3 ઊના બેઠક પર ખરાખરનો ખેલ: આપ ગણિત બગાડી શકે છે
કોળી, પટેલ, મુસ્લિમ મતદારોનું વર્ચસ્વ ધરાવતી બેઠક
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લામાં તા.1 ડીસેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. 93 ઊના સીટ પર ગત ટર્મ કરતા આ વખતે રસાકસી ભરી ચૂંટણી યોજાશે. ભાજપ, આપ અને કોંગ્રેસે સક્ષમ ઉમેદવારોને ટિકિટ આપી છે. કોઈ વિકાસ તો કોઈ જ્ઞાતિના સમીકરણોને જોઈ જોર લગાવી રહ્યા છે. મતદારો પણ ક્યાં ઉમેદવારને મત આપશે તે કળવા દેતા ન હોય ત્રિપાંખિયા લડાઈ કાંટેકી ટક્કર બનશે. તાલુકો ગ્રામ્ય વિસ્તારોમાં વધારે મતદારો ધરાવે છે તો 100 થી વધારે ગામડાઓ ધરાવે છે. કોંગ્રેસનો ગઢ ગણાય તેવી 93 ઊના સીટમાં કોંગ્રેસ પક્ષે છેલ્લી સાત ચૂંટણીઓમાં 6 વખત વિજયી થયેલા સક્ષમ ઉમેદવાર પૂંજાભાઈ વંશને ફરી રિપીટ કર્યા છે. તેઓ 58 વર્ષના છે. બી.એ.સુધી અભ્યાસ કર્યો છે અને ખેતી સાથે જોડાયેલા અને સ્વચ્છ છબી ધરાવતા નેતા છે. 2017માં તેમણે 72,775 મત મેળવી ભાજપના હરિભાઈ સોલંકીએ 67,847 મત મેળવતા 4,928 મતથી વિજય મેળવ્યો હતો. પરંતુ આ વખતે 2012 અને 2007માં તેમની સામેના ઉમેદવાર કે.સી.રાઠોડને ફરી ભાજપે પસંદગી કરતા અને આપ પાર્ટીએ પણ પટેલ મહિલા ઉમેદવારને મુકતા પૂંજાભાઈને વધારે મહેનત કરવી પડશે. જીત આસણ નહિ રહે તેવું લોકોમાં ચર્ચા છે.
ઊના સીટ પર ભાજપે જુના જોગી કે.સી રાઠોડ પર.પસંદગીનો કળશ ઢોળ્યો છે. ગત ટર્મમાં કે.સી. રાઠોડના બદલે હરિભાઈ સોલંકીને ભાજપ પસંદ કર્યા હતા જેથી હારનો સાઊનો કરવો પડ્યો હતો. કે.સી રાઠોડ 59 વર્ષના છે.એસવાયબીએ અભ્યાસ કર્યો છે. ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેઓ ઊનાના પૂર્વ ધારાસભ્ય છે. ભાજપ કોંગ્રેસના બન્ને ઉમેદવાર કોળી સમાજમાંથી આવે છે. જુના જોગીઓ વચ્ચે ખરાખરીનો ખેલ જામશે. 2007માં તેઓ પૂંજાભાઈ સામે જીત મેળવી હતી પણ 2012માં તેઓ હારી ગયા હતા તેથી આ વખતે મતદારો કઈ તરફ જશે તે કળવુ મુશ્કેલ છે. આપના ઉમેદવાર મતોમાં ભાગ પડાવે તો ભાજપને ફાયદો થાય અને કોંગ્રેસને ઇન્કમબનસી નડે તો કોંગ્રેસને નુકશાન થાય તેમ છે.ગત નગરપાલિકામાં પણ કે.સી.રાઠોડે જીતમાં મહત્વની ભૂમિકા છે તેથી ભાજપને આ બેઠક ઓર જીતની આશા જોવા મળે છે.
આમ આદમી પાર્ટીએ ઊના બેઠક પર એન્ટરી કરી પટેલ મહિલા ઉમેદવાર સેજલબેન ખૂંટની પસંદગી કરી છે. ઊનાના લોકો માટે નવો ,યુવાન, ફ્રેશ ચહેરો તેમજ બીસીએ,એમબીએ કરેલ ભણેલ ગણેલ શિક્ષક ઉમેદવારની પસંદગી કરી છે. ત્યારે નવાને ચાન્સ આપવા મતદારો મતદાન કરે તો આપને ફાયદો અને બીજા પક્ષઓને નુકશાન થઈ શકે. જોકે.જુના જોગીઓ હોય પ્રખર રાજકારણીઓ એડિચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે આપ માટે નવા ઉમેદવાર હોય જીતની રાહ કપરી છે ત્યારે ઊનાના મતદારોનો ઝોક કઈ બાજુ રહેશે તે કળવુ મુશ્કેલ બન્યું છે.
- Advertisement -
ઊના મતવિસ્તારમાં કેટલાં મતદાર?
ઊના સીટ પર 1,36,799 પુરુષ, 1,30,241 સ્ત્રી, અન્ય 3 એમ કુલ 2,67,043 મતદારો છે. 5,284 80 +, 288 સેવા મતદારો અને 2,553 દિવ્યાંગ મતદારો છે. જ્ઞાતિ વાઇઝ કોળી 70,000, મુસ્લિમ 18,000, પટેલ 20,000, આહીર 20,000, ઉજળિયાત 15,000, દલિત 10, 000, ખારવા 2000, કારડિયા 3000 ઊના વિધાનસભા કોંગ્રેસ પાસે પણ જિલ્લા, તા.પંચાયત અને નગરપાલિકા ભાજપની છે. જિ. પંચાયત અને નગરપાલિકામાં તમામ બેઠકો ભાજપ પાસે છે.
ઊનાની મુખ્ય સમસ્યાઓ
ઊના બેઠક ગીર સોમનાથની સૌથી મોટી બેઠક છે. અહીં કોઈ ઉદ્યોગ કે કંપની નથી જેથી રોજગાર માટે ખેતી અને માછીમારી તેમજ વેપાર પર જ આધાર રહે છે. ત્યારે ઉદ્યોગ ન હોવોએ મુખ્ય સમસ્યા જોવા મળી રહી છે.
108 ગ્રામ્ય વિસ્તાર
નાથડ, આમોદ્રા, ખાપટ, ચાચકવડ, દેલવાડા, નાથેજ, વ્યાજપુર, રામેશ્વર, સુલતાનપુર, ગાંગડા, સામતેર, ગરાળ, સનખડા, સિમર, નવાબંદર, કાજરડી, ઉમેજ, ગુંદાળા, કેસરીયા, કોબ, તડ, વાંસોજ, ઉંટવાડા, વરસિંગપુર, સિમાસી સહિત 108 ગામ તેમજ ઊના શહેરના વિસ્તારો અંબાજી નગર, જશરાજ નગર, ઓમકાર ચોક, બહુમાળી સોસાયટી, ઉન્નતનગર સહિતના વિસ્તારો.
ઊના બેઠકના ઉમેદવારો
ભાજપ: કે.સી.રાઠોડ, કોળી, 59 વર્ષ S.Y.B.A. ખેતી
કોંગ્રેસ: પૂંજાભાઈ વંશ , કોળી, 58 વર્ષ B.A., ખેતી
આમ આદમી પાર્ટી: સેજલબેન ખૂંટ, પટેલ, 37 વર્ષ, B.C.A., M.B.A., શિક્ષક