અગાઉ ત્રણ યાત્રિકોને ઈજાગ્રસ્ત કર્યાને 8 દિવસ થયા હોવા છતાં કોઈ કાર્યવાહી નહી
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ શહેરમાં તો આખલા અને રખડતા પશુઓનો ત્રાસ છે જ.હવે,તેની નજીક સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ સાનિધ્યે આખલાઓનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે.જેથી યાત્રિકો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્યે દિવસે દિવસે હજારો યાત્રિકો દર્શનાર્થે આવે છે.ખાસ કરીને તહેવારોના દિવસોમાં યાત્રિકોનો ભારે ઘસારો જોવા મળે છે.દરમિયાન થોડાક દિવસ અગાઉ જ આખલાઓએ 3 યાત્રિકોને ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાનો બનાવ સામે આવ્યો હતો.ફરી એક વખત સોમનાથમાં ચાની હોટલ નજીક તા.15ના રોજ મહિલા યાત્રિક ઉપર આખલાઓ એ આક્રમક હુમલો કરી મહિલાને ઇજાઓ પહોંચાડતા હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.ત્યારે યાત્રિકોની સાથે સાથે સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ રખડતા ઢોરના ત્રાસ માંથી મુક્તિ ક્યારે મળશે તેવા સવાલો ઉઠી રહ્યા છે. નગર કક્ષાએ પાલિકાએ પાંજળાપોળ સાથે મળીને પાંજળાપોળ મોનીટરીંગ કમિટીની રચના કરી છે.જેમાં પાંજળાપોળને પશુ દીઠ દિવસના રૂ.30 સબસિડી મળે છે.તેથી કઈ પાંજળાપોળમાં કેટલા પશુઓનો સમાવેશ કરી શકાય તે મુજબ ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને ત્યારબાદ પાંજળાપોળ માં મૂકવામાં આવશે.તેમ ચેતન ડુડિયા ચીફ ઓફિસર જણાવ્યું હતું.
યાત્રાધામ સોમનાથમાં આખલાઓના આતંકનો ક્યારે અંત આવશે
