આપણી ઇચ્છાઓ અને વૃત્તિઓને રોગ સાથે સીધો સંબંધ હોય છે પણ આધુનિક ચિકિત્સા વિજ્ઞાનમાં આ બાબતને સ્પર્ષવામાં જ નથી આવી, આ વાત રોગોના કારણ અને નિવારણ બાબતે અનેક ભ્રામક નિષ્કર્ષ પેદા કરે છે
અતૃપ્ત ઈચ્છાઓ, ઘેલછાઓ ખાસ પ્રકારના આહાર માટે ઈચ્છા પેદા કરે છે પરંતુ શરીરને તે આહારની જરૂર જ નથી તે સ્થિતિમાં આ બિનજરૂરી સેવન શરીરમાં કેટલીયે આરોગ્ય વિષયક અવ્યવસ્થા સર્જે છે
- Advertisement -
યે ધરતી હૈ ઇન્સાનો કી કુછ ઓર નહી ઇન્સાન હૈ હમ!
ડો.મનીષ આચાર્ય
“ઈચ્છા”
આ એક શબ્દ પર અનેક પુસ્તકો લખી નાખીએ વાંચી નાખીએ તો પણ એવી સંભાવનાઓ છે કે ઈચ્છા શું ચીજ છે તેનો પાર ના પામીએ. વેદોમાં પુરાણોમાં ગીતા ભાગવત શિવપુરાણ સહિતના અનેક મહાગ્રંથોમાં તેના વીશે થોકબંધ વિવરણ છે. પરંતુ ઈચ્છા એવી બાબત છે કે તેને સમજવામાં, તેના પર નિયંત્રણ મેળવવામાં ભલભલા યોગીઓ પણ થાપ ખાઈ ગયા છે. ખાસ કરીને સ્વાદ માટેની ઇચ્છા, કાંઈક ખાવાની ઈચ્છા. રામકૃષ્ણ પરમહંસને ગોળનું ખાસ્સુ વળગણ હતું, તેમને ભજીયા પકોડા પણ બહુ પ્રિય હતા. મોરારિબાપુ ગાંઠિયાનો ચણાના લોટથી લખાયેલી કવિતા કહે છે. આપણા તમામ ધાર્મિક સંપ્રદાયોમાં ખાસ પ્રકારના ભોજન માટે ઘેલું હોય છે. આવું કેમ? દુનિયાના અન્ય તમામ સજીવ એકદમ પ્રાકૃતિક આહાર લઈને પણ પોતાનું સ્વત્વ જાળવી શકે છે તો આપને વેરાયટી ઓફ ફૂડ વિના આટલા વિહવળ કેમ થઈ જઈએ છીએ?
- Advertisement -
ખેર આપણી ઈચ્છા પસંદગી પ્રમાણેનું ચોક્કસ ભોજન તો આપણે યેનકેન પ્રકારે વહેલું મોડું આપણે મેળવી જ લઈએ છીએ પણ આપણી અન્ય તમામ ઈચ્છાઓ થોડી પૂરી થાય છે! જેમકે આપણને કોઈ સુંદર છોકરી કે છોકરો ખૂબ ગમતો હોય, આપણે કોઈ હીરો હિરોઈન ને દિલોજાનથી ચાહતા હોઈએ, આપણને કોઈ સ્પોર્ટ્સ સ્ટાર સાથે મહોબ્બત થઈ ગઈ હોય, સુંદર જગ્યાએ બંગલો લેવાની ઈચ્છા હોય, મોંઘી ગાડી લેવી હોય, છોકરાઓને સારું શિક્ષણ આપવું હોય, તેમના ધામધૂમથી લગ્ન કરવા હોય, આપણે કોઈને આગળ વધવા દેવા ન માંગતા હોઈએ, આપણે કોઈને મારવા ઇચ્છતા હોઈએ, કોઇ વ્યક્તિની કાંઈક વસ્તુ આપણે જોઈતી જ હોય વિગેરે વિગેરે! ઈચ્છાઓના પ્રકાર અનેક છે અને ઈચ્છાઓ અનંત છે. અનેક ઈચ્છાઓ એવી હોય જે આપણા મગજની સક્રિય વૈચારિક પ્રક્રિયા સુધી પહોંચતી જ ના હોય! ઘરની સામે મોટી લાઈટ હોય અને રાત્રે અસહ્ય લાગે તેવો તેનો પ્રકાશ ઘરમાં આવતો હોય, ઘરની આસપાસ મંદિર મસ્જિદમાં થી આવતા વધુ પડતા અવાજ આપણા માટે અસહ્ય હોય, આપણે તે બંધ કરાવવા ઇચ્છતા હોઈએ, ઘરની સામે છોકરાંઓ રોજ ચિચિયારી પાડી રમતા હોય, તમારા માટે તે નફરતનો વિષય હોય, તમે તેને પાઠ ભણાવવા માંગતા હો, જીવનમાં કોઈક છેતરી ગયું હોય તેનો વસવસો મન ને સંતાપ આપતો હોય, તેને તમે શિક્ષા આપવા ચાહતા હો, પ્રેમી પ્રેમિકાને બહેતર પાર્ટનર મળતા તમને છોડીને તે ચાલ્યા ગયા હોય અને તમે ધ્રુસકે ધ્રુસકે રડવા ઇચ્છતા હો…….,,,,
પણ આપણે આ બધામાંથી બહુ ઓછી ઈચ્છા પૂરી કરી શક્યા હોઈએ છીએ. હા, આપણે આવી અનેક ઈચ્છાઓ પૂરી કરી શકતા નથી. તો તે ઈચ્છાઓ ક્યાં જાય છે?? તે ઈચ્છા પૂર્તિ માટેનો ધલવલાટ અજંપો ક્યાં જાય છે? તેની માટે મનમાં જે તીવ્ર આગ્રહ હોય છે તેનું શું થાય છે? તો કોઈ આવી અતૃપ્ત ઈચ્છાઓના સંતાપથી છૂટવા ધાર્મિક બોધમાંથી કંઇક સમજ પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે, ત્યાં સુધી કે ધર્મની એ વાતો આપણને સંભળાવવા માંડે છે, વળી અતૃપ્ત ઈચ્છાનો જે સંતાપ હોય છે તે સંતાપ અનેકાનેક સ્થૂળ સૂક્ષ્મ અતૃપ્ત ઈચ્છાઓનો સરવાળો હોય છે. આપણે તેના આ સંતાપમાંથી છૂટવા માંગીએ છીએ, આપણે તે ઈચ્છાઓની તૃપ્તિ માટેના આગ્રહ્મથી છૂટવા માંગીએ છીએ પણ હકીકતમાં આપણે તેમાંથી ક્યારેય છૂટી શકતા નથી. લોકો કહે છે કે ધ્યાન કરો પણ અતી અતી અતી જૂજ લોકો ધ્યાનની એ અવસ્થાએ પહોંચે છે જ્યાં આ ઈચ્છાઓના પરિતાપમાંથી છુટકારો થાય છે. તમે આ નિરીક્ષણ કર્યું જ હશે. ઈચ્છાઓ ઉપલક ધ્યાન કે ધાર્મિક ઉપદેશના મનનથી નિર્મૂળ થતી નથી કારણ કે ઈચ્છાઓ ધ્યાન કે ધર્મ પાલનની પેદાશ નથી. ઈચ્છાઓના મૂળ બહુ અલગ હોય છે. લોકો પોતાની અતૃપ્ત ઇરછોના વિષાદને ભૂલવા સંગીત સાહિત્ય કળામાં ડૂબે છે પણ તેમના સર્જનમાં આ અતૃપ્ત ઈચ્છાઓના દુ:ખને જ અભિવ્યક્ત કરાયું હોય છે. આમ સર્જનનું કારણ પણ વિષાદ હોય છે ને સર્જનનું પરિણામ પણ વિષાદ હોય છે. એક વિષાદ મટ્યો નહી ને અભિવ્યક્તિમાં તે વિષાદ વધુ નક્કર બન્યો, સર્જનાને લોકોની સરાહના મળી એટલે વિષાદ વ્યાજબી ઠર્યો. આ વિષાદ એક નવી મૂડી બની ફરીને સર્જનનું કારણ બન્યો! ફરી તેમાંથી સર્જન થયું ને તેમાં દુ:ખ અભિવ્યક્ત થયું. આમ અતૃપ્ત ઈચ્છાઓની પીડા દર્દનો વિષાદનો ગુણાકાર થયો. માટે જ સામાન્ય વ્યક્તિ કરતાં કવિઓ સાહિત્યકારો અને કલાકારો વધુ વિષાદમય હોય છે. કોઈ અતૃપ્ત ઈચ્છાઓના આઘાતના પરીતાપમાંથી છૂટવા વધુ ભણવા લાગે છે, લોકસેવા કરે છે, દાનવીર બની લોકોને ઉપયોગી બનવા પ્રયત્ન કરે છે. પણ આ તમામ પોતાના ક્ષેત્રમાં સફળતાની પરાકાષ્ટાએ હોય છે ત્યારે એક વાર બોલી ઉઠે છે, મારા સર્જન, મારા કાર્યની પ્રેરણા ફલાણું દુ:ખ છે!! ક્યારેય કોઈએ એમ કહ્યું કે મારા સર્જનના મૂળમાં ફલાણું સુખ છે??? કોઈ પોતાની આવી પીડા ભૂલવા વ્યાસને ચડે છે પણ દાયકાઓ સુધી વ્યસન કર્યા પછી પણ તે પોતાની અતૃપ્ત પોતાની અતૃપ્ત ઈચ્છાઓ બાબતે બેખબર નથી બની શકતો.
તો છેવટ સુધી અતૃપ્ત રહેલી અને જે બાબતે સ્વયંને કાઈ સમજાવી શકાયું નથી તેવી આ તમામ અતૃપ્ત રહેલી ઈચ્છાઓની પીડામાંથી છુટવા માણસ શું કરે છે?
આ પીડામાંથી છુટવા માણસ રિચ, સ્પાઇસી કે પોતાની પ્રકૃતિ મુજબના યડ્ઢિયિંળય ટેસ્ટ તરફ વળે છે. કોઈને એકદમ ગળ્યું તો કોઈને તીખું ખાટુ કે વધારે પડતું મોળું કે હંમેશ બેલન્સ ફૂડ જોઈએ છે. જીવનની અનેક યાતનાઓ સહી લેનાર માણસ પોતાની પસંદગીથી અલગ ભોજન સ્વીકારી શકતો નથી. કારણ કે આપના સહુ માટે ભોજન તમામ પીડાનો તોડ હોય છે. તેથી જ વધુ દુ:ખી લોકો મોટા ભાગે વધુ શિભવ વધુ સ્પાઈસી, વધુ ગળ્યું ખાતા હોય છે. જીવનમાં કેટલીક બીમારીઓ કે અનપેક્ષિત રીતે બીજા મોટા સુખની પ્રાપ્તિ થઈ ગઈ હોય તો આ પેટર્નમાં થોડો ફેરફાર પણ હોય છે પણ મૂળભૂત રીતે માણસ પોતાની અતૃપ્ત ઈચ્છાઓના સંતાપને ભૂલી શકતો નથી. અનેક વખત જીવનમાં પારાવાર સુખ મળ્યા પાછો અતૃપ્ત ઈચ્છાઓના દુ:ખને બહેલાવવા ઘણી તાકાત મળતી હોય છે. પણ પોતાની અતૃપ્ત ઇરછોની વેદનામાંથી છૂટવા જે વ્યક્તિ વ્યસન તરફ નથી વળતી, જે કલાકાર કે એવી કશી વિરલ સિદ્ધિ હાંસલ નથી કરતી તે ખાસ પ્રકારના ભોજન માટેની ઈચ્છા અને રૂચી ડેવલપ કરવા લાગે છે. એટલે જ બાળપણ યુવાની વૃદ્ધત્વ એ ત્રણે સ્થિતિમાં અલગ અલગ પ્રકારના ભોજનની પસંદગી વિકસે છે. પોતાની અતૃપ્ત ઈચ્છાઓના સંતપથી છૂટવા ફૂડ જેવું ઇન્સ્ટન્ટ થ્રીલ કાંઈ જ નથી હોતું. તીવ્ર ખટાશ, તીખાશ ગલાશ કડવાશ અને આ તમામના અનન્ય કોમ્બિનેશન અને ળીહશિાંહય ાજ્ઞિભભયતતમાથી જે સ્વાદનું નિર્માણ થાય છે તે આપણા જ્ઞાનતંતુઓને શરાબ કે ડ્રગ્સ કરતા વધુ નક્કર અને ઊંડાણથી હચમચાવે છે. એટલે જ એક વાત સમજવા જેવી છે કે શરીરની “કહેવાતી” જરૂરિયાત કરતાં કોન્ટિતીમાં આપણે ખુબ વધુ કે ઓછું તેમજ શરીર માટે જે જરૂરી “કહેવાયું” છે તેના કરતાં કંઇક અલગ કે વધુ ઓછું ખાવાની આપણી યિંક્ષમયક્ષભુ શા માટે હોય છે! શાસ્ત્રમાં કહ્યું છે કે “આહાર નિંદ્રા અને મૈથુન વધાર્યા વધે ઘટાડ્યા ઘટે” આ સત્ય પણ છે પરંતુ કેમ આપણે બે કોળિયા ખોરાક પણ ઘટાડવા તૈયાર નથી? કેમ બે ચમચી પણ વધારે ખાઈ શકાતું નથી? કેમ મોટા ભાગના લોકો પોતાની નિંદ્રામાં ખાસ વધારો કે ઘટાડો કરી શકતા નથી? કેમ ચોક્કસ સમય પહેલા સુઈ જવું જરૂરી હોય તો પણ મોટા ભાગના લોકો એ કરી શકતા નથી? કેમ પુરુષ વીર્ય સ્ખલનને એક સેકંડ માટે પણ ટાળી શકતો નથી? કેમ પુરુષની ઈચ્છા મુજબ સ્ત્રી ચાહતી હોવા છતાં પણ પોતાનામાં તે ઉત્તેજના પેદા કરી શકતી નથી? કેમ પુરુષ અનેક સ્ત્રીઓના સહવાસ પછી પણ સંતોષ પામતો નથી? આ બધા પ્રશ્નોના ઉત્તર અત્યંત રહસ્યમય વિશ્વના દ્વાર ખોલે છે પણ આજે અત્રે ખાસ કરીને આહારની બાબતમાં એક વાત એ સમજી લઈએ કે વાસ્તવમાં આહાર એ શરીરની જરૂરિયાત કરતાં લાગણીઓ અને ભાવનાઓનું કામચલાઉ અને ક્યારેક કાયમી, પોષણ અને મારક પરિબળ વધુ છે. મનના સુષુપ્ત, હફયિંક્ષિં તોફાનો મનની પીડા અને ઉદ્વેગોને શાંત ઉદ્વેગોને જે અત્યંત તીખા ગળ્યા પદાર્થો શમાવે છે તેને અંગ્રેજીમાં ભજ્ઞળરજ્ઞિિં રજ્ઞજ્ઞમ કહેવાય છે. મૃત્યુના સમયે છેલ્લે કોઈ આશા નથી હોતી. અતૃપ્ત ઈચ્છાઓ પણ સક્રિય રૂપે મગજની વૈચારિક પ્રક્રિયાની ઉપરની સપાટીએ નથી હોતી, દિલને સમજાઈ ગયું હોય છે કે હવે કોઈ ઈચ્છા પૂર્તિ શક્ય નથી ત્યારે માનવી જીવનભરની અતૃપ્ત ઈચ્છાઓની પૂર્તિ વિંશિહહ કોઈ ખાસ વિશેષ વાનગીના બે કોલિયામાંથી મેળવી લે છે અને ધીમે ધીમે દેહ છૂટી જાય છે.
હિંદુ જૈન અને બૌદ્ધ શાસ્ત્રોમાં આ બધી વાતો હોય જ છે પણ આપણી સમજશક્તિ પ્રમાણે અને આપણને મનપસંદ તથ્યો તેમાંથી આપણે તારવી છીએ. શાસ્ત્ર આપણને બે લાત મારી આપણે ખોટા હોવાનું કહેતા હોય છે ત્યારે આપણે શસ્ત્રોને નથી ટાંકતા. શાસ્ત્રને સમજવા, તેનું સાચું અર્થઘટન કરવા એક ખાસ ક્ષમતા, સ્તરની જરૂર હોય છે અને તે શાસ્ત્રની વાતોને માનવના ઇન્કારમાથી પેદા થાય છે. તમે શાસ્ત્રને ખોટા પાડવાની વધુને વધુ કોશિશ કરો તેમ મગજના એક ખૂણે શાસ્ત્રની વધુ સુક્ષ્મ સમજ વિકસતી જાય છે. તે માટે ચિંતન જરૂરી છે અને આપણે સામન્ય માણસ છીએ તેનો સ્વીકાર જરૂરી છે સામાન્ય બની રહેવાની તત્પરતા જરૂરી છે.. આધ્યાત્મિક ખેડાણમાથી સમજની પ્રાપ્તિ તેમાં પરમ ઉપલબ્ધિની ક્ષણો પછી જ થાય છે. તેથી જ કહું છું,
યે ધરતી હૈ ઇન્સાનો કી કુછ ઓર નહી ઇન્સાન હૈ હમ!
એટલે જ સામાન્ય માણસ મૃત્યુ પહેલાના કલાકોમાં પ્રભુ ને યાદ કરવાને બદલે ભજીયા મીઠાઈ જેવી વસ્તુ યાદ કરે છે. સેકસની ઈચ્છા માટે કે તે ઈચ્છા પૂર્તિ માટે શરીર તે વખતે એટલું સક્ષમ પણ નથી હોતું.