નિલાવંતી ગ્રંથ – જો તમે ઈન્સ્ટાગ્રામના એક્ટિવ યુઝર હશો તો તમે આ ગ્રંથ વિશેની રિલ જોઈ જ હશે. નિલાવંતી ગ્રંથ વિશે એક રિલ ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ છે જે મુજબ આ ગ્રંથ જો કોઈ વાંચી લે તો તે એક મહાજ્ઞાની વ્યક્તિ બની અથવા તો પાગલ થઈ જાય અથવા તો તેનું મૃત્યુ નિપજે ! પણ શું આ વાત સાચી છે? હા, 100% સાચી છે. આ એક શ્રાપિત ગ્રંથ છે.
માનવામાં આવે છે કે નિલાવંતી નામની એક યક્ષિણીએ આ ગ્રંથ લખ્યો હતો પરંતુ આ લખ્યાં પછી કોઈ કારણસર શ્રાપ આપી દીધો કે ‘જે કોઈ પણ વ્યક્તિ આ ગ્રંથને બંદઈરાદે વાંચશે તો તેનું મૃત્યુ થઈ જશે. તો જે વ્યક્તિ આ ગ્રંથને અધૂરો વાંચી છોડી દેશે તે પાગલ થઈ જશે અને તેનું માનસિક સંતુલન બગડી જશે. આમ તો નિલાવંતી ગ્રંથને લઈને આ માન્યતા મહારાષ્ટ્ર સમેત દક્ષિણ ભારતમાં પ્રચલિત છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં કોઈ પણ વૃદ્ધ વ્યક્તિના આ ગ્રંથ વિશેના મંતવ્યો ઘણા ડરાવના હોય છે. તેમના મતે આ વાંચનારના વંશજો મૃત્યુ પામે છે. માનવામાં આવે છે કે આ ગ્રંથના અભ્યાસથી કોઈ પણ વ્યક્તિ પશુ-પક્ષીઓની ભાષા શીખી શકે છે અને તેની સાથે વાતચીત કરી શકે છે અથવા તો દટાયેલાં ખજાનાની ભાળ મેળવી શકે છે.
- Advertisement -
પશુ અને પક્ષીઓ પાસે ખાસ પ્રકારના સેન્સીસ હોય છે જે મુજબ તેઓ આવનારી દુર્ઘટનાથી પહેલાં જ વાકેફ થઈ જાય છે અને એવું પણ કહેવાય છે કે પશુ-પક્ષી અને મનુષ્યો માટે સમયની ગતિ પણ અલગ અલગ હોય છે. કહેવાય છે કે આ ગ્રંથ વાંચનાર વ્યક્તિ મહાજ્ઞાની બની જાય છે.
શું ખરેખર ભારતમાં પ્રતિબંધિત છે આ ગ્રંથ?
હિંદી સાહિત્યમાં નિલાવંતી ગ્રંથનો ઉલ્લેખ મળે છે પરંતુ હવે આ ગ્રંથની ફીઝીક્લ કોપી કયાંય મળતી નથી. એવું પણ કહેવામાં આવે છે કે શ્રાપિત હોવાને કારણે આ ગ્રંથ ભારતમાં પ્રતિબંધિત છે. જો કે તેને લઈને આધિકારીક રીતે કોઈ પુરાવા મળતાં નથી. જો કે ઓનલાઈન અનેક પ્લેટફોર્મ પર આ ગ્રંથ ઉપલબ્ધ છે, એટલે કે તમે ધારો તો એ વાંચી શકો ખરાં!