પુતિન રશિયા છોડી નાસી ગયાની અફવા ખોટી છે : મોસ્કો
પ્રિગોઝિન બેલારૂસ જવા રવાના થયા અને પોતાનાં 25,000નાં સૈન્યને વિખેરી નાખ્યું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રશિયામાં શનિવારે અચાનક વેગ્નર ગુ્રપના વડા યેવગેની પ્રિગોઝિનનાં નેતૃત્વમાં તેની સેનાએ મોસ્કો તરફ આક્રમક કૂચ કરી અને તખ્તા પલટાની ધમકી દેતાં એલાન કર્યું કે, અમે રશિયામાં તખ્તા-પલટા કરવા આવ્યા છીએ, રોકી શકો તો રોકો. દિવસભર આવેલા આ ડ્રામા પછી અચાનક પ્રિગોઝિન અને તેના ભાડુતી સૈનિકો વચ્ચે કોઈ સોદો થયો અને સમગ્ર ઘટનાક્રમ બદલાઈ ગયો. પ્રિગોઝિનનાં નિવેદનો પણ બદલાઈ ગયાં તેઓ હવે બેલારૂૂસ જવા રવાના થશે. તેમનું સૈન્ય વિખેરાઈ જશે, અને પુતિન તેમની ઉપર કે તેમના સૈનિકો ઉપરના આરોપો હટાવી લેશે.
દરમિયાન યુક્રેને કહ્યું કે તે મોસ્કોનાં આંતર યુદ્ધ ઉપર નજર રાખે છે. એવું લાગે છે કે વિરોધી જૂથો, સત્તા અને સંપત્તિ માટે એક બીજાને ખાઈ જશે. ઝેલેન્સ્કીએ શનિવારે કહ્યું હતું કે ભાડુતી સૈનિકો મોસ્કો તરફ આગળ વધતાં પુતિન ઘણા જ ડરી ગયા હોય તેવું લાગે છે, અને તેઓ ક્યાંક છુપાઈ ગયા હોય તેમ લાગે છે. ઝેલેન્સ્કીએ રાષ્ટ્ર જોગ પોતાનાં સંબોધનમાં કહ્યું કે કેમ્વીનનો માનવી સ્પષ્ટ રીતે ઘણો જ ડરી ગયો છે, અને કદાચ ક્યાંક સંતાઈ ગયો છે. વાસ્તવમાં પુતિને પોતે જ ખતરો ઉભો કર્યો છે.
યુક્રેનના સંરક્ષણ પ્રધાન એલેક્સી રેઝનિકોવે રશિયન સૈનિકોને ચેતવણી આપી છે કે તેમના દેશે જ તેમની સાથે વિશ્ર્વાસઘાત કર્યો છે. તેમણે યુદ્ધના પ્રયાસો છોડી દેવા જોઇએ. જો કે હજી સુધી તે જાણવા નથી મળ્યું કે પ્રિગોઝિન અને મોસ્કો વચ્ચે તખ્ત પલટ ન કરવા માટે શો સોદો થયો છે. પરંતુ તેમ કહેવાય છે કે તેમાં બેલારૂૂસના પ્રમુખ અને પુતિનના ખાસ મિત્ર એલેકઝાન્ડર લુકાશેંકોએ મધ્યસ્થતા કરી હતી અને પ્રિગોઝિનને સમજાવ્યા હતા.
આમ છતાં રશિયા ઉપર ઘેરાયેલાં વાદળો તો દૂર થયાં જ નથી. કદાચ યુક્રેન યુદ્ધમાં નવો વળાંક પણ આવી શકે. જાણકારો તેમ પણ કહે છે કે પ્રિગોઝિનને બેલારૂૂસ જવા અનુમતિ આપવામાં આવે, અને તેમના સૈનિકો વિરૂૂધ્ધ કરાયેલો સામુહિક કેસ પણ પાછો ખેંચવામાં આવે તે સૈનિકોને કોઈ કાનૂની કાર્યવાહીનો સામનો કરવો નહીં પડે તેવી સમજુતી થઇ હશે.
- Advertisement -
પ્રિગોઝિને રશિયાના સંરક્ષણ મંત્રી સર્જીયસ શોઇગુ (સર્ગેઇ શોઇગુ) અને ચીફ ઓફ જનરલ સ્ટાફ વાલેરી ગેરાસીમાવને હટાવવા માટે કરેલી માગણી અંગે કોઈ પ્રતિભાવ મોસ્કોએ આપ્યો નથી. તે સર્વવિદિત છે કે પ્રિગોઝિન અને તેમના સૈનિકો સાથે રશિયન રુવાન્ડર્સ અને સોલર્જરોએ કરેલા ગેરવર્તાવમાંથી આ ઝઘડો ઊભો થયો હતો. દરમિયાન એવા પણ સમાચારો યુક્રેન તરફથી વહેતા મુકાયા હતા કે પુતિન પોતે જ રશિયા છોડી નાસી ગયા છે તે પુતિનનાં કાસ વિમાનનાં મોસ્કોથી થયેલાં ઉડાન આધારિત હતા, પરંતુ રશિયાની સમાચાર સંસ્થા તાસે તે અહેવાલો ખોટા કહેતાં જણાવ્યું હતું કે પુતિન ક્રેમ્લીપમાં જ છે, પૂરો કમાન્ડ ધરાવે છે.