સોખડાના ભલા પીઠા, સરપંચ વિજય વશરામ રાઠોડ અને ઉપસરપંચ ભૂપત વજાભાઈ ઝાપડાની ત્રિપુટીએ 30 કરોડનું જમીન કૌભાંડ કર્યું
સોખડામાં વાઘા જીણા, માધા હમીર અને ચાના આંબાએ સરપંચ – ઉપસરપંચ સાથે મળી કર્યું 60 કરોડની જમીનનું કૌભાંડ
- Advertisement -
રાજકોટનાં કપાળે કોતરાયેલું ‘લેન્ડ ક્રાઈમ કેપિટલ’ ભૂંસવું અનિવાર્ય
જવાબદારો સામે પગલાં લેવાય એ અત્યંત જરૂરી, ઉદાહારણ બેસાડવામાં નહીં આવે તો કૌભાંડીયાઓની જીત ગણાશે
ખાસ-ખબર સંવાદદાતા
‘ખાસ-ખબર’ના ગત બે અંકમાં રાજકોટ નજીક સોખડા ગામે થયેલા એક 30 કરોડના અને 60 કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ખાસ-ખબરના આ અહેવાલ બાદ જવાબદાર અધિકારીઓ દ્વારા આ કૌભાંડમાં હજુ સુધી કોઈ તપાસ શરૂ કરવામાં નથી જે ચોંકાવનારી બાબત છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, રાજકોટ પાસે આવેલા સોખડા ગામના શખ્સ ભલા પીઠા, ગામના સરપંચ વિજય વશરામ રાઠોડ અને ઉપસરપંચ ભૂપત વજાભાઈ ઝાપડાની ત્રિપુટીએ સાથે મળી 30 કરોડનું જમીન કૌભાંડ કર્યું છે.
ભલા પીઠાને સોખડા પાછળ આવેલા ધમલપર પાસે સસ્તી જમીન મળે તેમ હતી તેના બદલે તેને 150 ફૂટ રિંગ રોડ પર કઈ રીતે કિંમતી જમીન ફાળવી દેવામાં આવી છે તેની તપાસ થવી જોઈએ. આ કૌભાંડમાં એક મોટા અધિકારીની પણ સંડોવણી હોય સાંથળીની જમીનની જગ્યાએ સોનાની લગડી જેવી ગેરકાયદે ફાળવાયેલી જમીન અંગે તપાસ થવી જ જોઈએ.
આ ઉપરાંત સોખડામાં વાઘા જીણા, માધા હમીર અને ચાના આંબા નામના શખ્સોએ પણ સરપંચ – ઉપસરપંચ સાથે મળી કરેલા 60 કરોડના જમીન કૌભાંડની પણ ઊચ્ચસ્તરે તપાસ થવી જોઈએ. સોખડા ગામમાં સરપંચ, ઉપસરપંચ અને ઉચ્ચ અધિકારીઓએ સાથે મળી આચારેલા આશરે 100 કરોડ રૂપિયાના વિવિધ જમીન કૌભાંડની તપાસ થવી જરૂરી છે.