રંગ છલકે
- Advertisement -
મૂવિ રિવ્યૂ વગેરે લખવાનું તો મેં વર્ષોથી બંધ કરી દીધું. ક્યારેક કશુંક લખવાનું મન થાય. એક ભાવક, પ્રેક્ષક, ચાહક, વાચક તરીકે કશુંક ખરેખર સ્પર્શી જાય તો દોસ્તો સાથે શૅર કરવાનું મન થાય. સંજય લીલા ભણસાલી (જકઇ)ની સીરિઝ ‘હીરામંડી’ જોઈ. જલસો થઈ ગયો. તવાયફોના વિષય સામે મને કોઈ વાંધો નથી અને સીરિઝ કાલ્પનિક ઘટનાઓ પર છે, એવું શરૂઆતમાં જ કહી દેવામાં આવ્યું છે. એક ફિલ્મ સર્જક જ્યારે કોઈ કૃતિ બનાવે ત્યારે આપણી પસંદગીના દરેક મુદ્દાઓ તેમાં આવરી શકતો નથી. ધારો કે, હું 2024ની લોકસભા ચૂંટણી પર એક દીર્ઘ લેખ લખું, તો પણ અનેક મુદ્દાઓ ચૂકી જ જવાનો અથવા કોઈ મુદ્દો મને લેવા જેવો ન લાગે તો તેનો ઉલ્લેખ ન કરું એવું પણ બને. એક આખી લેખમાળા લખું તો પણ તમારો મનગમતો મુદ્દો હું આવરી જ લઉં એવું જરૂરી નથી. તેથી જ સીરિઝમાં શું લાહોરની અસલી ‘હીરામંડી’ જેવી બજાર દેખાડી છે કે કેમ, એ મારા માટે ચર્ચાનો તો દૂર, વિચારવાનો પણ વિષય નથી.
હીરામંડી મને અદ્ભુત લાગી. મારી દ્રષ્ટિએ અત્યારે જકઇ હિન્દી ફિલ્મોના 1થી 10 નંબરના ડિરેક્ટર છે અને પ્રથમ ક્રમાંકના સંગીતકાર છે. ભણસાલી જેવા સેટ્સ કોઈ સર્જી શકતું નથી, એમનાં જેવાં ડાયલોગ્સ કોઈ લખાવી શકતું નથી, કલાકારો પાસેથી એમનાં જેવો અભિનય કોઈ કરાવી શકતું નથી, ધારે તો તેઓ પથ્થર પાસે પણ અભિનય કરાવી શકે. કપિલ શર્માના શોમાં હમણાં હીરામંડીની ટીમ આવી હતી, એ એપિસોડ જોજો. એક્ટ્રેસે કહ્યું કે, જકઇની ફિલ્મમાં પરદા પાસે પણ અભિનય કરાવવામાં આવે છે. સીનમાં જે તમને દેખાય છે, એ બધી જ વસ્તુઓ અભિનય કરતી હોય છે. એક અભિનેત્રીએ કહ્યું કે, ડાન્સમાં તેણે એક વખત 99 રિટેક કરવા પડ્યા હતાં!
જકઇ પરફેકશનિસ્ટ છે. તેમની સાવરિયા જેવી એકાદ-બે ફિલ્મો બાદ કરતાં બધી ફિલ્મો ગમે છે. નવી ટેલેન્ટને પારખી ને આસમાનની ઊંચાઈએ પહોંચાડવાનો તેમની પાસે હુન્નર છે. હમ દિલ દે ચૂકે સનમ પહેલાં ઐશ્ર્વર્યા માત્ર એક ઢીંગલી હતી, શ્રેયા ઘોશાલને લગભગ સોળ વર્ષની ઉંમરે તેમણે બ્રેક આપ્યો, ખામોશીમાં મનીષાને નિખારી. એમની બાજીરાવ-મસ્તાનીમાં દીપિકા પદુકોણ બ્યૂટિફૂલ અન્ય એકપણ ફિલ્મમાં દેખાતી નથી. રણવીરસિંહ પાસેથી એમણે ‘રામલીલા’ અને
- Advertisement -
બાજીરાવમાં અદ્ભૂત કામ લીધું છે.
સંજય ભણસાલી પોતાની ફિલ્મો માટે જે વિષયો પસંદ કરે છે- એ તેમની વિશિષ્ટ દૃષ્ટિ સાબિત કરે છે. પદ્માવતી પર ફિલ્મ ફક્ત સંજય જ બનાવી શકે અને ખિલજીને તેઓ જ આટલી હદે ક્રુર ચીતરી શકે. બાજીરાવ-મસ્તાનીમાં એમણે રણવીરનું પાત્રલેખન અદ્ભુત કર્યું છે. એક ઉત્તમ શાસક, કુશળ યોદ્ધા અને દિલદાર પ્રેમી તરીકેની એની છબી બરાબર ઉપસી છે. અને હા! તેમની લગભગ તમામ ફિલ્મોનું સંગીત આલા દરજ્જાનું રહ્યું છે. હીરામંડી મેં જોવાનું ચાલું કર્યું અને પ્રથમ એપિસોડ ખતમ થાય એ પહેલાં કોલર ટ્યૂન તરીકે ‘સકલ બન…’ કરી દીધું છે.
સંજય ભણસાલી પોતાની ફિલ્મો માટે જે વિષયો પસંદ કરે છે, એ તેમની વિશિષ્ટ દૃષ્ટિ સાબિત કરે છે
બાજીરાવમાં અદ્ભૂત કામ લીધું છે. સંજય ભણસાલી પોતાની ફિલ્મો માટે જે વિષયો પસંદ કરે છે- એ તેમની વિશિષ્ટ દૃષ્ટિ સાબિત કરે છે. પદ્માવતી પર ફિલ્મ ફક્ત સંજય જ બનાવી શકે અને ખિલજીને તેઓ જ આટલી હદે ક્રુર ચીતરી શકે. બાજીરાવ-મસ્તાનીમાં એમણે રણવીરનું પાત્રલેખન અદ્ભુત કર્યું છે. એક ઉત્તમ શાસક, કુશળ યોદ્ધા અને દિલદાર પ્રેમી તરીકેની એની છબી બરાબર ઉપસી છે. અને હા! તેમની લગભગ તમામ ફિલ્મોનું સંગીત આલા દરજ્જાનું રહ્યું છે. હીરામંડી મેં જોવાનું ચાલું કર્યું અને પ્રથમ એપિસોડ ખતમ થાય એ પહેલાં કોલર ટ્યૂન તરીકે ‘સકલ બન…’ કરી દીધું છે.
વિરાટ કોહલી : ખેલાડી જ નહીં, એક અભિગમ!
આજથી બે-ત્રણ વર્ષ પહેલાં વિરાટ કોહલીનું ફોર્મ ગૂમ થઈ ગયું. સમય એવો હતો કે, બોલ તેનાં બેટમાં મિડલમાં આવે તો પણ તે વિકેટ ગૂમાવી બેસતો. ઘણાં લોકોને લાગતું કે, કોહલી ખતમ થઈ ગયો.
પણ, કોહલી એમ ખતમ ન થાય. એણે કમ-બૅક જ નહીં, બાઉન્સબૅક પણ કર્યું. સદી અને બેવડી સદી ફટકારી અને ફરી રનવર્ષા ચાલું કરી દીધી. એ પછી તેનું બેટ ક્યારેય ખામોશ નથી થયું. એનું બેટ પણ નિત્ય ગર્જના કરતું રહે છે- વિરાટની જેમ જ. વિરાટ કોહલી માત્ર કોઈ પ્લેયર જ નહીં- એક અભિગમ છે. ગેમ પ્રત્યેનું તેનું ડેડિકેશન હાલનાં કે નજીકના ભૂતકાળમાં અન્ય કોઈપણ ભારતીય ક્રિકેટર કરતાં વધુ છે. કોહલી કોઈ ગિફ્ટેડ પ્લેયર નથી. તેણે પોતાની જાત પર તનતોડ મહેનત કરીને ખુદને વિશ્ર્વનો નંબર-વન બેટ્સમેન બનાવ્યો છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કોહલીએ પ્રવેશ કર્યો ત્યારે એ અત્યારે છે એટલો ફિટ નહોતો. આટલી હદે કમ્પ્લીટ બેટ્સમેન પણ ન હતો. તેણે પોતાની જાતને ઘડી. કસરત કરીને અને ડાયેટ પર ફોક્સ કરીને શરીરને લોખંડી બનાવ્યું. બેવડી સદી ફટકાર્યા પછી પણ તેની ચિકી સિંગલ ચોરવાની લાલચ એ જતી કરતો નથી. સ્ટેમિના સાથ આપતી હોય તો જ આવું શક્ય છે.
આજે વિરાટ વિશ્ર્વનો નંબર-વન બેટ્સમેન છે. ક્રિકેટના ત્રણેય ફોર્મેટની સરેરાશ કાઢો તો પણ તેની તોલે કોઈ આવે તેમ નથી. ખરું કહીએ તો, તેની એડી સુધી પણ કોઈ પહોંચે તેમ નથી. તેનું સાતત્ય અભૂતપૂર્વ છે. વિવેચકોને તેણે એકસો વખત ખોટાં પુરવાર કર્યાં છે. આ વર્ષની ઈંઙકમાં શરૂઆતની મેચો દરમિયાન નિષ્ણાતોએ અને ચાહકોએ તેની સ્ટ્રાઈક રેટ અંગે ચર્ચા ચાલું કરી તો તેણે ડઝનબંધ છગ્ગાઓથી તેનો જવાબ આપ્યો. આ વર્ષે ઑરેન્જ કેપ પણ તેની પાસે રહેશે- એવું લાગી રહ્યું છે.
જગતનાં કોઈ જ ખેલાડીની તેની સાથે સરખામણી કરવી એ વિરાટ સાથે અન્યાય અને ક્રિકેટનું અપમાન ગણાશે. પાકિસ્તાનીઓ બાબર આઝમની કમ્પેરિઝન તેની સાથે કરતા હોય છે. સુનિલ ગાવસ્કરે હમણાં કહ્યું કે, ‘બાબર પાસે વિરાટની 1% જેટલી ક્ષમતા પણ નથી!’
સ્વયં પાકિસ્તાની એક્સપર્ટ્સ અને ત્યાંના ભૂતપૂર્વ ક્રિકેટરો કહે છે કે, આ તૂલના બેઈમાનીથી કમ નથી. બેટ્સમેન તરીકે વિરાટનો કોઈ જવાબ નથી. તેની પાસે એ.બી. ડિવિલિયર્સ જેવું વૈવિધ્ય નથી, સૂર્યકુમાર જેવાં ઉટપટાંગ શોટ્સ નથી. તો ય માત્ર શુદ્ધ ક્રિકેટિંગ શોટ્સથી એ બોલર્સને ઉઝરડાં કરી શકે છે. વિરાટ એક ઉમદા ફિલ્ડર પણ છે અને એક નિખાલસ માનવી પણ છે. એ ધોની જેવો મિંઢો નથી. એનાં ઈમોશન્સ તમે નરી આંખે જોઈ શકો છો, અનુભવી શકો છો. વિરોધી ટીમની વિકેટ પડે ત્યારે સૌથી વધુ ખુશી તેને થાય છે. પોતે કેચ પકડે ત્યારે એનામાં જબરદસ્ત જુસ્સો આવી જાય છે. એ ગુસ્સો કરે છે, અણીનાં સમયે બાઉન્ડરી ફટકારે ત્યારે જોરદાર ઉજવણી કરે છે. અને હા! સતત હાર પછી સતત છ વિજય થકી એ બેન્ગલુરૂની ટીમને પ્લે ઑફ્ફમાં પહોંચાડે છે ત્યારે પચાસ હજાર પ્રેક્ષકોની હાજરીમાં રડી પણ શકે છે. જે વ્યક્તિ જાહેરમાં રડી શકે- તેનો તમે ખાનગી વાતો માટે પણ વિશ્ર્વાસ કરી શકો. બાય ધ વૅ, તમે કદી મહેન્દ્ર ધોનીને રડતાં ભાળ્યો છે?
નકસલીઓ અને પાકિસ્તાની આતંકવાદીઓમાં કંઈ ફરક નથી
વર્ષ 2010માં છત્તીસગઢનાં બસ્તર જિલ્લામાં નકસલવાદીઓએ CRPFના 76 જવાનોની હત્યા કરી નાંખી. એ સમયે કૉંગ્રેસની સરકાર હતી. સ્વાભાવિક છે કે, નકસલીઓ પર કશાં જ નોંધપાત્ર પગલાં લેવાયા નહીં. નવું કશું નહોતું. કૉંગ્રેસે આવા ઘણાં પાપ માફ કર્યાં છે. ક્ષમા વિરસ્ય ભૂષણમ્ સૂત્ર કોઈ રાષ્ટ્રને ન શોભે. એ વ્યક્તિગત ઉન્નતિ અને માનસિક શાંતિ માટે છે. 2014માં નરેન્દ્ર મોદીનું દિલ્હીમાં આગમન થયું અને ત્યાર પછીનો ઈતિહાસ આખો અલગ છે.
પણ, 2014 પહેલાં નકસલીઓ કેવા-કેવા કૃત્યો આચરતાં હતાં- એ જાણવું હોય તો ઝી5 પર મૂકાયેલી ફિલ્મ ‘બસ્તર: ધ નકસલ સ્ટોરી’ જોઈ લેજો. ફિલ્મના કેટલાંક દૃશ્યો તો ધ્રુજાવી મૂકે- રડાવી દે તેવાં છે. આ રાક્ષસો કંઈ ઇસ્લામિક આતંકવાદીઓથી કમ નથી. એ સંગઠનો સાથે નકસલીઓની સાંઠગાંઠ પણ છે. અરૂંધતી રોય જેવાં અર્બન નકસલીઓ પેલા જંગલી માઓવાદીઓને કેવી રીતે હૂંફ આપે છે, કેટકેટલી આર્થિક મદદ પહોંચાડે છે અને વચ્ચેથી દલાલી પેટે કેવી રીતે પૈસા કટકટાવે છે- એ બધું જ આ ફિલ્મમાં છે.
નકસલવાદનાં કારણે છત્તીસગઢની બસ્તરની આખી ડેમોગ્રાફી બદલાઈ ગઈ હતી. સામાન્ય લોકોનું જીવન નર્ક જેવું બની ગયું હતું. અનેક લોકોની હત્યા થઈ, અગણિત લોકોએ હિજરત કરી. આજે ઘણું સારું છે. ફિલ્મનાં અંતે વિગતો આવે છે: છેલ્લાં પચાસ વર્ષમાં પ્રથમ વખત 2023માં બસ્તર જિલ્લાનાં ઓગણીસ ગામોમાં સ્વાતંત્ર્ય દિવસે રાષ્ટ્રધ્વજ ફરક્યો. 2010ની તૂલનાએ 2023માં પર્યટકોની સંખ્યા એંસી ટકા વધી ગઈ. 2010ની સરખામણીએ 2023માં માઓવાદી હુમલામાં 70 ટકાનો ઘટાડો નોંધાયો છે. નકસલવાદ ચરમ્ પર હતો ત્યારે જે શાળાઓ ધ્વસ્ત કરી દેવામાં આવી હતી તેમાંથી છેલ્લાં દસ વર્ષમાં 266 સ્કૂલ ફરી શરૂ થઈ ગઈ છે. 2010માં નકસલ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા દેશમાં 180 હતી, આજે 43 છે.
ફિલ્મમાં દર્શાવેલી બાબતો તો આકાશને આંબતા ગંજમાંથી માત્ર પૂણી સમાન છે. ફિલ્મ આપણી આંખો ઉઘાડી જાય છે. છેલ્લાં બે-ચાર વર્ષોમાં આ પ્રકારની સમસ્યાઓ પર ઢગલાબંધ ફિલ્મો આવી છે અને તેનો ફાયદો એ થયો છે કે, જે રાષ્ટ્રીય સમસ્યા તરફ આપણું ધ્યાન ભાગ્યે જ ગયું છે- તેનાં અંગે દેશભરમાં જાગૃતિ આવી છે. આવી ફિલ્મો ભાજપ સ્પોન્સર્ડ હોય છે- એવા આક્ષેપો થતાં રહે છે, આ વાત સત્ય હોય તો ભાજપને અભિનંદન.