ફિલ્મ ધુરંધરનું વાવાઝોડું શમતું નથી
રણવીર સિંહ, સંજય દત્ત અને અર્જુન રામપાલ અભિનીત ફિલ્મ ‘ધુરંધર’ રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને લઈને દર્શકોમાં ઘણો ઉત્સાહ છે, કારણ કે તે એક મલ્ટીસ્ટારર ફિલ્મ છે, જે એક્શન, દેશભક્તિ અને ડ્રામાથી ભરપૂર છે. ફિલ્મના ફર્સ્ટ લૂકથી જ એવી અટકળો ચાલી રહી હતી કે રણવીર સિંહ શહીદ મેજર મોહિત શર્માની ભૂમિકા ભજવશે. જોકે દિગ્દર્શક આદિત્ય ધરે આ અટકળોને ફગાવી દીધી હતી. શહીદના પરિવાર દ્વારા દાખલ કરાયેલી અરજી પર દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (ઈઇઋઈ) એ ફિલ્મની સમીક્ષા કરી અને મંજૂરી આપતાં સ્પષ્ટ કર્યું હતું કે, આ ફિલ્મ મેજર શર્માના જીવન સાથે કોઈ સામ્યતા ધરાવતી નથી. પ્રશ્ર્ન એ ઊભો થાય છે કે જો ફિલ્મ મેજર મોહિત શર્માના જીવન પર આધારિત નથી તો ‘ધુરંધર’ની રિયલ સ્ટોરી શું છે અને રિયલ કેરેક્ટર કોણ છે?
રેડિટ, ડિસ્કોર્ડ અને બોલિવૂડ સબરેડિટ્સ જેવા ઓનલાઈન ફોરમ અનુસાર આ ફિલ્મની પ્રાથમિક પ્રેરણા ઓપરેશન લ્યારી છે, જે 2012થી 2017 સુધી પાકિસ્તાનના કરાચીના કુખ્યાત લ્યારી વિસ્તારમાં સૌથી લાંબા સમય સુધી ચાલેલું ગુપ્ત ઓપરેશન છે. ફૂટબોલ પ્રત્યેના જુસ્સાને કારણે લ્યારી એક સમયે કરાચીના ‘લિટલ બ્રાઝિલ’ તરીકે જાણીતું હતું પરંતુ 1960ના દાયકાથી તે ડ્રગ માફિયા, હથિયારોની દાણચોરી અને ગેંગ વોરનું કેન્દ્ર બની ગયું.
- Advertisement -
ઊંડા રીસર્ચ, દમદાર અભિનય, ઉમદા સ્ક્રિપ્ટ અને અદ્ભૂત ડાયરેક્શનની દેશ-વિદેશમાં પ્રશંસા
આર. માધવન અજિત ડોભાલથી પ્રેરિત ફિલ્મમાં અજય સાન્યાલની ભૂમિકા ભજવે છે. માધવને ખુલાસો કર્યો કે દિગ્દર્શકે તેમને કહ્યું હતું, ‘અજીત ડોભાલ સર જેવા દેખાવા માટે તમારા હોઠ પાતળા કરો.’ અજિત ડોભાલ 1968 બેચના ઈંઙજ અધિકારી છે. તેમણે 15 વિમાન હાઇજેકિંગના કેસ ઉકેલ્યા, ઓપરેશન બ્લુ સ્ટારમાં ઘૂસણખોરી કરી અને આતંકવાદીઓની યાદી તૈયાર કરી. આજે તેઓ દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા એનએસએ છે. ફિલ્મમાં માધવનનું પાત્ર લ્યારી ઓપરેશનનો માસ્ટરમાઇન્ડ છે.
સંજય દત્ત એસએસપી ચૌધરીની ભૂમિકા ભજવે છે. તે પાકિસ્તાનના પ્રખ્યાત એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ચૌધરી અસલમ ખાનનું પાત્ર ભજવે છે. ચૌધરી અસલમ ખાને લ્યારી ટાસ્ક ફોર્સની રચના કરી હતી, જે રહેમાન ડકૈત અને ઉઝૈર બલોચ જેવા મોટા ગેંગસ્ટરોને એન્કાઉન્ટરમાં ધરપકડ કરતા હતા અથવા મારી નાખતા હતા. તે આતંકવાદી સંગઠનો ટીટીપી અને લશ્કર-એ-ઝાંગવીના નિશાના બન્યા હતા. 2014માં આતંકવાદી સંગઠનોએ કરાચી મોટરવે પર તેમના કાફલાને ઉડાવી દીધો હતો. સંજય દત્તની સિગારેટ સ્ટાઇલને બિલકુલ અસલમ ખાનની જેમ દર્શાવવામાં આવી છે. ચૌધરી અસલમની વિધવાએ ફિલ્મમાં કેટલાક દ્રશ્યો સામે વાંધો ઉઠાવ્યો હતો.
ધુરંધરમાં અક્ષય ખન્ના રહેમાન ડકૈત તરીકે જોવા મળે છે, જે એક કુખ્યાત ગેંગસ્ટર છે. રહેમાન ડકૈતના પિતા, દાદલ બલોચ 1960 અને 1970ના દાયકામાં લ્યારીનો પહેલો મોટો ડ્રગ લોર્ડ હતો. ગરીબોને પૈસા વહેંચવા બદલ રહેમાન ‘રોબિન હૂડ’ તરીકે જાણીતો હતો. તેનો સૌથી મોટો દુશ્મન અરશદ પપ્પુ હતો. ફિલ્મમાં અક્ષય ખન્નાને રસ્તા પર તેને નિર્દયતાથી મારવામાં આવે છે તે દ્રશ્ય આ જૂની દુશ્મનાવટનો ઉલ્લેખ કરે છે. 2009માં ચૌધરી અસલમ દ્વારા એન્કાઉન્ટરમાં રહેમાનનું મોત થયું હતું.
ઇલ્યાસ કાશ્મીરી પર આધારિત ફિલ્મનો સૌથી ખતરનાક ખલનાયક અર્જુન રામપાલનું પાત્ર ‘મેજર ઇકબાલ’ છે. ઇલ્યાસ કાશ્મીરીને ઓસામા બિન લાદેનનો ઉત્તરાધિકારી માનવામાં આવતો હતો. તે હરકત-ઉલ-જેહાદ બ્રિગેડનો વડા અને 313 બ્રિગેડનો સ્થાપક હતો. તે 26/11ના મુંબઈ હુમલા, પુણે બોમ્બ વિસ્ફોટ અને બેનઝીર ભુટ્ટોની હત્યામાં સંડોવાયેલો હતો. 2011માં યુએસ ડ્રોન હુમલામાં તેનું મોત થયું હતું પરંતુ એક વર્ષ સુધી તેની કોઈ પુષ્ટિ મળી ન હતી. ફિલ્મમાં જ્યાં અર્જુન રામપાલ એક ભારતીય સૈનિક પર અત્યાચાર કરે છે તે દ્રશ્ય ઇલ્યાસ કાશ્મીરીની ક્રૂરતાને પ્રતિબિંબિત કરે છે.
રણવીર સિંહ કયું પાત્ર ભજવી રહ્યો છે? આ પ્રશ્ર્ન લોકોના મનમાં છે. ટ્રેલર કે ફિલ્મ જોયા પછી લોકોએ ધાર્યું કે આ પાત્ર મેજર મોહિત શર્મા પર આધારિત છે, જે 2009માં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી દરમિયાન મૃત્યુ પામ્યા હતા. જોકે, ફિલ્મમાં કોઈ પણ પાત્ર મેજર મોહિત શર્માથી પ્રેરિત નથી. ફિલ્મમાં રણવીર સિંહ એક ભારતીય ગુપ્ત જાસૂસની ભૂમિકા ભજવે છે જે લ્યારીમાં ઘૂસણખોરી કરે છે અને આતંકવાદી નેટવર્કનો નાશ કરે છે. આ પાત્ર કોઈ એક વ્યક્તિ પર આધારિત નથી, પરંતુ ભારતના પેરા-સ્પેશિયલ ફોર્સિસ અને રોવના હીરોનું મિશ્રણ છે જેમણે પાકિસ્તાનમાં ગુપ્ત મિશન હાથ ધર્યા છે.
ખાસ કરીને આ ફિલ્મનો રનટાઇમ 3 કલાક અને 34 મિનિટનો છે અને તેને એ સર્ટિફિકેટ મળ્યું છે. ફિલ્મમાં સારા અર્જુન, રાકેશ બેદી, માનવ ગોહિલ અને ક્રિસ્ટલ ડિસોઝા જેવા કલાકારો છે. ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર ચોક્કસ તમારા હોશ ઉડાડી દેશે. 200 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મના નિર્માતાઓ ટૂંકસમયમાં બીજો ભાગ લઈને આવી રહ્યા છે.



