રાજયમાં તમામ કોર્પોરેશનને ડિજિટલ બનાવવામાં આવી, માત્ર જૂનાગઢ જ બાકી કેમ?
જૂનાગઢ મનપા ડિજિટલ ન બનતા શું અસર થઇ રહી છે?
- Advertisement -
અમૃત સિટી યોજનામાં કચેરીને કોમ્પ્યુટરાઇઝ કરવાની જોગવાઇ પરંતુ મનપાને રસ નથી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલીકા ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં કેમ પાછી પાની કરી રહ્યું છે ?, મનપા કચેરીને કોમ્પ્યુટરાઇઝ કરવામાં મનપાને શું તકલીફ પડી રહી છે ? તેવા અનેક સવાલ ઉભા થયા છે. સ્માર્ટ સિટી અને અમૃત સિટીમાં કચેરીને કોમ્પ્યુટરાઇઝ કરવાની જોગવાઇ છે. જૂનાગઢ મહાનગર પાલીકાનો વર્ષ 2016-17માં અમૃત સિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.અમૃત સિટીમાં સમાવેશ થતા જૂનાગઢ શહેરમાં કેટલાક કામને ગતી આપવામાં આવી હતી.જેમા ગુભર્ગ ગટર, પાણીની લાઇન, ગ્રીન સિટી જેવા પ્રોજેકટને તાત્કાલીક અમલવારી શરૂ કરાઇ હતી.પરંતુ મહાનગર પાલીકાને ડિજિટલ બનાવવામાં કોઇ આગળ આવતું નથી. રાજયમાં 8 મહાનગર પાલીકા છે.તમામ ડિજિટલ બની ગઇ છે.માત્ર જૂનાગઢ મહાનગર પાલીકા હજુ સુધી ડિજિટલ બની નથી. આઇટીનો આ પ્રોજેકટ 6 કરોડ રૂપિયાનો છે. આ છ કરોડનાં પ્રોજેકટ ઉપર કેટલાક નેતાઓ નજર રાખીને બેઠા છે.જેના કારણે કમિશ્ર્નરની દરખાસ્ત પણ આગળ વધતી નથી. પરિણામે મહાનગર પાલીકાને કોઇને કોઇ નુકસાન થઇ રહ્યું છે. મનપાને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે ડિજિટલ કચેરી બનાવવી જરૂરી છે. કારણે કે મનપા ડિજિટલ ન બનતા હજુ પણ પેપર વર્ક કરી રહી છે. જેના કારણે કામ મોડા થઇ રહ્યાં છે અથાવ તો નૈવદ્ય ધરવું પડે છે. ડિજિટલ બનતા કામમાં સરળતા આવી શકે તેમ છે.
મનપા ડિજિટલ ન હોવાનાં કારણે હાલ સંગત ફાઇલ શોધવામાં કચેરીમાં દિવસો લાગી જાય છે. તેમજ મનપામાં કેટલાક સ્ટાફ અને અધિકારીઓ મોનોપોલી ભોગવે છે. મનપા ડિજિટલ બનતા આ મોનોપોલી બંધ થઇ જશે,જે કેટલાક કર્મચારીઓ કે અધિકારીઓને પરવડે તેમ નથી. નાના કર્મચારીઓની ઇજાફાની ફાઇલ તેમનાં હકકની કામગીરીમાં વિલંબ થઇ રહ્યો છે. એટલું જ નહી મનપાની એકાઉન્ટ શાખામાં તાત્કાલીક ધોરણે એફઆઇએફઓ સિસ્ટમ શરૂ કરવાની જરૂર છે. જેથી અહીં મુકેલા બીલ ફર્સ્ટ કમ ફર્સ્ટ આઉટ બેઇઝ પર ચુકવાઇ શકે. એક ચર્ચા મુજબ અમુક જ બીલ ઝડપથી આગળ વધે છે. જયારે જુનાં બીલની ફાઇલો લાંબો સમય એક જ ટેબલે પડી રહે છે. જૂનાગઢ મહાનગર પાલીકાને ડિજિટલ બનાવી અનેક બદીઓ દુર કરી શકાય તેમ છે. તેમજ સરકારનાં સેન્ટ્રલ સર્વર પર તમામ ડેટા રાખીને લોકો માટે જાહેર પણ કરી શકાય છે. જેના કારણે વહીવટમાં પારદર્શીતા અને ઓફીસર ઉપરથી કામનું ભારણ ઘટી શકે તેમ છે. પરંતુ ચોકકસ નેતા દ્વારા અધિકારીઓ ઉપર દબાણ લાવવામાં આવી રહ્યું છે અને મહાનગર પાલીકા કચેરીને ડિજિટલ બનાવવામાં અડચણરૂણ બની રહ્યાં છે. કચેરીની ડિજિટલ બને તો અનેક ફાયદા થઇ શેક તેમ છે. મહંદઅંશે ભ્રષ્ટાચારમાં ઘટાડો થઇ શકે તેમ છે.
- Advertisement -
પારદર્શિતા માટે એકાઉન્ટ શાખામાં તો તાત્કાલિક FIFO સિસ્ટમની જરૂર
પાલિકા ડિજિટલ થાય તો લોકો વિકાસનાં કામની પ્રગતિ જોઇ શકે
જૂનાગઢ મહાનગર પાલીકાને ડિજિટલ બનાવવામાં આવે તો શહેરમાં થતા વિકાસનાં કામની વિગત તેમને તેના માધ્યમથી મળી શકે. તેમજ વિકાસનાં કામની પ્રગતી પણ જોઇ શકે. પરિણામે કામમાં પારદર્શીતા આવી શકે પરંતુ મહાનગર પાલીકામાં કેટલાક મળતીયાઓ આ ઇચ્છતા ન હોય તેવું લાગી રહ્યું છે.