રાજકોટ આખામાં રોગચાળો મનપા કચેરીએથી જ ફેલાતો હોય એવા દૃશ્યો
ગંધારી-ગોબરી RMC કચેરીના અધિકારી-પદાધિકારીઓના આંખ આડા કાન અને નાક-મોં આડા રૂમાલ
- Advertisement -
મનપામાં જ્યાં જૂઓ ત્યાં ગંદકી ગંજ અને કચરાના ઢગલા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન ચલાવવામાં આવે છે અને આ અભિયાન અંતર્ગત ગંદકી કરતા અને કચરો ફેંલાવતા વિરુદ્ધ કાર્યવાહી કરી દંડ કરવામાં આવે છે. દુકાનો અને ઓફિસો સીલ કરવામાં આવે છે, નોટિસ ફટકારવામાં આવે છે, પરંતુ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં જ જ્યાં જૂઓ ત્યાં ત્યાં ગંદકી ગંજ અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે ત્યારે તેને દંડ કોણ ફટકારશે એ સૌથી મોટો પ્રશ્ર્ન છે. રાજકોટ આખામાં રોગચાળો અહીંથી જ ફેલાતો હોય એવા દ્રશ્ર્યો અહીં જોવા મળી રહ્યા છે. અલબત્ત ગંધારી-ગોબરી મ્યુનિસિપલ કચેરીના અધિકારી-પદાધિકારીઓના આંખ આડા કાન અને નાક-મોં આડા રૂમાલ રાખેલા છે કે તેમને પણ અસ્વચ્છતા દેખાતી નથી? રાજકોટ મનપામાં આવનારા અરજદાર અને મુલાકાતીઓને અહીં વ્હીલ ચેર, પીવાના પાણી, સંડાસ-બાથરૂમ જેવી પ્રાથમિક સુવિધાઓ પણ અભાવ વર્તાય રહ્યો છે ત્યારે અધિકારીઓ અને પદાધિકારીઓ પોતાની એસી કેબીનમાં મસ્ત છે તે અત્યંત દુ:ખદ બાબત છે.