ગત વર્ષનાં જૂનાગઢ શહેર અને જિલ્લાના લેખાંજોખાં…
રેલવે તંત્ર પાસે નેતાઓનું કંઈ ન ચાલ્યું, હજુ રેલવેની અનેક સમસ્યા
- Advertisement -
મનપાના પૂર્વ પ્રતિનિધિઓએ રોડમેપ તૈયાર કર્યો પણ કામ દેખાતું નથી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
જૂનાગઢ શહેર પ્રવાસન, ઐતિહાસિક, યાત્રાધામ, સાંસ્કૃતિક અને પ્રકૃતિ નગરી સાથે સનાતન ધર્મની ધરોહર છે.ત્યારે શહેર છેલ્લા ઘણા વર્ષોથી જાણે ખરેખર જૂનું જૂનાગઢ હોઈ તેવો શહેરીજનો એહસાસ કરી રહ્યા છે મહાનગર પાલિકાના પૂર્વ જન પ્રતિનિધિઓ કરોડોના ખર્ચે વિકાસ વાટિકા રજુ કરીને આગામી 10 વર્ષનો રોડ મેપ તૈયાર કરે છે પણ હકીકતે જમીન પર કામ જોવા નથી મળતું અનેક યોજના જૂનાગઢ શહેર માટે અમલમાં મૂકી પણ સ્થળ પર આજે પણ જે રીતે ઐતિહાસિક નગરીને ખરા અર્થમાં જે જોઈએ છે.તે મળ્યું નથી. શહેરના બાગ બગીચા, રોડ રસ્તા હેરિટેજ વોકવે, વિલિગ્ડન ડેમ, સ્પોર્ટ્સ સંકુલ, વાઘેશ્વરી તળાવ, નરસિંહ મેહતા સરોવર સહીતની જે રીતે કામગીરી થવી જોઈએ તેમાં હજુ વિલિગ્ડન ડેમનો રસ્તો પોહળો કરવાની વાત હોઈ કે પછી ડેમ સાઈડ પર બાગ બગીચાનું નિર્માણમાં હજુ સુધી એક ઈંટ પણ મુકાઈ નથી.તેમજ શહેરના દોલતપરા ગેટ પણ વર્ષોથી કામ અટકેલું પડ્યું તેની સાથે ઇન્દ્રેશ્વર મંદિરનો ગેટ તેમજ મંદિર પરિસરનો વિકાસ પણ હજુ અધ્ધરતાલ જોવા મળે છે.આવી તો શહેરની અનેક યોજના વિકાસ વાટિકામાં ભેટ કરી પણ લોકો પૂછે છે કે વિકાસ વાટિકા કોની ? જૂનાગઢ શહેરમા રેલ્વે સ્ટેશનનું ખાતમુર્હત 14 ડિસેમ્બર 1886માં થયું હતું લોર્ડ રે એ ખાતમુર્હત કર્યું હતું જૂનાગઢ રેલ્વે સ્ટેશનનું બાંધકામ પુર્ણ 1888માં થયું હતું મીટરગેજ જૂનાગઢમા પ્રથમ ટ્રેન 19 જાન્યુઆરી 1888મા આવેલ અને 2003માં મીટરગેજ માથી બ્રોડગેજમાં રૂપાંતર થયેલ જૂનાગઢ રેલ્વે સ્ટેશન જ્યાં સૌથી મોટું રેલ્વે વર્કશોપ હતું એ બંધ કરી દેવામાં આવ્યુ એજ રીતે પાર્સલ સુવિધા માટે ખાસ રેક હોવાથી ટ્રક લોડિંગ અહીથી થતું
એ સુવિધા બંધ કરી દેવામાં આવી સમગ્ર સૌરાષ્ટ્રનું સૌથી મોટું વોશિંગ યાર્ડ બનેલ એ પણ બંધ કરી દેવામાં આવ્યુ છે. સામાન્ય રીતે લગભગ સ્ટેશન પર રેલવે પાર્સલ સુવિધા ઉપલબ્ધ હોય છે જે પણ જૂનાગઢ રેલવેએ પાર્સલ ઓફિસ જ બંધ કરી અન્યાય કર્યો છે 2005 મા લાંબા અંતરની ટ્રેનની માગણી સાથે આંદોલન થયેલ. જે આંદોલનમા તત્કાલીન ધારાસભ્ય મહેન્દ્ર ભાઇ મશરૂ, ભાજપ અગ્રણી પ્રદીપ ખીમાણી, અમૃત દેસાઈ, નિર્ભયભાઈ પુરોહિત અને સેંકડો લોકો એ ભાગ લીધો હતો પરંતુ આમ છતાં પણ વિશેષ ટ્રેન શરૂ થઈ નથી. વર્ષોથી જૂનાગઢ સોમનાથથી માંગણી થઇ રહેલ ટ્રેન સોમનાથ હરિદ્વાર, સોમનાથ જગન્નાથ પુરી, સોમનાથ રામેશ્વર, સોમનાથ મથુરા વૃંદાવન સોમનાથ નાથદ્વારા, વગેરે ટ્રેન હજુ શરૂ થઈ નથી રેલ્વે મંત્રાલય દ્વારા જ્યારે પણ કોઈ નવી ટ્રેન શરૂ થાય ત્યારે જૂનાગઢને સ્ટોપ ન આપી અન્યાય કરવાની પધ્ધતિ અપનાવવામાં આવે છે જેમકે 2018મા વેરાવળ ઈન્દોર મહાનામા વિકલી ટ્રેન શરૂ કરી ત્યારે એમાંથી જૂનાગઢને સ્ટોપ ના આપેલ આખરે આંદોલન બાદ સ્ટોપ મળ્યો હતો એજ રીતે તમિલ સંગમ ઇવેન્ટમાં પણ ચાલતી સ્પેશ્યલ ટ્રેન ને પણ જૂનાગઢ સ્ટોપ ન આપીને અન્યાય કર્યો હતો એજ રીતે જૂનાગઢ એ સંતોની તપોભૂમિ છે જ્યાં દર વર્ષે શિવરાત્રીમા મિની કુંભમેળો ભરાય છે એ જૂનાગઢને મહા કુંભમેળા માટે એક પણ ટ્રેન નથી મળી આવી રીતે રેલવે વિભાગની ડિવિઝન રેલ્વે યુઝર્સ કમિટીમાં જૂનાગઢને પ્રતિનિધિ આપ્યું જ નથી.
જૂનાગઢની વિકાસ વાટિકા ક્રમશ…