રાફડા માટેનો સંસ્કૃત શબ્દ છે, વાલ્મિક. તપશ્ર્ચર્યા સમયે ઉધઈનાં રાફડાથી ઢંકાઈ જવાના કારણે ઋષિનું નામ પડ્યું, વાલ્મિકી. બ્રહ્મ સરોવરમાંથી નીકળવાને કારણે નદીનું નામ પડ્યું, સરયુ. ઇરાવતિનાં પુત્ર હોવાનાં કારણે ઈન્દ્રનાં ગજરાજનું નામ પડ્યું, ઐરાવત. મહર્ષિ ભૃગુનાં પુત્ર હોવાના કારણે પરશુરામનું એક નામ ભાર્ગવ પણ છે. રાક્ષસો માટે એક બીજો શબ્દ પણ છે: યાતુધાન. યાતુ એટલે જાદુ અને ધાન અને એટલો જાણનાર. અર્થાત રાક્ષસો જાદુની વિદ્યા પણ જાણતા હતા, તેથી જ તેમને યાતુધાન કહેવાયા. કૃતવિર્યનાં પુત્ર હોવાનાં કારણે સહસ્ત્રાર્જુનનું એક નામ કાર્તિવીર્ય પણ છે. ગંગાનું નામ ત્રિપથગા શા માટે છે? કારણ કે, એવી માન્યતા છે કે એ ત્રણેય લોકમાં વહે છે.
આપણે રામાયણની રામાયણ માંડી છે. રામાયણના દરેક પાનાં પર કશીક એવી વાત આપણને વાંચવા મળે- જે ભાગ્યે જ આપણે જાણતા હોઈએ. અહીં આપણે એવી જ રોચક વાતો કરી રહ્યાં છીએ. રામાયણનાં દરેક પાત્રોનાં નામનો કશોક અર્થ છે, લગભગ પ્રત્યેક આંકડામાં કોઈ રહસ્ય છૂપાયેલું છે. મહર્ષિ અગસ્ત્યનું એક નામ કુંભજ એટલાં માટે પડ્યું હતું કે તેઓ કુંભમાંથી જન્મ્યા હતા. તેઓ એક વખત સિંધુ (સમુદ્ર) આખો પી ગયા હતા એટલે સિંધુપ તરીકે પણ ઓળખાયા. આપણે સૌ દરિયાને સાગર કહીએ છીએ. પણ ‘સાગર’ નામ પડયું કેવી રીતે? કહેવાય છે કે રાજા સગરએ તે ખોદાવેલો. વિનતાનાં પુત્ર હોવાને કારણે ગરૂડને વૈનતેય પણ કહેવાય છે. દૈત્યો એટલે દિતિનાં પુત્રો. દનુ દ્વારા ઉત્પન્ન થયા તે દાનવ તરીકે ઓળખાયા. અને અગ (પર્વત)ને સ્થંભિત કરી દેવાના કારણે અગસ્ત્યનું નામ અગસ્ત્ય રખાયું. અહલ્યાનો ઉદ્ધાર શ્રીરામે કર્યો હતો અને આપણને સૌને ખ્યાલ છે પણ તેનું નામ અહલ્યા પડ્યું શા માટે? હલ્ય (કુરૂપતા)નો એક અંશમાત્ર ન હોવાને કારણે. અને આ નામ તેને બ્રહ્માએ આપ્યું હતું. બાલી અને સુગ્રિવ ઋક્ષરાજનાં પુત્રો હતા એ આપણે જાણ્યું. પણ બેઉનાં નામ કેવી રીતે પડ્યા. ઋક્ષરાજે એક વખત સ્ત્રીનું રૂપ ધારણ કર્યું ત્યારે તેમનાં વાળ પર ઈન્દ્રનું વીર્ય પડયું, બાલ (વાળ) પર પડેલાં ટીપાંમાંથી જન્મ્યા એટલે બાલી. ઋક્ષરાજ સ્ત્રી બન્યા ત્યારે તેમની ગરદન (ગ્રિવા) પર સૂર્યદેવનું વીર્ય પડ્યું અને જે બાળકનો જન્મ થયો એ સુગ્રિવ.
હવે કેટલાંક રસપ્રદ આંકડાઓ: રામાયણ માહાત્મ્યનાં કુલ પાંચ અધ્યાય છે. રામાયણમાં કુલ 24 હજાર શ્ર્લોક છે. લક્ષ્મણે 12 વર્ષ સુધી નિંદ્રાનો ત્યાગ કર્યો હતો. લક્ષ્મણ એક જ સમયે 500 બાણ છોડી શકતા હતા. મંદોદરી ઉપરાંત રાવણની કુલ 1000 પત્નીઓ હતી. વિશ્ર્વામિત્રને કેટલાં પુત્રો હતાં? જવાબ છે, 100. તાડકા રાક્ષસીને 1000 હાથીઓનું બળ પ્રાપ્ત હતું. રાજા સગરનાં કુલ 60,001 પુત્ર હતા. ત્રેતાયુગને 12 લાખ 96 હજાર વર્ષનો માનવામાં આવે છે. કહેવાય છે કે, જાંબુવંતે સુગ્રિવને 10 કરોડ સૈનિકો આપ્યા હતા. સમુદ્ર મંથનમાંથી કુલ 14 રત્નો નીકળ્યા હતા.
નંદીશ્ર્વરે રાવણને શ્રાપ આપ્યો હતો કે તેઓ તથા તેના કુળનો સર્વનાશ વાનરોના હાથે થશે… બન્યું પણ એવું જ
- Advertisement -
વિશ્ર્વામિત્રએ મોદકી અને શિખરી નામની ગદા શ્રીરામને આપી હતી
માતા કૌશલ્યાએ 12 માસનાં ગર્ભ બાદ શ્રીરામને જન્મ આપ્યો હતો
આખી રામાયણ વરદાનો અને શ્રાપોથી છલોછલ છે, આ મહાન ગ્રંથમાં 82 વરદાન અને 61 શ્રાપ આવે છે
- Advertisement -
કહેવાય છે કે સમુદ્ર મંથનમાંથી કુલ છ કરોડ અપ્સરાઓ ઉત્પન્ન થઈ હતી. શિવની જટામાંથી ગંગાની સાત ધારાઓ વહી હતી. કુબેર સમકક્ષ બનવા રાવણે 10 હજાર વર્ષની તપસ્યા કરી હતી. રાજા સગરનાં કુલ 60,0001માંથી 60 હજાર પુત્રોને કપિલ મુનિએ ભસ્મ કરી દીધાં હતાં. માતા કૌશલ્યાએ 12 માસનાં ગર્ભ બાદ શ્રીરામને જન્મ આપ્યો હતો. અશ્ર્વમેધ યજ્ઞ સમાપ્ત થતા પૂરું એક વર્ષ થાય છે. મહર્ષિ વિશ્ર્વામિત્રએ પ્રજાપતિ કૃષાશ્ર્ચનાં પુત્રો એવાં 49 અશ્ર્વો શ્રીરામને આપ્યા હતાં. ઋષિ વસિષ્ઠનાં કુલ 100 પુત્રો હતા. શ્રીરામની સહાયતા માટે આવેલા લંગૂર જાતિનાં વાનરોની સંખ્યા 1 કરોડ હતી. ઈન્દ્રનું પદ પ્રાપ્ત કરવા માટે કુલ 100 યજ્ઞો અનિવાર્ય છે. રામનાં પુત્ર કુશને એક પત્ની હતી, લવને બે હતી. રાજા દશરથ પાસે આઠ મંત્રીઓ હતા. શ્રીરામે રાક્ષસ ખર સાથેનાં યુદ્ધમાં તેનાં 14 હજાર સૈનિકો હણ્યા હતા.
આખી રામાયણ વરદાનો અને શ્રાપોથી છલોછલ છે. પણ આ મહાન ગ્રંથમાં કુલ કેટલાં વરદાન અને કેટલાં શ્રાપ આવે છે, ખ્યાલ છે? 82 વરદાન અને 61 શ્રાપ. શ્રીરામની સેનાના નલ પાસે એવું વરદાન હતું કે તેના સ્પર્શ માત્રથી પત્થર પાણીમાં તરવા લાગશે. યમરાજે હનુમાનજીને વરદાન આપ્યું હતું કે, એ યુદ્ધમાં કદી પણ થાકશે નહીં. કોઈપણ શસ્ત્ર તેમને હણી શકશે નહીં, એવું વરદાન હનુમાનજીને બ્રહ્માએ આપ્યું હતું. રાવણને બ્રહ્માએ સિમિધમંત્ર આપ્યો હતો. વિભિષણને ચિરંજીવી હોવાનું વરદાન પણ બ્રહ્માએ જ આપ્યું હતું. ઈન્દ્રએ હનુમાનજીને ઈચ્છામૃત્યુનું વરદાન આપ્યું હતું. સૂર્યદેવએ હનુમાનજીને પોતાના તેજનો એક્સોમો અંશ આપ્યો હતો. નંદીશ્ર્વરે રાવણને શ્રાપ આપ્યો હતો કે તેઓ તથા તેના કુળનો સર્વનાશ વાનરોના હાથે થશે. બન્યું પણ એવું જ. રાવણને બ્રહ્માએ શ્રાપ આપ્યો હતો કે એ પરસ્ત્રી સાથે જબરદસ્તી કરશે તો તેનાં માથાનાં સો ટુકડા થઈ જશે.
શ્રાપ-વરદાનથી વાત હવે આગળ ચાલે છે: અસ્ત્ર-શસ્ત્ર વિશે. મેઘનાદે હનુમાનજીને અશોકવાટિકામાં જે અસ્ત્રથી બાંધ્યા હતા, તેનું નામ બ્રહ્મપાશ. રાવણ શિવ પાસેથી એક મહાશક્તિશાળી તલવાર મેળવી હતી. નામ: ચંદ્રહાસ. મેઘનાદનો વધ ઈન્દ્રાસ્ત્ર દ્વારા થયો હતો. મહાશસ્ત્ર વજ્રનું નિર્માણ દધિચ ઋષિનાં હાડકાંમાંથી થયું હતું એ જાણીતી વાત છે. પણ, મોદકી અને શિખરી નામની ગદા શ્રીરામને કોણે આપી હતી, ખ્યાલ છે? જવાબ છે: વિશ્ર્વામિત્રએ. શ્રીરામને નારાયણાસ્ત્ર પણ વિશ્ર્વામિત્રએ જ આપ્યું હતું. વજ્રાસ્ત્ર, એપિકાસ્ત્ર અને વાયવ્યસ્ત્ર પણ તેમણે જ શ્રીરામને આપ્યા હતા. હજુ યાદી પૂરી નથી થઈ. દંડચક્ર, કાલચક્ર, વિષ્ણુચક્ર, ઇન્દ્રચક્ર, ધર્મપાશ, કાલપાશ, વરૂણપાશ, શિખરાસ્ત્ર, કૌંચાસ્ત્ર, સૌમ્યાસ્ત્ર પણ તેમણે જ શ્રીરામને આપ્યા હતા. અને આ બધા અસ્ત્રો તેમણે શિવનું તપ કરીને પ્રાપ્ત કર્યા હતા. ગંધર્વોના પ્રિય અસ્ત્રો સમ્મોહનાસ્ત્ર અને માનવાસ્ત્ર છે જ્યારે પિશાચોનું પ્રિય અસ્ત્ર એટલે મોહનાસ્ત્ર! એ ક્યું શસ્ત્ર છે, જેના પ્રયોગથી શત્રુસેના ઘેરી ઉંઘમાં સરી પડે છે? તેનામ નામ: જાૃંભકાસ્ત્ર. જે બાણનો આગળનો ભાગ અણીવાળો નહીં પણ ગોળ હોય- તેને શું કહેવાય? તેને કહેવાય: નારાચ. અને એ ભાગ તીક્ષ્ણ ફરસા જેવો હોય તો? તો કહેવાય: ભલ્લ. એ ભાગ હાથોની અંજલિ સમાન આકારનો હોય તો કહેવાય: અંજલિક. વાછરડાનાં દાંત જેવો હોય તો કહેવાય વત્સદંત અને સિંહની દાઢી જેવો હોય તો, સિંહદૈષ્ટ્ર. નાગપાશ વરૂણ દેવતાનું અસ્ત્ર છે અને મેઘનાદને એ ઇન્દ્રએ આપ્યું હતું. એ ક્યું અસ્ત્ર છે- જેનાં પ્રયોગથી પત્થરોની વર્ષા થાય છે? ઉત્તર છે, પર્વતાસ્ત્ર. તામસ નામનાં વિનાશક અસ્ત્રનાં સ્વામી કોણ છે? જવાબ: રાહુ.
કેટલાંક મહત્ત્વપૂર્ણ સ્થાન વિશે વાત. રામ વનવાસ ગયા ત્યારે પંચવટીમાં રહ્યા. પણ ભરત ક્યાં રહ્યાં? જવાબ: નંદીગ્રામ. વનવાસ દરમિયાન શ્રીરામ સૌથી વધુ સમય સુધી ચિત્રકૂટમાં રહ્યા હતા. શબરી જ્યાં રહેતી હતી એ વનનું નામ હતું, મતંગ વન. લંકા પહોંચીને શ્રીરામની વાનરસેનાએ જે પર્વત પાસે છાવણી નાંખી એ પર્વતનું નામ, સુવેલ. લંકા નગરી ત્રિકૂટ પર્વત પર સ્થિત હતી- ત્યાં પહોંચવા હનુમાનજીએ મહેન્દ્ર પર્વત પરથી છલાંગ લગાવી હતી. મહર્ષિ પરશુરામનો આશ્રમ પણ એ જ પર્વત પર હતો. વનવાસથી પરત આવ્યા બાદ શ્રીરામ પોતાની જટા ક્યાં કપાવી હતી? જવાબ : નંદીગ્રામ. રામ અને સીતા વનવાસ દરમિયાન પંચવટીમાં જ્યાં પર્ણકૂટિર બનાવીને રહેતા એ સ્થળ ગોદાવરી નદીને કાંઠે હતું. અચ્છા, એક અઘરો પ્રશ્ર્ન : કૈકેયી જ્યાંની રાજકુમારી હતી એ કૈક્ય દેશની રાજધાનીનું નામ શું હતું? જવાબ હું જ આપી દઉં છું : રાજગૃહ. ત્રીજો અને છેલ્લો લેખ સોમવાર, તા.22ના રોજ