આજના આધુનિક સમયમાં આપણે બધા પૈસાની લેવડ-દેવડ માટે યુનાઇટેડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)નો ઉપયોગ કરી રહ્યા છીએ. તો તમારે UPI Lite વિશે જાણવું જરૂરી છે. UPI Liteથી વધારે ફાયદો મળે છે. તો ચાલો UPI Liteથી થતાં ફાયદા જાણીએ.
યુનાઇટેડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)ની સિસ્ટમ આવતા પૈસાની લેવડ દેવડ સરળ બની છે. હવે દરેક વ્યક્તિ ઓછી રકમ હોય કે વધારે રકમ હોય તો UPIનો ઉપયોગ કરતી હોય છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ સપ્ટેમ્બર 2022માં UPI લોન્ચ કર્યું હતું. UPIનું એક સ્ટ્રીમલાઇટ વર્ઝન છે જે દરરોજ 500 રૂપિયાથી ઇન્સ્ટન ટ્રાન્જેક્શન ઈનેબલ કરે છે, આ સુવિધા હાલ પૂરતી PhonePe, Paytm અને Google Pay, UPI Lite પર ઉપલબ્ધ છે.
- Advertisement -
UPI કરતાં UPI Liteમાં એક ખાસ સુવિધા મળે છે. UPI Lite દ્વારા તમે કોઈ પણ ટ્રાન્જેક્શન કરો છો તો તેમાં તમને પીનની જરૂર પડતી નથી. હવે આપણે UPI Lite ના ફાયદા વિશે માહિતી મેળવીશું. ફાયદો જાણી તમને થશે કે UPI Lite એક વિકલ્પ નથી, પણ મોટા ભાગના લોકોની જરૂરિયાત બનશે.
UPI Liteનો સૌથી મોટો ફાયદો
હાલના સમયમાં ડિજિટલ પેમેન્ટ વધી રહ્યું છે, જેથી ઘણા ગ્રાહકોને બેન્ક સ્ટેટમેન્ટમાં નાના-નાના લેવડ-દેવડની એન્ટ્રીથી પાસબુક ભરાઈ જાય છે. જેના કારણે કોઈ જરૂરી ટ્રાન્જેક્શનને ટ્રેક કરવું મુશ્કેલ બની જાય છે. જ્યારે UPI Lite પ્રિપેઇડ પધ્ધતિથી કામ કરે છે. એટલે આપણે સીમ રિચાર્જ કરી છીએ તે જ રીતે UPI Lite કામ કરે છે.
- Advertisement -
UPI Liteના યુઝર બેન્ક એકાઉન્ટમાંથી UPI Lite એકાઉન્ટમાં 2000 રૂપિયા સુધી રાખી રાખી શકે છે. એક વાર બેલેન્સ કર્યા પછી દરરોજ 500 રૂપિયા કે ટોટલ 4000 રૂપિયા સુધીની લેવડ-દેવડ કરી શકે છે. જેથી UPI Liteથી કરેલ લેવડ-દેવડ કરેલી યુઝરના બેંક સ્ટેટમેન્ટમાં બતાવશે નહીં. UPI Liteના એકાઉન્ટમાં શરૂઆતમાં કરેલું ફક્ત રિચાર્જનું સ્ટેટમેન્ટ નીકળે, જેનથી યુઝરે કરેલી નાની-નાની લેવડ-દેવડની એન્ટ્રી જોયા વિના ડાયરેક્ટ જરૂરી લેવડ-દેવડાની જાણ થઈ શકે છે.
UPI Lite થી કરેલું ટ્રાન્જેક્શન યુઝર પોતાના ફોનમાં PhonePe, Paytm અને Google Pay જેવી ડિજિટલ પેમેન્ટ એપ્સ અને SMS દ્વારા જોઈ શકશે. તાજેતરમાં ભારતીય રિજર્વ બેન્કના આદેશ ફ્રેમવર્ક હેઠળ UPI Lite વૉલેટની ઓટો-રિપ્લેનીશમેંટ કરવાની જાહેરાત કરી હતી. આનો અર્થ એવો થાય છે કે ગ્રાહકને દર વખતે મેન્યુઅલી UPI Lite વૉલેટમાં રિચાર્જ નહીં કરવું પડે બેન્ક દ્વારા જાતે જ રિચાર્જ થઈ જશે.