ખાસ-ખબર સંવાદદાતા
ગિર-સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ ઊના પોલીસને બાતમી આપેલી હતી કે, કોઇ શખ્સ ઇન્ટનેશનલ કોલ નંબર કરી તેના આધારે ફેશબુક નંબર કરી તેના આધારે ફેશબુક પર એક યુવાનનો અશ્ર્લીલ વિડીયો ઉતારી તેને વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરી રહ્યો છે. આ શખ્સે યુવાન પાસેથી પ્રથમ રૂા.8000ની માંગણી કરી રૂા.3000 પડાવ્યા છે. તેમજ હવે વધુ રૂપીયા પડાવવા ફોન કરી ધમકી આપી રહ્યો છે. આથી પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ ઉનાના પોલીસ ઇન્સ્પેકટર એન.કે.ગોસ્વામીએ સર્વલન્સના સ્ટાફને કામગીરી સોંપી હતી. બાદમાં ટીમે ટેકનિકલ સર્વલન્સની મદદથી લોકેશન મેળવી ઉનાના નીચલા રહીમનગરમાં રહેતા મોહિનખાન હુશેનખાન પઠાણ નામના શખ્સને દબોચી લીધો હતો. આ શખ્સે અન્ય લોકોને પણ પોતાનો શિકાર બનાવ્યા હોવાની આશંકા સાથે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.