દિશા વાકાણી છેલ્લા સાત વર્ષોથી ટીવીથી ગાયબ છે. પરંતુ આજે પણ તે જ્યાં જાય છે લોકો તેને સવાલ પૂછે કે દયાબેન પાછા ક્યારે આવશે. દયા બેનની શોમાં વાપસી થશે કે નહીં તે ખબર નથી પરંતુ બિગ બોસે ટીવી પર કમબેક કરવાની દિશા વાકાણીને તક આપી છે. પરંતુ આ ઓફર તેને ઠુકરાવી દીધી છે.
દયા બેનના ડાયલોગ્સ હોય કે તેના ગરબા, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના આ અનોખા પાત્ર વિશે ઘણું ખાસ છે. આ જ કારણ છે કે 7 વર્ષ પહેલા સિરિયલમાંથી ગાયબ હોવા છતાં લોકો આ પાત્રને યાદ કરે છે. દયાબેનનું પાત્ર વર્લ્ડ ફેમસ બની ગયું છે. દયા બેનનો હે માં માતાજી કહેવાની રીત હોય કે, જેઠાલાલ સાથે રોમાન્સ કરવાનો તેનો ખાસ અંદાજ હોય કે પછી ગરબા રમવાની સ્ટાઈલ હોય, દિશા તેના દરેક પાત્ર માટે જાણીતી છે. તેથી જ હજી સુધી દયાબેનનું રિપ્લેસમેન્ટ અસિત મોદી નથી કરી શક્યા. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે દયાએ 85 કરોડની ઓફર આપવા છતાં દિશા વાકાણીએ બિગ બોસ 18માં સામેલ થવાનો ઇનકાર કરી દીધો છે.
- Advertisement -
હકીકતમાં પહેલી વખત નથી કે જ્યારે દિશા વાકાણીને સલમાન ખાનની બિગ બોસની ઓફર ઠુકરાવી દીધી છે. વર્ષોથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર બિગ બોસના મેકર્સની મોસ્ટ વોન્ટેડ કન્ટેસ્ટન્ટની લિસ્ટમાં સૌથી ઉપર છે. જો કે આ કલાકારોમાંથી કોઈએ પણ હજી સુધી આ શો માટે હા નથી પાડી. પરંતુ આ વર્ષે રોશન સોઢીની ભૂમિકા કરનાર ગુરુચરણ સિંહે બિગ બોસ 18ના ઘરમાં જવા માટે હા પાડી છે. ‘તારક મહેતા’ના ઈતિહાસમાં ગુરુચરણ એવા પ્રથમ કન્ટેસ્ટ હશે જેમણે શોમાં જોડાવાની હા પાડી છે.
ચાઈલ્ડ એક્ટર તરીકે પોતાની કરિયરની શરૂઆત કરનાર દિશા વાકાણીના પિતા ભીમ વાકાણી એક ફેમસ થિયેટર આર્ટિસ્ટ હતા. દિશાએ ડ્રામેટિક સ્ટડીમાં ડિગ્રી પ્રાપ્ત કરી છે. દેવદાસ, જોધા અકબર જેવી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા નિભાવનાર દિશાની લાઈફ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ બદલી નાખી. પરંતુ દિશાને તેની પર્સનલ લાઈફને કેમેરા સામે લાવવાનું બિલકુલ પસંદ નથી. તે હંમેશાં પ્રયાસ કરે છે તે પોતાના પતિ અને બાળકોને કેમેરાથી દૂર રાખવા રાખે.
બાળકોથી દૂર રહેવું મુશ્કેલ છે
- Advertisement -
દિશાએ ‘બિગ બોસ’ જેવો શો કરવાનો ઇનકાર કરવાના ઘણા કારણો છે, જેમાંથી સૌથી મહત્વનું કારણ તેના બાળકો છે. દિશાના બાળકો હજુ ઘણા નાના છે. તેની મોટી પુત્રી 7 વર્ષની છે અને પુત્ર માત્ર 2 વર્ષનો છે. પોતાના બાળકોના કારણે તારક મહેતા જેવા હિટ શોથી દૂર રહેનાર ‘દયાબેન’ તેને છોડીને 3 મહિના સુધી બિગ બોસના ઘરમાં રહેવા બિલકુલ તૈયાર નથી.
દિવસના 24 કલાક કેમેરાની સામે રહેવું નથી પસંદ
દિશા વાકાણીનો પતિ CA છે અને તેના લગ્ન ગુજરાતી પરિવારમાં થયા છે. જો સૂત્રોનું માનીએ તો, દિશા, જે તેના પાત્રોથી દર્શકોનું મનોરંજન કરે છે, તે 24 કલાક કેમેરાની સામે તૈયાર રહેવામાં માનતી નથી. આ બધા કારણોને લીધે, 65 કે 100 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવે તો પણ ‘બિગ બોસ’ના ઘરમાં હાલમાં દયાબેનના ગરબા જોવા નહીં મળે.