હું તો અક્ષરધામમાંથી સુગાળવો આવ્યો છું. જ્યાં સુધી હું રહીશ ત્યાં સુધી મારી એ સગ રહેશે.’ એમ કહી સ્ત્રી પ્રસંગથી દૂર રહેવા વિષે પરમહંસોને ઘણો ઉપદેશ કર્યો.