તેઓનું આંદોલન સિમિત રહેશે, તેઓ થાકી જશે તેવું માની લેતા નહીં: આકરી ચેતવણી
જગદીપ ધનખડનો રાજ્યસભામાં કૃષિમંત્રીને સીધો પ્રશ્ર્ન-ખેડૂતોને વાયદા કર્યા હતા તેનુ શું થયું? શા માટે મારો ખેડૂત પરેશાન અને પિડિત છે?
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
દિલ્હીનાં સરહદ પર ફરી એક વખત પહોંચેલા હજારો ખેડૂત આંદોલનકારીઓને પાટનગરમાં પ્રવેશ નહી કરવા સમજાવવામાં હાલ તો સફળતા મળી છે પરંતુ આ આંદોલન મુદે હવે સંસદમાં જબરો પડઘો પાડયો છે અને ઉપરાષ્ટ્રપતિ તથા રાજયસભાના સભાપતિ શ્રી જગદીપ ધનખડે એ જ સરકારને આરોપીના પાંજરામાં મુકતા કહ્યું કે, ગત વર્ષ પણ આંદોલન થયું હતું. આ વર્ષે પણ ફરી ખેડુતો રોડ પર છે. આંદોલનનું કાળચક્ર ઘુમે છે અને આપણે કશું કરી રહ્યા નથી. જગદીપ ધનખડેએ કોઈ શબ્દો છુપાવ્યા વગર જ કહ્યું કે પ્રથમ વખત હું એવું અનુભવી રહ્યો છું કે વિકસીત ભારત આપણું સ્વપ્ન નથી. દુનિયામાં કદી ભારતને આટલી ઉંચાઈએ જોયું નથી પણ તો પછી એવું લાગે છે કે આપણા ખેડુતો આટલા પરેશાન શા માટે છે!
રાજયસભામાં કૃષીમંત્રી શ્રી શિવરાજ ચૌહાણને સીધો પ્રશ્ર્ન પૂછતા કહ્યું કે, જયારે ખેડુતોને લેખીતમાં ખાતરી આપવામાં આવી હતી તો તેનું શું થયું? શ્રી ધનખડે લાંબુ ભાષણ આપ્યુ હતું તેના કેટલાક અંશો સોશ્ર્યલ મીડીયામાં વાયરલ થયા છે. શ્રી ધનખડે સીધો પ્રશ્ર્ન પૂછયો કે જે વાયદા ખેડુતોને કરવામાં આવ્યા હતા તે શા માટે નિભાવાતા નથી. આ વચનો પુરા કરવા આપણે શું કરી રહ્યા છે. તેઓએ ઉમેર્યુ કે, માની લો કે આપણા જ લોકો રસ્તો ભટકી ગયા છે અને આપણે જે રસ્તો અપનાવ્યો છે તે ખતરનાક છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ખેડુત આંદોલનનો અર્થ ખૂબ જ ગુઢ છે તે લોકો સડક પર છે તેટલું જ નથી. આ દેશમાં લાલબહાદુર શાસ્ત્રીએ કહ્યું હતું કે જય જવાન જય કિસાન, આ જય કિસાન સાથે આપણો એવો જ વ્યવહાર હોવો જોઈએ.
- Advertisement -
જે લાલબહાદુર શાસ્ત્રીની કલ્પના હતી. અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે, જય જવાન, જય કિસાન જય અનુસંધાન અને આપણા વડાપ્રધાને કહ્યુ છે કે તેઓ ઉમેરો કરી જય વિજ્ઞાન પણ કહ્યું છે તેનું શું થયું! શ્રી ધનખડેએ ખેડુતો સાથે તાત્કાલીક વાતચીત ચાલુ કરવાની અપીલ કરી. તેઓએ કહ્યું કે, આપણને એ જાણકારી રહેવી જોઈએ કે ખેડુતોને કોઈ વાયદા કરાયા હતા તો તેનું શું થયું! ખેડુતોને જે હકક છે તે મળવો જોઈએ. તેમને પુરસ્કાર આપવાની વાત તો અલગ જ છે. ખેડુતોને તેનો હકક આપવામાં શા માટે કંજુસાઈ કરવામાં આવે છે તેવો પ્રશ્ર્ન પૂછાયો હતો.
આપણે આપણા જ લોકો સાથે લડી શકીએ છીએ. આપણે એ માનીને ચાલી શકીએ નહી કે તેઓનો પડાવ સીમીત જ હશે. તેઓ આપોઆપ થાકી જશે. જો સંસ્થામાં જીવંત હોય, તે પક્ષની ફરજ બજાવે તો આવું કદી ન થાય. જો કે શિવરાજની પણ પ્રશંસા કરતા કહ્યું કે એક અનુભવી વ્યક્તિ આજે કૃષિમંત્રી છે તે એક રાહત છે.
તેઓ માર્ગ ભટકી ગયા હોય તો પણ આપણે જે માર્ગ (વાટાઘાટ નહીં કરવાનો) અપનાવ્યો છે તે ખતરનાક છે: ગંભીર ચેતવણી