પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાથી હું દુ:ખી છું. હુમલામાં સામેલ લોકોને છોડવામાં આવશે નહીં. અમે ગુનેગારોને કડક સજા આપીશું. પ્રધાનમંત્રીને આ ઘટનાની જાણ કરવામાં આવી છે. અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજી. બધી એજન્સીઓ સાથે સુરક્ષા સમીક્ષા કરવા માટે ટૂંક સમયમાં શ્રીનગર રવાના થઈશ.
હઅમિત શાહ, ગૃહમંત્રી
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના સમાચારથી ખૂબ દુ:ખ થયું. નિર્દોષ નાગરિકો પરનો આ હુમલો કાયરતાપૂર્ણ અને નિંદનીય છે. મારી સંવેદના અને પ્રાર્થના નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે.
રાજનાથ સિંહ, સંરક્ષણ મંત્રી
પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા કાયર આતંકવાદી હુમલાની હું સખત નિંદા કરું છું. હું લોકોને ખાતરી આપું છું કે આ ઘૃણાસ્પદ હુમલા પાછળના લોકોને બક્ષવામાં આવશે નહીં. ડીજીપી અને સુરક્ષા અધિકારીઓ સાથે વાત કરી છે. સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસની ટીમો વિસ્તારમાં પહોંચી ગઈ છે અને સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. હ મનોજ સિંહા, લેફ્ટનન્ટ ગવર્નર.
હું આ હુમલાથી આઘાત અને સ્તબ્ધ છું. પ્રવાસીઓ પર હુમલો કરવો ખોટું છે. આ હુમલાના ગુનેગારો ક્રૂર અને અમાનવીય છે. હું મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. હું તરત જ શ્રીનગર પાછો ફરી રહ્યો છું.
ઓમર અબ્દુલ્લા, મુખ્યમંત્રી
આ ઘટના અત્યંત ચિંતાજનક છે. કાશ્મીરે હંમેશા પ્રવાસીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે. સુરક્ષામાં ખામીની તપાસ કરવી જરૂરી છે. પ્રવાસીઓની સલામતી સુનિશ્ચિત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સંવેદનાઓ પીડિતો અને તેમના પરિવારો સાથે છે.
મહેબૂબા મુફ્તી, ભૂતપૂર્વ મુખ્યમંત્રી
કોંગ્રેસ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા કાયર આતંકવાદી હુમલામાં પ્રવાસીઓના મોત અને ઘણા લોકોના ઘાયલ થવાના સમાચાર અત્યંત નિંદનીય અને હૃદયદ્રાવક છે. જમ્મુ અને કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય હોવાના પોકળ દાવા કરવાને બદલે, સરકારે હવે જવાબદારી લેવી જોઈએ અને નક્કર પગલાં લેવા જોઈએ જેથી ભવિષ્યમાં આવી બર્બર ઘટનાઓ ન બને.
રાહુલ ગાંધી
એ પહેલગામ આતંકવાદી હુમલા પર દુ:ખ વ્યક્ત કર્યું. તેમણે પોસ્ટમાં લખ્યું- જમ્મુ અને કાશ્મીરના અનંતનાગના પહેલગામ વિસ્તારમાં થયેલા ક્રૂર આતંકવાદી હુમલાથી હું ખૂબ જ દુ:ખી છું. આ હુમલામાં જીવ ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના છે, અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે હું પ્રાર્થના કરું છું.
મમતા બેનર્જી, પ.બંગાળના મુખ્યમંત્રી
આ આતંકવાદી હુમલો સમયને ધ્યાનમાં રાખીને આયોજનબદ્ધ રીતે કરવામાં આવ્યો છે, તેમાં ઘૠઠ નેટવર્ક પણ સામેલ છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ ભારતમાં છે, આપણા વડાપ્રધાન મધ્ય પૂર્વમાં છે. પાકિસ્તાન હંમેશા આતંકવાદનો આશરો લે છે. પાકિસ્તાન તેના ઘૠઠ (ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ) દ્વારા આવા હુમલાઓ કરી રહ્યું છે. હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે તિરાડ પાડવા માટે કરવામાં આવી છે.
સંજય કુલકર્ણી, નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ
પહેલગામ હિંસા પર શોક વ્યક્ત કર્યો છે. સંઘે પોસ્ટમાં કહ્યું- જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલો ક્રૂર આતંકવાદી હુમલો ખૂબ જ નિંદનીય અને પીડાદાયક છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકોને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરીએ છીએ. આ હુમલો દેશની એકતા અને અખંડિતતા પર હુમલો કરવાનો પ્રયાસ છે. હ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)