આ નિર્ણય ખરેખર કેન્દ્રીય નેતૃત્વ લેશે તો ગુજરાતી ફિલ્મ નિર્માતાઓ માટે આનંદના સમાચાર હશે
ગેંગરેપની સત્ય ઘટના પર આધારિત ગુજરાતી ફિલ્મ 31તનિાં પ્રીમિયર પ્રસંગે કેન્ડલ સાથે કલાકારોએ સુંદર મેસેજ આપ્યો
- Advertisement -
આ ફિલ્મ ગઇકાલથી ગુજરાતમાં રીલિઝ થઇ
ભુતકાળમાં અમદાવાદ ના શાહીબાગ વિસ્તારમાં 31 ડીસેમ્બર ની રાત્રે પાર્ટીના બહાને એક યુવતીને હોટલમાં બોલાવી ગેંગરેપ અને ત્યારબાદ યુવતી એ કરેલા આપઘાતની ની એક ઘટનાએ ચકચાર જગાવેલી.
ત્યારબાદ અનેક કોર્ટ ટ્રાયલ પછી આરોપીઓએ ને સજા પણ થયેલી આ વિષય સાથે લેખક – દિગ્દર્શક પ્રણવ પટેલ એ એક સુંદર ફિલ્મ તૈયાર કરીને ગઇકાલે રીલીઝ કરી છે. ભૌમિક પટેલ, જયેશ પટેલ અને જયેશ પરમાર દ્વારા નિર્મીત આ ફિલ્મ માં જાણીતા કલાકારો હીતુ કનોડીયા, શ્રધ્ધા ડાંગર, પ્રાચી ઠાકર, હેમાંગ દવે, વિપુલ વિઠ્ઠલાણી, વંદના વિઠ્ઠલાણી, પ્રશાંત બારોટ એ સુંદર અભિનય કર્યો છે. અમદાવાદ ખાતે ભવ્યાતિભવ્ય રીતે યોજાયેલ આ ફિલ્મ ના મેગા પ્રીમિયર ના અંતે ઉપરોક્ત સ્ટારકાસ્ટ સહિત પ્રીમીયરમાં ઉપસ્થિત અન્ય જાણીતા કલાકારોએ હાથમાં કેન્ડલ સાથે બળાત્કાર વિરોધી મીશનમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ લોકોને જોડાવા પુર્વ ધારાસભ્ય અને જાણીતા કલાકાર શ્રી હીતુ કનોડીયાએ આહવાન કરેલું આ સમયે ઉપસ્થીત પ્રેક્ષકગણે પણ મોબાઈલ ટોર્ચ ઓન કરી હીતુ કનોડીયા એ કરેલા આહવાનને સમર્થન પણ આપ્યુ. આ સુંદર વિષય પર સત્યને ઉજાગર કરતી ફિલ્મ ગુજરાતના સિનેમાઘરોમાં ગઇકાલથી રીલિઝ થઇ ચુકી છે. જોઈ આવો, અને આપનો અભિપ્રાય સોશિયલ મીડીયા પર અચુક પોસ્ટ કરો.
- Advertisement -
આજકાલ ગુજરાતી ફિલ્મોના નિર્માતાઓ ને એક મોટી મુંઝવણ હેરાન કરી રહી છે. અને તે છે. ફિલ્મ માટે સેન્સર સર્ટિફિકેટ મેળવવાની કંટાળાજનક પ્રક્રીયા. પ્રક્રીયા તો ચલો સમજ્યા, પણ તે માટે મુંબઇ ના ધક્કા, કેન્દ્રીય ફિલ્મ પ્રમાણપત્ર બોર્ડની ધીમી પ્રક્રીયા, બીન ગુજરાતી જ્યુરી જેવા અનેક વિષયો ગુજરાતી ફિલ્મ નિર્માતાઓ માટે માથાનો દુખાવો બની ગયા છે. બીજી તરફ ગુજરાતી ફીલ્મો ખુબ મજબુત પ્રમાણ માં બની રહી છે, અલગ અલગ વિષયો પર બની રહી છે, કલાકારો અને કસબીઓ ની ખુબ મહેનત પછી તૈયાર થયેલી ફિલ્મોમાં બીન ગુજરાતી જ્યુરી દ્વારા કાતર ફેરવવામાં આવે ત્યારે નિર્માતા હતાશ થઇ જતા હોય છે. એ સીવાય ફિલ્મ રીલીઝ ની આગળની રાત સુધી સેન્સર સર્ટિફિકેટ ન મળ્યું હોય તેવા અનેક દાખલાઓ હાલ મોજુદ છે. થોડા સમય પહેલા આ માટે જાણીતા દિગ્દર્શક દિપક અંતાણી અને રાકેશ પુજારોએ ગુજરાતી ચલચિત્ર જગતના નિર્માતાઓ ને એકઠા કરી કેન્દ્રીય ફિલ્મ પ્રમાણપત્ર બોર્ડ ની એક બ્રાન્ચ ગુજરાતમાં થાય તે માટે તમામ નિર્માતાઓ ની સહી સાથે કેન્દ્રીય નેતાગીરીને ઉદ્દેશીને એક પત્ર પણ લખેલો. આ મુદ્દાને લઇ ને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સાંસ્કૃતિક સેલ ના હોદ્દેદારોએ પણ આ જ વિષયનો એક પત્ર ફરી તૈયાર કરી કેન્દ્રીય નેતાને આપવા દિલ્હી ભણી ઉડાન ભરી. દિલ્હી ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સાંસ્કૃતિક સેલના ક્ધવીનર બિહારી હેમુ ગઢવી, જનક ઠક્કર, રાકેશ પુજારા અને અરવિંદ વેગડાએ મળીને ગુજરાતી ફિલ્મ જગતને સેન્સર બોર્ડની ઓફિસ ગુજરાતમાં મળે તેની વધુ એક રજૂઆત કેન્દ્રીય જળ સંચય મંત્રી સી.આર. પાટીલ તથા સાંસદ પુરુષોત્તમ રૂપાલા ના સહકારથી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને કરી. મુળ આ મુદ્દે સૌ પ્રથમ જાણીતા દિગ્દર્શક દિપક અંતાણી અને રાકેશ પુજારાએ સંપુર્ણ ડેટા સાથે સારી એવી માહીતી તૈયાર કરી કેન્દ્રીય ફિલ્મ પ્રમાણપત્ર બોર્ડ ની એક બ્રાંચ ગુજરાતમાં હોવી જોઇએ તેવી ધારદાર રજુઆત કરતો એક પત્ર તૈયાર કરેલો. દિપક અંતાણી પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સાંસ્કૃતિક સેલના સભ્ય છે. આ મુદ્દે સૌથી પહેલો મુદ્દો તેમણે જ ઉપાડેલો છતાં કોઇ કારણોસર દિલ્હી ખાતે રજૂઆત કરનાર પ્રતિનિધિ મંડળ માં તેમની ગેરહાજરી કેમ હતી તે ખબર નથી. હવે જોવાનું એ છે કે આ બીજા પ્રયાસ પછી કેન્દ્રીય નેતૃત્વ આ રજૂઆત ગંભીરતાપૂર્વક લઇ કેટલો જલ્દી આ નિર્ણય ગુજરાતી ફિલ્મ ફ્રેટરનીટી માટે જાહેર કરે છે. જો આ નિર્ણય ખરેખર કેન્દ્રીય નેતૃત્વ લેશે તો ગુજરાતી ફિલ્મ નિર્માતાઓ માટે આનંદના સમાચાર હશે.
સબસિડીની ગાઇડ લાઇનમાં ધરખમ ફેરફારોની શક્યતા
પોતાના તરફ જ નાળિયેર ફેંકતા જૂના વિવાદિત લોકોને જ્યુરીમાંથી દુર કરાશે??
ગુજરાતી ફિલ્મોનું સ્તર હવે ખુબ સારી ગુણવત્તાઓ સાથે ઘણું સુધરી ગયું છે. વર્ષે 70 થી 75 ફિલ્મો બને છે જેમાં 40 થી 50 ફિલ્મો ખુબ જ ગુણવત્તાસભર ફીલ્મો હોય છે પરંતુ દર વર્ષે 20 થી 30 ફિલ્મો માત્ર સબસીડી હડપવા માટે જ બનતી હોય છે. !!!! આવી ફિલ્મો ક્યારે બને છે, કેવી રીતે બને છે, કોણ બનાવે છે જે ખબર નથી. પણ યેન કેન પ્રકારેણ સબસીડીના લીસ્ટમાં આવી ફિલ્મો ચોક્ક્સ સ્થાન મેળવે છે. અને જે ફિલ્મો ખરેખર ખર્ચાળ હોય છે, યોગ્ય રીતે રીલિઝ થયેલી હોય છે, પ્રેક્ષકો તરફથી દાદ પણ મેળવી હોય છે તેવી મજબુત ફિલ્મો ને, આવી સબસીડી માટે જ બનેલી ફિલ્મોને કારણે નુકશાન જાય છે. રાજ્ય સરકારે ફિલ્મોને ગુણવત્તા આધારીત સબસીડી આપવાની અદભુત યોજના તૈયાર કરી છે. જે માટે ફિલ્મ ફ્રેટરનીટી માંથી જ કેટલાક લોકોને જ્યુરીમાં લેવામાં આવે છે. આ જ્યુરીમાંના જ અમુક ચોક્કસ લોકો આવી સબસીડી માટે બનેલી ફિલ્મો ને અને પોતે જે ફિલ્મ સાથે સીધી કે આડકતરી રીતે સામેલ હોય તેવી ફિલ્મોને વધુ સબસીડી અપાવવા સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. આમાં માહીતી વિભાગ ના અધીકારીઓ કે કર્મચારીઓ તો સાવ નિર્દોષ છે, તે લોકો ગુજરાતી ફિલ્મોનું મુલ્યાંકન કરવા અસમર્થ છે એટલે તો તજજ્ઞો ને નિયુક્ત કરવામાં આવે છે. માત્ર ભુલ એટલી જ કરે છે કે ગાઇડ લાઇન મુજબ જો આવા તજજ્ઞ કોઇ પણ ફિલ્મ સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલ હોય તેમને જ્યુરીમાં સ્થાન આપવાનું હોતું નથી, છતાં આ ગાઇડ લાઇન નો અમલ થતો નથી. જ્યુરીમાંના લગભગ દરેક લોકો તે જ વર્ષ ની કોઇ ને કોઇ ફિલ્મ સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલ હોય જ છે. પણ આધારભુત માહીતી મુજબ ગત વર્ષ ના અનુભવ પછી માહીતી વિભાગ ગુજરાતી ફિલ્મોની જ્યુરી અને સ્ક્રીનીંગ બાબતે ગંભીર થયો છે. જ્યુરી પર કડક મોનીટરીંગ રાખવામાં આવે છે. સુત્રો તરફથી મળતી બીનઆધારભૂત માહીતી મુજબ આવા ચોક્કસ તજજ્ઞો માટે અઢળક ફરીયાદો આવતા તેવા તજજ્ઞોને બદલવા માટે પણ ચક્રો ગતિમાન થયા છે. આવા તજજ્ઞોની જગ્યાએ સંપુર્ણ બીન વિવાદાસ્પદ અને હાલ ફિલ્મો સાથે સીધી કે આડકતરી રીતે ન સંકળાયેલા હોય તેવા લોકોને સ્થાન મળી શકે છે. એટલું જ નહીં હાલની સબસીડી ની ગાઇડલાઇન માં સુધારા કરી માત્ર ગુણવત્તાસભર ફિલ્મોને સબસીડીનો લાભ મળે તેવો તખ્તો ગોઠવાઇ રહ્યો છે. જો આવું થાય તો આવનારા દિવસોમાં સારી ગુજરાતી ફિલ્મોને અન્યાય નહીં થાય તેમ હાલ તો લાગી રહ્યું છે.